________________
jainology
આગમસાર
નોંધઃ અહિં વિવિધ પ્રકારનાં સપનાં હારના નામ છે. રત્નાવલી, કનકાવલી અને મુકતાવલી.નામ જોતાં તે કોઈ તપની લળી(સાંકળ) એટલે કે ક્રમબધ્ધ કરાતાં તપ જેવા છે જેનો આકાર સંભવત હાર જેવો થતો હોય.પણ તે આકાર અક્ષરસ હાર જેવો નહિં સમજવો. તપને નિર્જીવ પુદગલોથી નિર્મીત હારનાં આકાર સાથે શું નિસબત હોઈ શકે? કર્મનિષેક અનેક ભૌમિતીક આકૃતિનાં હોઈ શકે, પણ તે તો જ્ઞાનીજ જાણી શકે. મોટા તપ પછી એક દિવસનાં પારણાંથી, શરીરને લાગેલા ઘસારાની પૂર્તિ થાય ખરી? તેથી તેને સળંગ તપ જેવાજ સમજવા જોઇએ. ગુરુ આજ્ઞામાં રહિને અને સમય, ક્ષેત્ર કાળ ભાવનું ધ્યાન રાખી તપ કરવા, જેથી છ મહિનાનાં સળંગ તપની ભગવદ આજ્ઞાનું ભાવઉલંઘન ન થાય. કોઈ અકસ્માતના કારણે ધર્મની નિંદા ન થાય. પંચમકાળમાં બોધિદર્લભતાનાં કારણે કથાનકનું અનુકરણ કરાય છે, તેથી નોંધ કરી છે. તપ માટે શ્રધ્ધા અને શરીરબળ બેઉ લક્ષ્યમાં રાખવા. ઈતિ શુભમ.
અબાધાકાળમાં નિષેકરચનાઃ કર્મ ઉદયમાં આવે તે પહેલા તે પુદગલો આત્મપ્રદેશો પરથી ચલીત થાય છે. આ ચલીત પુદગલો પછી નિર્જરીત થાય છે. તે પુદગલો અનેક ભૌમિતિક આકૃતિઓનાં રૂપમાં ફેરવાઈ જાય છે. આ આકૃતિઓને કર્મની નિષેક રચના કહેવાય છે. ઉદાહરણ તરીકે જન્મથી શારીરીક ઉણપનું ફળ આપનારા કર્મની નિષેક રચના એક સીધી લીટી જેવી કહી શકાય. કોઈ ઘાવ પડે ત્યારે અત્યંત તીવ્ર વેદના થાય અને પછી ઘાવ મટે ત્યારે વેદના પૂરી થાય. આ નિષેક રચના ડુંગરના એક તરફના ઢાળના આકારની. કહેવાય. કોઈ ગુમડું થાય ત્યારે વેદના ધીરે ધીરે વધે, પછી મટે ત્યારે વેદના ધીરે ધીરે ઘટે. આ નિષેક રચના ડુંગરના બે તરફનાં ઢાળ જેવી કહેવાય. નિયત સમયનાં આંતરે થતી વેદનાની નિષેક રચના ત્રુટક લીટી જેવી કહેવાય.
પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ 'મુક્તાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ ક્ય. અંતે એક મહિનાની સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુક્ત થયા.
આયંબીલ, અલુણા(નમક ત્યાગ),લખા, નિવિગય(નવી) વગેરેમાં અનાસકત ભાવથી આહાર.
દરેક તપસ્યામાં સચિતનો ત્યાગ આવશ્યક સમજવો તથા દવાગોળીનો ઉપવાસમાં ત્યાગ પણ એકાસણા, વ્યાસણા, આયંબીલ, અલણા, નીવી, લખા વગેરેમાં સમયમાં ફેરફાર કરી લઇ શકાય. એક સરખી દવાઓ બે ટંકની સાથે ન લઇ શકાય તેમાં બાકીના ટંકનો ખાડો કરવો. દવાગોળી વ્યકિત અનિચ્છાએ, લાચારીથી ખાય છે.કયારે આમાંથી છુટીશ એવી તેની ઇચ્છા હોય છે. કેટલીક દવાઓ આહારની જેમ જીવનભર ખાવાની હોય છે, તેમ છતાં કયારેય તે ખાતા ગોળીઓનો આસ્વાદ કરાતો નથી. આવીજ અનાસકિત આહાર ઉપર રાખવાની છે.ન છૂટકે શરીર ટકાવવા આહાર કરવો પડે છે, કયારે અણઆહારી થઇશ એવી ઇચ્છા રાખવી. ગોળીઓ ખાતી વખતે સુપાત્રદાનની ભાવના નથી ભાવાતી,પરતું આ એક અનાસકત ભાવે આહારનો અનુભવ ઘણાખરા બધાનેજ હોય છે, તેને યાદ રાખવા જેવો છે. ઘણાખરા કોઇને પણ પોતે વર્ષોથી ખાઈ રહેલ ગોળીઓનો સ્વાદ કેવો છે તેની ખબર નહિં હોય. આવુંજ આહાર માટે પણ કેળવવું. વધારે ઓછા પ્રમાણમાં કે સદંતર અરસનિરસ આહાર હોય તોય શાંતીથી સમભાવે–પોતાના તેવાજ પુણ્યનો અત્યારે ઉદય જાણી આહાર કરવો. એટલું તો થઇ જ શકે.
આહાર ન કરવું એટલું કઠીન નથી. જેટલું કઠીન મનોહર સ્વાદિષ્ટ આહાર પણ પૂર્ણ અનાસકત ભાવે કરવું એ છે. સળંગ અલુણા(મીઠાનો ત્યાગ) કે સાકરનો ત્યાગ જેમાં થતો હોય તેવી તપસ્યાઓ સીનીયર સીટીઝન (મોટી ઉમરવાળાઓ) એ કરતાં પહેલા પોતાનાં શરીરની અનુકુળતાનો ખ્યાલ રાખવો. કેટલાક તત્વો શરીરમાં સંયોજનથી રહેલા હોય છે. એકનો ઘટાડો થતાં તેના સંયોજનના આધારે રહેલું બીજું તત્વ પણ ઘટી જાય છે. અને તેથી શરીરમાં અવ્યવસ્થા સર્જાઇ શકે છે. આ વાત સળંગ ઘણા દિવસના ત્યાગ માટેની છે.
કસાય કસાય એકજ છે. ચાહે તે માન કસાય હોય, લોભ કસાય હોય, માયા હોય કે ક્રોધ હોય. એકની ધ્યાતિમાં બીજા ત્રણની હયાતી હોય જ છે. એક અનંતાનુબંધી હોય તો બાકીના ત્રણ પણ અનંતાનુબંધી કસાયમાં જ ગણાય છે. હિંસા અને કસાયને કાર્ય- કારણ સંબંધ છે. જેમ કારણ વગર કાર્ય નથી હોતું તેમ કસાયભાવ વગર હિંસા નથી હોતી. તેથી જયાં હિંસા ત્યાં કસાય નિયમા સમજવું. અહિંસા ધર્મની ઉપલબ્ધી કસાય મંદ કર્યા વગર થતી નથી.