________________
52.
આગમચાર-પૂર્વાર્ધ
ચોથું અધ્યયન - કૃષ્ણા રાણી દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષ તપમાં કૃષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને બે વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત ર્યો.
પાંચમું અધ્યયન – સુકૃષ્ણા રાણી સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અધ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે :૧. સપ્ત સપ્તમિકા ભિક્ષ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષ પડિમાં ૪. દસ દસમિકા ભિક્ષ પડિમાં
આ ચારે પડિકાઓમાં ઉપવાસ આદિ કરવું જરૂરી નથી હોતું ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે.
દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે જેટલા આહાર પાણી વહોરાવે, તેને એક દાતી કહેવાય છે તેમાં દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે પણ એક દાતી જ કહેવાય છે તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું આપે તેને એક દાતી કહેવાય છે. ભિક્ષુ પ્રતિમાની વિધિઃ સપ્ત સપ્તમિકા ભિક્ષા પડિમામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશ ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણીની લઈ શકાય છે. આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિકામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે. નવ નવમિકા ભિક્ષુ પડિયામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમા નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે.
દસદસમિકા ભિક્ષુ પડિમામાં દસ દસક દિવસ લાગે છે. જેથી કુલ ૧૦૦ દિવસ થાય છે. તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે અર્થાત્ પહેલા દસક (દસદિવસ) માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે. આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ એક પણ દાતી વધારે લઈ શકાતી નથી.
આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે અર્થાત્ તેટલી જ દાતી પારણામાં આહાર કે પાણી લઈ શકાય છે. આ પ્રમાણે સુકૃષ્ણા આર્યાજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારેય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત ર્યો.
છઠ્ઠ અધ્યયન – મહાકૃષ્ણા રાણી મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષ સુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “લઘુ સર્વતોભદ્ર” તપ ક્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચાર સો (૪૦૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ ગામી બની ગયા. લઘુસવતો ભદ્ર તપઃ- તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ સુધીની તપસ્યા કરાય છે. આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે.
સાતમું અધ્યયન- વીર કૃષ્ણા વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું. મહાસર્વતો ભદ્ર નામનું વિશેષ તપ ક્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની તપસ્યા લઘુસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. આમ એક પરિપાટી થાય છે. એ જ પ્રમાણે ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વિરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના સંથારા દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
અધ્યયન-૮ રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું (પંદર) ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ ક્યું. તેમાં પંચોલા (પાંચ ઉપવાસ)થી માંડીને નવ સુધીની તપસ્યા હોય છે. આ રીતે એક પરિપાટી થાય છે અને આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે.
અધ્યયન-૯- પિતૃસેન કૃષ્ણા પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં મુક્તાવલી' નામની તપસ્યા કરી. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુનઃપુનઃ એક ઉપવાસ કરાય છે. ઉપવાસ + છઠ + ઉપવાસ + અઠ્ઠમ આમ ક્રમશઃ આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે.