________________
jainology |
47
આગમસાર
(૧૨) સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરમાં હર્ષ—હર્ષ થઈગયો, શ્રેણિક રાજાની ચિંતા પણ ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો.
(૧૩) આપણને પણ ભગવાનની વાણી રૂપ શાસ્ત્ર શ્રવણ અને ગુરુ ભગવંતો જેવાં જ્ઞાનીઓનો શુભ સંયોગ મળ્યો છે. તેથી આપણો પણ બેડો પાર થઈ જ જવો જોઇએ. તેમ જાણી જે સાધક ધર્માચરણ અને ભાવોની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરીને આત્મ ઉન્નતિ કરશે તેનો અવશ્ય બેડો પાર થશે.
શ્રાવક ભાવના : ધન્ય હૈ મુનિવર મહાવ્રત પાલતે સદ્ભાવસે – સર્વ હિંસા ત્યાગ કર વે જી રહે સમભાવ સે, હૈ મહાવ્રત લક્ષ્ય મેરા કિન્તુ અભી વે દુઃસાધ્ય હૈ – અણુવ્રત કા માર્ગ મુજકો સરલ ઔર સુસાધ્ય હૈ.
'છઠ્ઠો દિવસ'
'છઠ્ઠો વર્ગ'
૪ થી ૧૪ અધ્યયન
પ્રથમ અધ્યયનમાં વર્ણવાયેલ "મકાઈ શેઠ" ની જેમ ૪. કાશ્યપ ૫. ક્ષેમક ૬. ધૃતિધર ૭. કૈલાશ ૮. હરિચન્દન ૯. વારતક ૧૦. સુદર્શન ૧૧. પૂર્ણભદ્ર ૧૨. સુમનભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠિત ૧૪. મેઘ. આ અગિયાર ગાથાપતિ શેઠોનું ગૃહસ્થ જીવન, વૈરાગ્ય, ભગવાન મહાવીર પાસે દીક્ષા, અગિયાર અંગનું જ્ઞાન અને તપ, સંથારો તથા મોક્ષ જવા સુધીનું વર્ણન છે. વિશેષતા એ છે કે :– ૪. કાશ્યપ શેઠ રાજગૃહી નગરીના નિવાસી હતા તેમણે ૧૬ વર્ષ સુધી સંયમ પાળ્યો. ૫. ક્ષેમક શેઠ અને ૬. વૃતિધર શેઠ કાંકંદીના નિવાસી હતા. દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. (૭–૮) કૈલાશ શેઠ અને હરિચન્દન શેઠ સાકેત નગરના નિવાસી હતા. તેઓએ બાર વર્ષ સુધી દીક્ષા પાળી. (૯.) વારતક શેઠ રાજગૃહીના નિવાસી હતા. બાર વર્ષ સુધી સંયમ પાળ્યો. (૧૦ – ૧૧) સુદર્શન શેઠ અને પૂર્ણભદ્ર શેઠ વાણિજ્ય ગ્રામ નામક નગરના નિવાસી હતા અને દીક્ષા પર્યાય પાંચ વર્ષનો હતો. (૧૨.) સુમનભદ્ર શેઠ શ્રાવસ્તીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય અનેક વર્ષનો હતો. ૧૩. સુપ્રતિષ્ઠિત શેઠ શ્રાવસ્તી નગરીના રહેવાસી હતા. સતાવીશ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો. (૧૪.) મેઘ નામના શેઠ રાજગૃહીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય ઘણાં વર્ષોનો હતો. તેઓ બધા વિપુલ વર્પત પર એક મહિનાનો સંથારો આદરી સિદ્ધ થયા.
૧૫મું અધ્યયન – એવંતા મુનિવર
=
પોલાસપુરી નગરીમાં વિજય રાજા રાજ્ય કરતા હતા. તેમની શ્રીદેવી નામની રાણી હતી. તેણે એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અતિમુક્તકુમાર રાખ્યું. તેનું પ્રસિદ્ધ નામ ''એવંતા'' છે. ગૌતમ ગણધર અને બાળક એવંતાકુમાર :– ભગવાન મહાવીર વિચરણ કરતાં-કરતાં તે નગરીમાં પધાર્યા. એક દિવસ ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણા માટે ગોચરી પધાર્યા. એવંતાકુમાર હજી બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કલાચાર્ય પાસે અભ્યાસ માટે નહોતા મોકલ્યા. તેથી આઠ વર્ષની આસપાસ તેની ઉંમર હતી. તેઓ પોતાના મિત્રો, બાળક–બાલિકાઓ સાથે ઘેરથી નીકળ્યા અને રાજભવનની નજીક જ રહેલાં ક્રીડા સ્થાનમાં રમતના મેદાનમાં જઈને રમવા લાગ્યા. ગૌતમ સ્વામી તે ખેલના મેદાનની બાજુમાંથી પસાર થયા. એવંતાની દૃષ્ટિ ગૌતમ અણગાર પર પડી. તેનું મન રમત છોડીને ગૌતમ સ્વામી તરફ ખેંચાઈ ગયું. તે ગૌતમ અણગારની નજીક પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે– તમે કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ગૌતમ અણગારે બાળકની વાતની ઉપેક્ષા ન કરી. બરાબર ઉત્તર આપ્યો કે અમે શ્રમણ નિગ્રંથ છીએ. અર્થાત્ જૈન સાધુ છીએ. અને ભિક્ષા દ્વારા આહાર–પાણી લેવા માટે ભ્રમણ કરીએ છીએ. એવંતા કુમાર મૂળ અને સાચો હેતું સમજી ગયો અને અવિલંબ તેણે નિવેદન ક્યું કે – તમે મારા ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એવું કહીને ગૌતમ ગણધરની આંગળી પકડી લીધી અને પોતાને ઘેર લઈ જવા લાગ્યો.
શ્રીદેવીનું સુપાત્ર દાન અને વ્યવહાર :– એવંતાની માતા શ્રીદેવીએ દૂરથી જ ગૌતમ સ્વામીને આવતા જોઈ લીધા. તે અતિ હર્ષિત થઈ. આસન પરથી ઊભી થઈને સામે આવી. ગૌતમ સ્વામીની નજીક આવીને ત્રણ વાર આવર્તન સાથે વંદન—નમસ્કાર રૂપે અભિવાદન ક્યું અને પછી રસોઈઘરમાં લઈ ગઈ. પ્રસન્નતા અને વિવેકપૂર્વક ઇચ્છિત આહાર પાણી ગૌતમ સ્વામીને વહોરાવ્યા અને તેમને સન્માન પૂર્વક વિદાય આપી. એવંતાકુમાર આ બધુ જોઈને મનમાં ખુશ થઈ રહ્યા હતા, કે હું જેને લઈ આવ્યો છું તે મારા પિતા રાજા કરતાં પણ ખૂબ જ મોટા વ્યક્તિ છે. જેમનું મારી માતાએ ભક્તિપૂર્વક સ્વાગત ર્યું અને પ્રણામ ર્યાં. એવંતાની જિજ્ઞાસા અને ભગવાનના દર્શન ગૌતમ સ્વામી ઘેરથી જેવા બહાર નીકળ્યા કે તરત જ એવંતાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો? ક્યાં જાઓ છો ? ગૌતમ સ્વામીએ એવંતાના પ્રશ્નોની ઉપેક્ષા ન કરતાં, સ્પષ્ટીકરણ ક્યું કે નગરની બહાર શ્રીવન બગીચામાં અમારા ધર્મગુરુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજી રહ્યા છે. ત્યાં અમે રહીએ છીએ. ત્યાં હું જઈ રહ્યો છું. ગૌતમ સ્વામીની વાતો અને દર્શન વ્યવહારથી એવંતાકુમારને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આથી તેણે ગૌતમસ્વામીને નિવેદન ક્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ચરણ–વંદન કરવા આવું છું. ગૌતમ સ્વામીએ સાધુ ભાષામાં તેમને સ્વીકૃતિ આપી.
એવંતાકુમાર ગૌતમ સ્વામીની સાથે જ ભગવાનની સેવામાં પહોંચીને વિધિ સહિત વંદન કરી ભગવાનની સમીપ બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાનને આહાર બતાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા.
=
એવતાને વૈરાગ્યનો રંગ ઃ– ભગવાને અવસર જાણીને એવંતાને લક્ષ્યમાં રાખીને અને બીજા પણ ત્યાં ઉપસ્થિત શ્રોતાઓને ધ્યાનમાં રાખીને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યો. ભગવાનના સરળ સીધા વાક્યો એવંતાના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેનો તે દિવસ અને સંયોગ ધન્ય બની ગયા. અલ્પ સમયના સત્સંગે તેના દિલમાં સંયમ લેવાનાં દઢ સંકલ્પને ભરી દીધો. તેના ભીતરમાં છેક સુધી વૈરાગ્યનો રંગ પ્રસરી ગયો. ભગવાન પાસેથી સંયમની સ્વીકૃતિ લઈને તે ઘરે પહોચ્યો.
માતા–પિતાને સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. માતા ખૂબ જ ખુશ થઈ અને તેની પ્રશંસા કરી અને અંતે દીક્ષા લેવાની વાત પણ
તેમને કહી સંભળાવી.