________________
આગમસાર–પૂર્વાર્ધ
48
માતાની સાથે સંવાદ :–શ્રીદેવી માતા તેની વાતની ઉપેક્ષા કરી કહેવા લાગી કે હજી તો તું નાસમજ અને નાદાન છે. તું હમણાંથી દીક્ષા અને ધર્મમાં શું સમજે? એમ કહીને તેને ટાળવાનો પ્રયાસ ર્યો.
પરંતુ એવંતાકુમાર વાસ્તવમાં જ નિર્ભીક બાળક હતો. તેણે અપરિચિત્ત ગૌતમ સ્વામી સાથે વાત કરવામાં પણ હિચકિચાટ નહતો અનુભવ્યો. તો પછી માતાની સામે તેને શું સંકોચ થાય ? અને કરે પણ શા માટે ? તેણે તરત જ પોતાની વાત માતાની સમક્ષ મૂકી દીધી.
એવંતા : હે માતા ! તમે મને નાસમજ કહીને મારી વાતને ટાળવા ઇચ્છો છો. પરંતુ હે માતા ! હું – ''જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું'' માતા વાસ્તવમાં વાતને ટાળવા ઇચ્છતી હતી. પરંતુ એવંતાના આ વાક્યોએ માતાને મુંઝવી દીધી. તે પણ આ વાક્યોનો અર્થ ન સમજી શકી અને એવંતાને આવા પરસ્પર વિરોધી વાક્યોનો અર્થ પૂછવા લાગી.
એવંતાએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી અને સ્વયં એક બુદ્ધિનિધાન અને હોંશિયાર વ્યક્તિ હતા. માતાની મુંઝવણનું સમાધાન કરતાં તેણે કહ્યું કે :–
એવંતા :૧.હે માતા-પિતા! હું જાણું છું કે જે જન્મ્યો છે તે અવશ્ય મરવાનો છે. હું પણ અવશ્ય મરીશ પરંતુ ક્યારે, ક્યાં અને કેવી રીતે મરીશ એ હું નથી જાણતો અર્થાત્ આ ક્ષણભંગુર વિનાશી મનુષ્યનું શરીર ક્યારે સાથ છોડી દેશે, ક્યારે મૃત્યું થશે, તે હું નથી જાણતો.
૨. હે માતા પિતા! હું એ નથી જાણતો કે હું મરીને ક્યાં જઈશ? કઈ ગતિ કે યોનિમાં જન્મવું પડશે? પરંતુ હું એ જાણું છું કે જીવ જેવા કર્મો આ ભવમાં કરે છે તે અનુસાર તેને ફળ મળે છે. તદ્નુસાર જ તે એવી ગતિ અને યોનિમાં ઉત્પન્ન થશે. અર્થાત્ જીવ સ્વકૃત કર્માનુસાર જ નરક–સ્વર્ગ આદિ ચતુર્ગતિમાં જન્મે છે, તે હું જાણું છું.
ઉત્તરનો સાર ઃ– તેથી હે માતા–પિતા ! ક્ષણભંગુર અને નશ્વર એવા માનવ ભવમાં શીધ્ર ધર્મ અને સંયમનું પાલન કરી લેવું જોઇએ. એ જ બુદ્ધિમાની છે. આમ કરવાથી, ક્ષણિક એવા આ માનવ ભવનો અપ્રમત્તતા પૂર્વક ઉપયોગ થઈ જશે. અને મર્યા પછી પણ પરિણામ સ્વરૂપ સદ્ગતિ જ મળશે. આ રીતે સંયમ ધર્મની આરાધનાથી જીવ સ્વર્ગ અથવા મુક્તિગામી જ બને છે. અન્ય બધાં જ દુર્ગતિના માર્ગો બંધ થઈ જાય છે. તેથી હે માતાપિતા ! હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું, તમે મને આજ્ઞા આપો. આ પ્રમાણે એવંતાએ પોતાના વાક્યોની સત્યતા સાબિત કરી આપી કે– (૧.) જે હું જાણું છું તે નથી જાણતો અને (૨.) જે નથી જાણતો તે હું જાણું છું.
(જં ચેવ જાણામિ, તં ચેવ ન જાણામિ, જં ચેવ ન જાણામિ, તેં ચેવ જાણામિ )
એવંતા રાજા :– અન્ય પ્રકારે પણ માતા–પિતાએ તેને સમજાવવાનો અને ટાળવાનો પ્રયત્ન ર્યો. પરંતુ એવંતાની રુચી અને લગન અંતરની સમજપૂર્વકની હતી. તેનો નિર્ણય સબળ હતો. આથી માતા–પિતા તેના વિચારો પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારે તેમણે કેવલ પોતાના મનની સંતુષ્ટિ માટે એતાને એક દિવસનું રાજ્ય આપ્યું અર્થાત્ એવંતાનો રાજ્યાભિષેક કરી પોતાની હોંશ અને તમન્ના પૂરી કરી. એવંતા એક દિવસ માટે રાજા બન્યો પરંતુ બાળક હોવા છતાં પણ તેની દિશા તો બદલાઇ જ ચૂકી હતી. તે બાલ રાજાએ માતા–પિતાના પૂછવાથી પોતાની દીક્ષા સંબંધી આદેશ આપ્યો.
એવંતાની દીક્ષા : માતા–પિતાએ પોતાની ઇચ્છાનુસાર તેનો દીક્ષા મહોત્સવ ર્યો અને ભગવાન મહાવીરની સમક્ષ લઈ જઈને શિષ્યની ભિક્ષા અર્પિત કરી. અર્થાત્ તે બાલકુમાર એવંતાને દીક્ષિત કરવાની અનુમતિ આપી દીધી. ભગવાને તેમને દીક્ષાપાઠ ભણાવ્યો અને સંક્ષેપમાં સંયમ આચારનું જ્ઞાન અને અભ્યાસ કરાવ્યા.
એવંતા મુનિની દ્રવ્ય નૈયા તરી :– એક દિવસ વર્ષાઋતુમાં વર્ષા વરસ્યા પછી શ્રમણ શૌચ ક્રિયા માટે નગરની બહાર જઈ રહ્યા હતા. એવંતામુનિ પણ સાથે ગયા. નગરની બહાર થોડા દૂર આવીને પાત્રી અને પાણી આપીને તેને બેસાડી દીધો. અને તે શ્રમણ થોડે દૂર
ચાલ્યા ગયા.
કુમાર શ્રમણ શૌચ ક્રિયાથી નૃિવત થઈને સૂચિત્ત કરાયેલી જગ્યાએ જઈને શ્રમણોની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યાં એક તરફ વર્ષાનું પાણી મંદગતિથી વહીને જઈ રહ્યું હતું. તે જોઈને એવંતા મુનિને ક્ષણભર માટે બાલ્યભાવ જાગી ઉઠયો. તેમાં તે સંયમ સમાચારીને ભૂલી ગયા. આજુ-બાજુની માટી લીધી અને પાણીનાં વહેણને રોકી દીધું. તે રોકાયેલા પાણીમાં પાત્રી મૂકી તેને ધક્કા મારીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે – મારી નાવ તરે છે... મારી નાવ તરે છે....! આ પ્રમાણે ત્યાં રમતાં રમતાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. થોડી જ વારમાં અન્ય સ્થવિરો પણ શૌચ ક્રિયાથી નિવૃત થઈને આવી પહોંચ્યા દૂરથી જ તેમણે એવંતાકુમાર શ્રમણને રમતાં જોઈ લીધો. નજીક આવ્યાં ત્યારે એવંતા મુનિ પોતાની રમતથી નિવૃત થઈને તેમની સાથે ચાલવા લાગ્યા. સ્થવિરનું સમાધાન :–શ્રમણોના મનમાં એવંતામુનિનું એ દૃશ્ય ભમવા લાગ્યું તેઓ ભગવાન પાસે પહોચ્યા અને પ્રશ્ન ર્યો કે ભંતે ! આપનો અંતેવાસી શિષ્ય એવંતાકુમાર શ્રમણ કેટલા ભવો કરીને મોક્ષ જશે ?
ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે હે આર્યો ! આ કુમાર શ્રમણ એવંતા આ જ ભવમાં મોક્ષમાં જશે. તમે લોકો તેનાથી કોઈપણ જાતની ધિક્કાર, ધૃણા કે કુતૂહલભાવ ન કરતાં, સમ્યક્ પ્રકારે એને શિક્ષિત કરો અને સંયમ ક્રિયાઓથી તેને અભ્યસ્ત કરો. તેની ભૂલ પર હીન ભાવના કે ઉપેક્ષાનો ભાવ ન લાવતાં બાલશ્રમણની બરાબર સંભાળ લ્યો. વિવેકપૂર્વક જ્ઞાન દાન અને સેવા આદિ કરો પરંતુ તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર ર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર ર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભક્તિ પૂર્વક યોગ્ય આહાર–પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા.
એવંતા મુનિનું મોક્ષગમન :- એવંતા મુનિએ યથાસમય અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ ર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શક્તિનો વિકાસ ર્યો. ભિક્ષુની બાર પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરીને