________________
jainology |
સંકલ્પોને જાણી લીધા. યક્ષનો ઉપદ્રવઃ–પોતાની પ્રતિષ્ઠા ખાતર તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ ક્યોં તડાતડ બંધનો તોડી નાખ્યા અને કાષ્ઠની તે પ્રતિમાના હાથમાં રહેલું એક મણ અને સાડા બાવીસ સેર અર્થાત્ ૫૭ કિલોનાં લોઢાનું મુલ્ગર ઉપાડયું. મુદ્ગર લઈને ક્રમશઃ છએ પુરુષોને મુદ્ગરના ઘાથી મોત ઘાટ ઉતારી દીધા. અને પછી બેભાન(બેધ્યાન) બનીને તેણે બંધુમતી ભાર્યાને પણ મોતને ઘાટ ઉતારી દીધી
અર્જુનના શરીરમાંથી યક્ષ ન નીકળ્યો તેથી યક્ષાવિષ્ટ (પાગલ) બનેલો તે અર્જુન રાજગૃહી નગરીની બહાર ચારેય તરફ ફરતાં–ફરતાં ૬ (છ) પુરુષ અને એક સ્ત્રીની હંમેશને માટે ઘાત કરવા લાગ્યો. રાજા શ્રેણિક પણ એ યક્ષની સામે કંઈ જ ઉપાય ન કરી શક્યા. નગરમાં ઘોષણા કરાવી કે કોઈ વ્યક્તિ કોઈ પણ કામ માટે નગરની બહાર નહીં જાય કારણ કે નગરની બહાર યક્ષાવિષ્ટ
45
આગમસાર
અર્જુન માળી મુદ્ગર લઈને ફરી રહયો છે. અને મુદ્ગરના પ્રહારથી સ્ત્રી–પુરુષોને મારી નાખે છે.
આ પ્રમાણે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ સ્ત્રી પુરુષોના પ્રાણ હર્યા. આ સંખ્યા મૂળ પાઠમાં નથી પણ શ્રેણિકચરિત્રમાં મળે છે.
:
ભગવાનનું પદાર્પણ :– વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. તેઓ ગુણશીલ બગીચામાં બિરાજયા. નગરના લોકોને સમાચાર મળ્યા. પરંતુ યક્ષાવિષ્ટ અર્જુનના ભયથી કોઈ પણ ભગવાનની પાસે જવા માટે તૈયાર ન થયાં. બધાં અંદરો–અંદર એક–બીજાને પણ ના પાડવા લાગ્યા.
સુદર્શન શ્રાવકની અદ્ભુત પ્રભુ ભક્તિ :– તે નગરીમાં સુદર્શન શ્રાવક ૨હેતા હતા. જે આગમ વર્ણિત શ્રાવકનાં બધાં જ ગુણોથી યુક્ત હતા; દઢ ધર્મી અને પ્રિય ધર્મી હતા. જ્યારે તેમણે ભગવાનના આગમનની વાત સાંભળી ત્યારે તેમણે દર્શન કરવા જવાનો સંકલ્પ ક્યોં. માતા–પિતા પાસે આજ્ઞા માંગી. ઉત્તર-પ્રત્યુત્તર થયા, પિતાનું કહેવું હતું કે અહીંથી જ ભગવાનને વંદન કરી લો. બહાર યક્ષનો પ્રકોપ છે, પ્રભુ કેવલજ્ઞાની છે. માટે તમારા વંદન સ્વીકારી લેશે. પરંતુ સુદર્શનના ઉત્તરમાં દઢતા હતી કે જ્યારે નગરીની બહાર જ ભગવાન પધાર્યા છે તો તેમની સેવામાં જઈને જ દર્શન કરવા જોઇએ. ઘેર બેસીને તો હંમેશાં દર્શન કરીએ છીએ. અત્યંત આગ્રહ ર્યા પછી આજ્ઞા મળી ગઈ. નગરીની બહાર અર્જુનનો ઉપદ્રવ તો હતો જ.
કેટલાક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ એ જ આશામાં હતાં કે કોઈને કોઈ ધર્મવીર અવશ્ય માર્ગ કાઢશે. સુદર્શનને જતાં જોઈને કેટલાયે લોકોએ આશા બાંધી. કારણ કે નગરમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. ધીર, વીર, ગંભીર, અલ્પભાષી સુદર્શન એકલા જ નગરની બહાર નીકળ્યા. ગુણશીલ બગીચામાં જવાની દિશાના માર્ગમાં જ યક્ષાવિષ્ટ અર્જુન માળીનો પડાવસ્થાન અર્થાત્ મુદ્ગરપાણિનું યક્ષાયતન આવ્યું. અર્જુનમાળીએ દૂરથી સુદર્શનને પોતાની તરફ આવતાં જોયા. તે ઉઠયો અને સુદર્શન તરફ મુન્દ્ગર ફેરવતો ચાલ્યો.
ભક્તિની અનુપમ શક્તિ :- સુદર્શન શેઠે યક્ષાવિષ્ટ અર્જુનને દૂરથી આવતો જોઈને શાંતિથી ભૂમિ પ્રમાર્જન કરીને બેસી ગયા. અરિહંત–સિદ્ધને નમસ્કાર કરીને સાગારી સંથારો ધારણ ર્યો. ઉપસર્ગથી મુક્ત થવાનો આગાર રાખ્યો.
યક્ષાવિષ્ટ અર્જુન નજીક આવ્યો અને જોયું કે સુદર્શન પર મુગરનો પ્રહાર લાગતો નથી. તેણે ચારેય તરફ મુન્દ્ગરને ઘુમાવીને તેનાથી મારવાનો પ્રયત્ન ર્યો. પરંતુ મુદ્ગર આકાશમાં જ સ્થિર થઈ ગયું પરંતુ સુદર્શન ઉપર પડ્યો નહીં. ત્યારે સુદર્શન પાસે જઈને યક્ષ તેને એકી ટસે જોવા લાગ્યો. તો પણ કંઈ જોર ચાલ્યું નહીં એટલે એ યક્ષ અર્જુન માળીના શરીરમાંથી નીકળી ને મુગર લઈને ચાલ્યો ગયો.
ઉપદ્રવની સમાપ્તિ :– યક્ષના નીકળી જવાથી અર્જુનનું દુર્બલ બનેલું શરીર ભૂમિ પર પડી ગયું. ઉપસર્ગની સમાપ્તિ થઈ એમ જાણીને સુદર્શન શ્રમણોપાસક પોતાના વ્રત–પ્રત્યાખાનથી નિવૃત્ત થયા. અર્જુનની સારસંભાળ કરી. થોડી જ વારમાં સ્વસ્થ થઈને તે ઉઠયો અને તેણે સુદર્શનને પૂછ્યું કે તમે કોણ છો ? અને ક્યાં જાઓ છો ? ઉત્તરમાં સુદર્શને પોતાના મંતવ્યો પ્રગટ ર્યાં. અર્જુનમાળી પણ ભગાવનના દર્શન કરવા માટે સાથે ચાલ્યો. ખબર ફેલાતા વાર ન લાગી. નગરીના લોકોએ મુગરને જતાં જોઈ લીધું. સુદર્શન અને અર્જુનની પાછળ લોકોના ટોળેટોળા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયાં. સુદર્શન અને અર્જુન સહિત વિશાળ પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો.
અર્જુનની દીક્ષા :– - અર્જુનમાળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બની ગયું. વીતરાગ ધર્મમાં તેને શ્રદ્ધા અને રુચિ થઈ. સંયમ અંગીકાર કરવો, એમ એણે જીવન માટે સાર્થક સમજ્યું. તેની પત્ની બંધુમતી તો મરી જ ચુકી હતી. તેને એક પણ સંતાન ન હતું. ભગવાન સમક્ષ પોતાના સંયમ લેવાના ભાવો પ્રગટ ર્ડા. ભગવાનની સ્વીકૃતિ મળી ગઈ. તે જ સમયે લોચ ર્યો; વસ્ત્ર પરિવર્તન ર્યા અને ભગવાન સમક્ષ પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેને સંયમનો પાઠ ભણાવ્યો. અહીં આજ્ઞા લેવાનું વર્ણન નથી. કદાચ રાજાની આજ્ઞાથી દીક્ષા આપી દેવામાં આવી હશે.
અર્જુન અણગારને પરિષહ ઉપસર્ગ :– અર્જુન અણગારે સંયમ વિધિ અને સમાચારીનું સંક્ષેપમાં જ્ઞાન મેળવ્યું. આજીવન નિરંતર છઠ – છઠ પારણા કરવાની પ્રતિજ્ઞા કરી અર્થાત્ દીક્ષા લઈને જ છઠના પારણે છઠની તપશ્ચર્યા પ્રારંભી દીધી. પ્રથમ પારણામાં ભગવાનની આજ્ઞા લઈને સ્વયં જ ગોચરી માટે ગયા રાજગૃહીમાં જ અર્જુન માળીએ ૧૧૪૧ મનુષ્યોની હત્યા કરી હતી. આજે એ જ અર્જુન અણગાર તે જ નગરીમાં ભિક્ષા માટે નીકળ્યા.
માર્ગમાં ચાલતી વખતે અથવા કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતી વખતે તેની આસ-પાસ કેટલાય બાળકો, જુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો વગેરે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા – આ અર્જુને મારા પિતાને માર્યા, તેણે મારા ભાઈને માર્યો, તેણે મારી બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન–પીડન કરી પરેશાન કરતાં; કેટલાક માર-પીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, તે બધા ને અર્જુનમુનિ સમભાવથી સહન કરતા મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુક્ત થઈને શાંત અને ગંભીરભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર–પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉદ્યાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે