________________
આગમસાર–પૂર્વાર્ધ
44
આરાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્યના ભરોસે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વણાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રેસર થવું જોઇએ.
(૪) કૃષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર–ચઢાવને સમજીને એ સ્વીકારવું અને સમજવું જોઇએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યક્તિ સોમિલે જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થંકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી; આ બધાં પુણ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે.કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઇએ.
સમ્યક્ત્વના લક્ષણ : શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો,– મુક્ત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મેં વૈરાગ્ય, અંતર ભાવમૈં કરુણાં રહે,– વીતરાગ વાણી સહી, યોં અટલ આસ્થા નિત રહે.
‘છઠ્ઠો વર્ગ’
પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તી મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણેય વર્ગોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે.
આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠ અને અર્જુનમાલી તથા અતિમુક્ત રાજકુમાર અર્થાત્ એવંતામુનિનું જીવન વર્ણન છે.
પહેલું બીજું અધ્યયન – મકાઈ અને કિંકમ
પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવસરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યાં. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ ર્યું. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને સંપૂર્ણ ઘરની જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડયા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન ર્ક્યુ. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ ર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત ર્યો.
ત્રીજું અધ્યયન અર્જુનમાળી
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં “ અર્જુન”નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપન્ન હતી.
અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “ મુદ્ગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુદ્ગરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુનમાળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા–સારા ફૂલોને અલગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પ અપર્ણ કરતો; પંચાગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો.પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવિકા કમાતો હતો.
લલિતા ગોષ્ઠી : —તે જ નગરમાં લલિતા નામની ગોષ્ઠી રહેતી હતી. જેને વર્તમાન ભાષાઓમાં “ ગુંડાઓની ટોળી ’’ કહી શકાય. મહોત્સવ :– એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ સવારે વહેલાં ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી.
-
કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ થવાનું હતું.માળી–માલણ બંને બગીચામાં આવ્યા. ઘણાં બધાં ફૂલ એકઠા ર્ડા. છાબડીઓ ભરી અને મુદ્ગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફૂલો અલગ ર્યા.
ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ – · પતિ-પત્ની બંને યક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના ૬ પુરુષો પહેલેથી જ તે મંદિરમાં હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહયા હતા. અર્જુનમાળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર ક્યોં કે અર્જુનમાળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું.મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા.
અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ ર્યો. યક્ષને પ્રણામ ર્ડા, ફૂલ ચડાવ્યા અને પછી પંચાગ નમાવીને અર્થાત્ ઘૂંટણો ટેકવીને પ્રણામ ર્ડા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી બંધુમતી માલણ સાથે ઈચ્છિત ભોગ ભોગવવા લાગ્યા અર્થાત્ તેના ઉપર બળાત્કાર ર્યો. આંખોની સામે થઈ રહેલ આ કુકૃત્ય અર્જુન પડ્યો–પડ્યો જોતો જ રહ્યો. કારણ કે અવાજ કરવા છતાં પણ તે ગુંડાઓની સામે કોઈ પણ નહોતું આવતું. તેના મનમાં યક્ષ પ્રત્યે અશ્રદ્ધા અને શંકાના વિકલ્પો થવા લાગ્યા કે અરે ! બાપ-દાદા-પરદાદાઓથી પૂજિત આ પ્રતિમા માત્ર કાષ્ઠ જ છે. એમાં જો યક્ષ હોત તો શું તે મારી આપત્તિમાં મદદ ન કરત ? આ પ્રમાણે તે મનમાં ને મનમાં ક્રોધિત થયો હતો કે તેજ સમયે યક્ષે ઉપયોગ મૂકીને જોયું અને અર્જુનની અશ્રધ્ધાના