________________
jainology
આગમસાર નમસ્કાર ક્યું અને પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા ઇચ્છયું. તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભંતે! આ દ્વારિકા નગરીનો વિનાશ
ક્યા કારણે થશે? પ્રત્યુત્તરમાં ભગવાને આ પ્રમાણે સમાધાન ક્યું કે – સુરા (મદિરા), અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપના નિમિત્તથી દ્વારિકાનો વિનાશ થશે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને એવો વિચાર આવ્યો કે ધન્ય છે એ જાલિ, મયાલી આદિકુમારોને જેમણે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર ક્ય; હું અધન્ય અકૃતપુણ્ય છું કે હજી સુધી હું માનુષિક કામ–ભોગોમાં ફસાયેલો છું. ભગવાન પાસે સંયમ નથી લઈ શક્યો અને એક દિવસ મારાં જોતાં મારી હાજરીમાં જ દ્વારિકાનો વિનાશ થઈ જશે.
ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! બધા વાસુદેવો પૂર્વભવમાં નિયાણું કરે છે નિયાણા દ્વારા જ તેઓ વાસુદેવ બને છે. અને એ નિયાણાના તીવ્ર રસને કારણે જ કોઈ પણ વાસુદેવ દીક્ષા અંગીકાર કરી શકતા નથી.
આ સાંભળીને કૃષ્ણને પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા થઈ. પ્રશ્ન પૂછવા પર સમાધાન કરતા ભગવાને કહ્યું – દ્વિપાયન ઋિષિના કોપને કારણે દ્વારિકા બળીને નષ્ટ થઈ ગયા પછી, માતા-પિતા પરિવારજનોથી રહિત રામ બલદેવની સાથે (બલરામની સાથે) તમે પાંડ મથરા જવા માટે પ્રસ્થાન કરશો. કૌસાંબી વનમાં પહોંચીને વટ-વૃક્ષ નીચે પૃથ્વીશીલા પર પીળા વસ્ત્રથી શરીરને ઢાંકી વિશ્રામ કરશો, ત્યારે જરાકુમાર દ્વારા ફેંકાયેલું બાણ તમારા ડાબા પગમાં લાગશે. તે સમયે તમે ત્યાં કાળ કરીને ત્રીજી પૃથ્વીમાં જન્મ લેશો. ભગવાનનાં શ્રી મુખેથી પોતાનું આગામી ભવિષ્ય જાણીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન થઈ ગયા અને ઉદાસ મને આર્તધ્યાન કરવા લાગ્યા તથા વિલાપ કરવા લાગ્યા.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરતા કહ્યું કે હે કૃષ્ણ ! તમે આ આર્તધ્યાન ન કરો. તમે ત્યાંથી કાળ કરીને આગામી ભવમાં મારા જેવા જ તીર્થકર બનશો. ત્યાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરશો. પોતાનું કલ્યાણકારી ભવિષ્ય સાંભળીને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ખુશીમાં એટલા હર્ષ- વિભોર બની ગયા કે ત્યાં ભગવાન સન્મુખ પોતાની ખુશી પ્રગટ કરતાં સિંહનાદ
ર્યો. તેમની ખુશીના ભાવ એ હતા કે હું પણ એક ભવ કરીને તીર્થકર બનીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ અર્થાત્ કૃષ્ણ વાસુદેવના ભવમાં જ તેમણે પોતાની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના અને ધર્મ દલાલીથી તીર્થકર ગોત્ર નામ કર્મનો બંધ ર્યો હતો. જેથી તેઓ ત્રીજા ભવમાં આગામી ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બારમા “અમમ” નામના તીર્થકર થશે. કૃષ્ણની ધર્મ દલાલી :- આ પ્રમાણે ઉતાર-ચઢાવના વાર્તાલાપ પછી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી દ્વારિકામાં આવ્યા. સિંહાસન પર આરૂઢ થઈને પોતાના રાજકીય પુરુષોને આદેશ આપ્યો કે નગરીમાં ત્રણ માર્ગ અને ચાર રસ્તા વગેરે જગ્યાએ ત્રણ-ત્રણ વાર ઘોષણા કરાવો કે “આ દ્વારિકા નગરીનો વિનાશ થવાનો છે, જે કોઈ રાજા, રાજકુમાર, રાણીઓ, શેઠ, સેનાપતિ આદિ ભગવાનની પાસે દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરવા ઇચ્છે તો તેમને વાસુદેવ કૃષ્ણ તરફથી આજ્ઞા છે. તેઓ પોતાની પાછળની કોઈ પણ જવાબદારીની કોઈપણ પ્રકારે ચિંતા ન કરે. તેની બધી જ વ્યવસ્થા રાજય તરફથી કરવામાં આવશે. દીક્ષા મહોત્સવ પણ સ્વયં શ્રી કૃષ્ણ વાસુદેવ કરશે.” કૃષ્ણની આજ્ઞા અનુસાર નગરમાં ઘોષણા કરવામાં આવી. ભાગ્યશાળી કેટલાય આત્માઓએ આ સૂચનાનો લાભ લીધો. પદ્માવતીની દીક્ષા - કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી દેવી પણ સંસારથી વિરક્ત થઈ. તેમણે પણ સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. કૃષ્ણ વાસુદેવે સહર્ષ અનુમતિ આપી અને ભવ્ય સમારોહ દ્વારા પોતાની જાતે જ પદ્માવતીનો દીક્ષા મહોત્સવ ર્યો. ભગવાનની સન્મુખ પદ્માવતીને લાવ્યા અને નિવેદન કર્યું કે હે ભગવાન ! આ મને પ્રાણથી પણ અતિ પ્યારી પદ્માવતી દેવી છે. તે સંસારથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ છે. તેથી હું આપને શિષ્યાના રૂપમાં ભિક્ષા આપું છું. આપ એનો સ્વીકાર કરો.
ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ એને દીક્ષા પ્રદાન કરી અને પ્રમુખા સાધ્વી યક્ષા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપી દીધી. પદ્માવતી આર્યાજીએ તેમની પાસેથી સંયમ વિધિનું જ્ઞાન પ્રાપ્ત ર્ક્સ. અગિયારસંગોનું અધ્યયન ક્યું અને વિવિધ તપશ્ચર્યાઓ દ્વારા પોતાની આત્મ-સાધના કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન ક્યું. અંતમાં માસખમણના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
અધ્યયન ૨ થી ૧૦ સુધી આ જ પ્રમાણે કૃષ્ણની અન્ય પટ્ટરાણીઓ-૨. ગોરી ૩. ગંધારી ૪. લક્ષ્મણા ૫. સુસીમા ૬. જાંબવતી ૭. સત્યભામા ૮. રુકિમણી આદિએ પણ સંયમ અંગીકાર કરીને ૨૦ વર્ષમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
તેજ રીતે કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબકુમારની બંને પત્નીઓ૯. મૂલશ્રી ૧૦. મૂલદત્તા કૃષ્ણની આજ્ઞા લઈને દીક્ષિત થયા. કારણ કે સાંબકમાર તો પહેલેથી જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. તેમણે પણ ૨૦ વર્ષ સુધી સંયમ પા વર્ગના દસ અધ્યયનોમાં દસ રાણીઓનું મુક્તિગમન વર્ણન પૂર્ણ થયું. શિક્ષા - પ્રેરણા:(૧) તીર્થકર ભગવાનનો સંયોગ મળી ગયો, “નગરી બળવાની છે,” એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ હજારો
નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શક્યા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા. આ જીવોની એક ભારી કર્માવસ્થા છે. ભગવાન તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર કેટલાય જીવો પણ દીક્ષા ન લઈ શક્યા. તાત્પર્ય એ જ છે કે સંયમની ભાવના અને સુંદર સંયોગ બધા લોકોને મળતાં નથી. મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઇએ. પ્રમાદ – આળસ અને ઉત્સાહ હીનતાની બેદરકારીમાં રહી ન જવું. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તો પણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારિકા
વિનાશનું નિમિત્ત પણ પ્રેરક હતું. આવી જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામ કર્મ ઉપાર્જન ક્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ
છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ થઈને ધર્મ
(૨) મનુષ્ય