________________
35
jainology
આગમસાર બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન ર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે. રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુક્ત વૈરાગ્ય પૂર્ણ જીવનનાં વૃત્તાંતો આ સૂત્રમાં અંકિત છે.
નેવુ મુક્ત આત્માઓ સિવાય સુદર્શન શ્રાવક, શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકી રાણીની એક ઝલક પણ અંકિત છે. જેમાં ત્રણેય આત્માઓને વીતરાગ વાણી પ્રત્યે દઢ શ્રધ્ધાવાન અને પ્રિયધર્મી, દઢ ધર્મી બતાવવામાં આવ્યા છે.
આ સૂત્રના રચયિતા સ્વયં ગણધર ભગવંત છે. ઉપાસક દશાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ દશ અધ્યયન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે હતાં, એવું ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર અને અનેક ગ્રંથોમાં આવતાં વર્ણનો પરથી જણાય છે પરંતુ નંદી સૂત્રની રચના સમયથી આ સૂત્રનું આઠ વર્ગમય નેવુ અધ્યયનાત્મક આ સ્વરૂપ ઉપલબ્ધ છે.
કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ, અને જીવન-પ્રેરક તત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે. અંગોમાં આ આઠમું અંગ છે. એના આઠ વર્ગ(વિભાગ) છે. પર્યુષણના દિવસો પણ આઠ છે. અને આઠ કર્મોનો ક્ષય કરવાનો જ સાધકનો મુખ્ય હેતુ છે, લક્ષ્ય છે. આ રીતે સંખ્યાનો મેળાપ કરીને પણ આ સૂત્રનો પર્યુષણમાં વાંચન સાથેનો સંબંધ જોડવામાં આવે
પ્રથમ દિનઃ પ્રારંભિક વ્યાખ્યાન ભાગ્યશાળી જીવોને જ શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળે છે. ઉત્તરા ૦ અ. -૩ માં ધર્મના ચાર અંગોની દુર્લભતા વર્ણવવામાં આવી છે. જેમાં જિનવાણીનું શ્રવણ પણ જીવને દુર્લભ કહેવામાં આવ્યું છે. ચોથા આરામાં પણ કોઈ વિરલ અને ભાગ્યશાળી લોકો જ તીર્થકર પ્રભુની વાણીનું શ્રવણ કરી શકતા હતા. અન્ય અનેક લોકો તો આળસ પ્રમાદ અને મિથ્યાત્વ ભાવોના કારણે વંચિત્ત જ રહી જતાં હતાં. માટે આ પાંચમા આરામાં મહાન પુણ્યનો ઉદય હોય તેને જ શાસ્ત્ર શ્રવણનો સંયોગ મળે છે. ધર્મ અને મોક્ષની આધાર શિલા પણ ધર્મ શ્રવણ જ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કેઃ
| (સવણે નાણે વિણાણે, પચ્ચકખાણે ય સંજમે – અણહવે તવે ચેવ, વોદાણે અકિરિયા સિદ્ધી) અર્થ :- શાસ્ત્ર શ્રવણથી સામાન્ય જ્ઞાન થાય છે; તેના ચિંતનથી વિશેષ જ્ઞાન અને પછી પ્રત્યાખ્યાન તથા સંયમ ગ્રહણ કરી શકાય છે; જેનાથી આશ્રવ રોકાય છે અને પછી ક્રમશ: તપ અને નિર્જરા દ્વારા અક્રિયા અવસ્થા પ્રાપ્ત થાય છે. અક્રિય બનેલો જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રાપ્તિ, સંયમ સ્વીકાર અને આત્મજ્ઞાન વિજ્ઞાન આ બધું ધર્મ શ્રવણ પછી જ સંભવ અને શક્ય બને છે. તેથી જ ભગવતી સૂત્રની ઉપર્યુક્ત ગાથામાં સર્વ પ્રથમ ધર્મ શ્રવણનો ઉપદેશ છે. ઉપલબ્ધ આગમોમાંથી આઠ દિવસમાં પૂર્ણ થઈ શકે એવો અને રોચક તથા પ્રેરક દષ્ટાંતોથી યુક્ત હોવાને કારણે પૂર્વાચાર્યોએ આ અંતગડ સૂત્રને પર્યુષણ વ્યાખ્યાનમાં વાંચવાનું શરૂ કર્યું છે.
આ સૂત્રમાં આવા જ નેવુ (૯૦) ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવના અંતમાં સમસ્ત કર્મોનો અને સંસારનો અંત કરી દીધો. આ કારણથી જ આ સૂત્રનું 'અંતકૃત' એ નામ પણ સાર્થક છે.
ધર્મધ્યાનના આઠ દિવસોમાં જીવન સંસ્કારિત બને, ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ–વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેક વધે, વિચાર અને પ્રવૃતિઓ શુદ્ધ બને તેમજ પ્રબળ પ્રેરણાઓથી સંયમ ધારણ કરવાનો દઢ આત્મ સંકલ્પ બને. એ જ આપણું શાસ્ત્ર વાંચન અને શ્રવણનું લક્ષ્ય હોવું જોઇએ.
રૂચિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરવાથી અને યોગ્ય સમયે ઉપસ્થિત રહીને નિરંતર અને પરિપૂર્ણ શાસ્ત્ર શ્રવણ કરવાથી શુદ્ધ અને સાચો આનંદ આવે છે. આથી શ્રોતાજનોએ સમયનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.
પ્રથમ વર્ગ: પ્રથમ અધ્યયન: ગૌતમ ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરી નામની રાજધાની હતી. જે ૧૨ યોજન (૯૬ માઈલ) લંબાઈમાં અને ૯ યોજના (૭ર માઈલ) પહોળાઈમાં વિસ્તૃત હતી. તે નગરીનું નિર્માણ પ્રથમ દેવલોકના ધનપતિ કુબેર નામના દેવની બુદ્ધિથી થયું હતું. (ધણવઈ મઈ સિમિયાં) તેનો ઘટના ક્રમ આ પ્રમાણે છે – દ્વારિકા નિર્માણનો ઈતિહાસ : કૃષ્ણ કંસનો વધ કર્યો ત્યાર પછી તેની પત્ની જીવયશાએ પોતાના પિતા જરાસંધ પ્રતિ વાસુદેવની. પાસે ફરિયાદ કરી. ક્રોધિત થઈને જરાસંધે સમુદ્રવિજય આદિ યાદવ જનોને આદેશ આપ્યો કે કૃષ્ણકુમારને મને સોંપી ધો અન્યથા હું યાદવોનો નાશ કરી દઈશ. જરાસંધના આતંકથી યાદવોએ ગુપ્ત રીતે સૌર્યપરને છોડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. ૨સ્તા વચ્ચે તેમને હેરાન કરવા માટે જરાસંઘના પુત્ર કાલકુમારે સેના લઈને પીછો ક્યો પરંતુ દેવમાયામાં ફસાઈ જતાં તે મૃત્યુ પામ્યો. અને યાદવો સકુશળ સૌરાષ્ટ્ર પહોંચી ગયા. યોગ્ય સ્થાન જાણીને શ્રી કૃષ્ણ અઠ્ઠમ તપ ર્યો અને તેમાં ધનપતિ વૈશ્રમણ દેવની આરાધના અને સ્મરણ કર્યું. દેવ ઉપસ્થિત થયો અને કૃષ્ણની વિનંતી થતાં તેણે પોતાના અનુગામી દેવોને આદેશ–નિર્દેશ આપ્યો અને નગરીનું નિર્માણ કરાવ્યું. તે નગરીમાં અનેક મોટાં-મોટાં દરવાજાઓ બનાવવામાં આવ્યાં હતાં. તેને કારણે તેનું નામ દ્વારવતી રાખવામાં આવ્યું. આગળ જતાં તે દ્વારિકા તરીકે ઓળખાવા લાગી. તે નગરીનો કિલ્લો(કોટ) સુવર્ણમય હતો. તેના બૂરજ ગોખલા આદિ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતા કૃષ્ણ વાસુદેવની સમૃદ્ધિ : કાળાંતરે કૃષ્ણનું પ્રતિ વાસુદેવની સાથે યુદ્ધ થયું. જરાસંધ યુદ્ધમાં પોતાના ચક્રથી કૃષ્ણના હાથે માર્યો