________________
36
આગમચાર-પૂર્વાર્ધ ગયો. તે પછી કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ રાજા બન્યા. તેમની રાજ્ય ઋદ્ધિ, ઐશ્વર્ય આ પ્રમાણે હતા
સમુદ્રવિજય આદિ મુખ્ય દસ તેમના પૂજનીય રાજાઓ હતા. બળદેવ આદિ પાંચ મહાવીર પદવી ધારીઓ હતા. પ્રદ્યુમ્ન. પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમાર પદ પર હતા.સાંબ પ્રમુખ ૬૦ હજાર દુર્દીત પદ ધારી હતા. મહાસેના પ્રમુખ ૬૫ હજાર સેનાપતિ પદવી ધારી હતા. વિરસેન પ્રમુખ ૨૧ હજાર 'વીર' પદ પર પ્રતિષ્ઠિત હતા. ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં હતો. રુકમણી પ્રમુખ ૧૬ હજાર રાણીઓ તેમના રાજ્યમાં હતી, અન્ય અનેક યુવરાજ, શેઠ, સાર્થવાહ, આદિ પ્રજાગણનું અને ત્રણ ખંડ રૂપ અર્ધ ભરત ક્ષેત્રનું આધિપત્ય-સ્વામિત્વનું પાલન કરતા અને વિપુલ સુખ ભોગવતાં શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા. ગૌતમ કુમારનો જન્મ - કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રહેતા હતા. તેમની ધારિણી નામની રાણીએ એકવાર “સિંહ પોતાના મુખમાં પ્રવેશે છે” એવું સ્વપ્ન જોયું. રાજાને નિવેદન ક્યું. સ્વપ્ન પાઠકોએ અત્યંત તેજસ્વી અને યશસ્વી પુત્ર રત્નની ઉત્પત્તિનો શુભ સંદેશ સંભળાવ્યો. નવ માસ વ્યતીત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. ગૌતમ કુમારનું બાળપણ સુખરૂપ પસાર થયું. કલાચાર્યની પાસે અધ્યયન ક્યું. યૌવન વયમાં આઠ યોગ્ય કન્યાઓની સાથે તેમનું એક જ દિવસે પાણિગ્રહણ થયું. રમ્ય પ્રાસાદમાં(મહેલમાં) તેઓ માનષિક ભોગોનો ઉપભોગ કરતાં રહેવા લાગ્યા. ગૌતમ કુમારની દીક્ષા –એક વાર વિચરણ કરતા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ચાર જાતિના દેવો, કૃષ્ણ વાસુદેવ અને નાગરિક ગણ ભગવાનના સમવસરણમાં આવ્યા. સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદનું વિસર્જન થયું.
ગૌતમ કુમારે ભગવાનને વિનંતી કરી કે હું માતા-પિતા પાસેથી અનુમતિ પ્રાપ્ત કરીને આપની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું. ભગવાનની સ્વીકૃતિ પ્રાપ્ત કરીને ગૌતમ કુમાર ઘરે પહોંચ્યા. માતા-પિતા સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને અનુમતિ માંગી. દીક્ષાની વાત સાંભળીને માતા-પિતાને મોહ ભાવને કારણે અત્યંત દુ:ખ થયું. તેઓએ પુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન ક્ય પરંતુ ગૌતમ કુમારની વિચારધારામાં પરિવર્તન થયું નહીં, તેમણે માતા-પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે રાજ્ય ગ્રહણ ક્યું. પછી સંપૂર્ણ વૈભવ ત્યાગીને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થઈ ગયા. પરિષદ સમક્ષ ગૌતમ કુમારે ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવન! આ સમગ્ર સંસાર જરા અને મરણરૂપ અગ્નિથી બળી રહ્યો છે. તેમાંથી હું મારા આત્માનો નિસ્તાર કરવા ઇચ્છું છું અતઃ આપ મને સંયમ પ્રદાન કરો. ગૌતમ મુનિનો સંયમ, તપ અને અધ્યયન :ભગવાન અરિષ્ટનેમિએ તેમના (ગૌતમના માતા-પિતાની આજ્ઞા મેળવીને, ગૌતમ કુમારના ભાવોને જાણીને તેમને સંપૂર્ણ સાવધયોગના ત્યાગ રૂપ સામાયિક ચારિત્ર પ્રદાન ક્યું. અર્થાત્ વિધિપૂર્વક દીક્ષાનો પાઠ ભણાવ્યો તેમજ યોગ્ય શિક્ષા-દીક્ષા આપીને તેમને અધ્યયન માટે સ્થવિર ભગવંત (ઉપાધ્યાય) પાસે રાખ્યા. ત્યાં તેમણે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગ સૂત્રોનું કંઠસ્થ અધ્યયન પૂર્ણ કર્યું. સાથે અનેક પ્રકારના ઉપવાસ આદિ તપ અને મા ખમણ સુધીના તપ દ્વારા આત્માને ભાવિત બનાવ્યો. અગિયાર અંગનું અધ્યયન સમાપ્ત થયા પછી ગૌતમ અણગારે ભગવાન પાસેથી આજ્ઞા લઈને ભિક્ષુની બારે પડિકાઓની આરાધના કરી. ભિક્ષુની પડિકામાં આઠ મહિના સુધી એકાકી વિચરણ કરવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન દશાશ્રુત સ્કંધમાં છે.
થયા પછી ગૌતમ અણગારે ગુણ રત્ન સંવત્સર તપ કરવાની આજ્ઞા લઈને સોળ મહિના સુધી તપની આરાધના કરી. આ તપમાં પ્રથમ માસે નિરંતર ઉપવાસ બીજા મહિનામાં નિરંતર છઠ્ઠ એવી રીતે ક્રમશઃ વધારીને તપસ્યા કરવામાં આવે છે. ગૌતમ મુનિની મુક્તિ :- આ પ્રકારે બાર વર્ષના સંયમ પર્યાય (જીવન) બાદ શત્રુંજય પર્વત ઉપર એક માસના (સંખેલના) સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને જે પ્રયોજનથી નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશલોચ, ખુલ્લા પગે ભ્રમણ, બ્રહ્મચર્ય વ્રત, ભિક્ષાવૃતિ વગેરેને ધારણ કર્યા હતા તથા લાભ–અલાભ, આક્રોશ, વધ આદિ પરિષહ અને ઉપસર્ગ સ્વીકાર્યા હતા અને સ્નાન, દંત–મંજન, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કરી મોક્ષગામી બન્યા.
૨ થી ૧૦ સુધીના શેષ નવ અધ્યયન ગૌતમ કુમારની જેમ જ બાકીના નવ (૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) સિમિત (૫) અચલ (૬) કાંડિલ્ય (૭) અક્ષોભ ૮) પ્રસેનજીત અને (૯) વિષ્ણુકુમારનું વર્ણન છે. અર્થાત્ દશેયનું સાંસારિક જીવન પરિચય, સુખ-સમૃદ્ધિ અને સાધના જીવન લગભગ એક સરખા છે. બધાએ બાર વર્ષની દીક્ષા પર્યાયમાં વિવિધ તપ અને અગિયાર અંગોના જ્ઞાનની સાથે ભિક્ષુની બાર પડિમાઓનું આરાધન ક્યું અને ગુણ રત્ન સંવત્સર તપ પણ ક્યું. અંતિમ સમયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પહોંચ્યા.
બીજો વર્ગ આ વર્ગમાં આઠ અધ્યયન છે જેમાં (૧) અક્ષોભ (૨) સાગર (૩) સમુદ્ર (૪) હિમવંત (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભિચન્દ્ર આ આઠ રાજકુમારોનું વર્ણન છે. જે ગૌતમ કુમારની જેમ જ છે. વિશેષતા માત્ર એટલી છે કે આ આઠેયનો દીક્ષા પર્યાય સોળ વર્ષનો હતો. તેઓ પણ અંતે એક મહિનાના સંથારા વડે શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. બંને વર્ગોમાં આવેલા નામોમાં ચાર નામ પરસ્પર સમાન છે. તે સિવાય દશ દસાઈ (સમુદ્રવિજય આદિ)ના નામોમાં વસુદેવજી સિવાયના નવ નામો આ અઢાર અધ્યયનમાં મળે છે. તે કાળમાં સમાન નામો આપવાની પ્રથા હશે. તેથી આવું બનવું સંભવ છે. ટિપ્પણ:- સગાભાઈઓના (એક માતાના પુત્રોના) નામ એક સરખા તો ન જ અપાય માટે બંને વર્ગોમાં સમાન નામ હોવાથી, વર્ણવેલ રાજકુમારો સગા ભાઈઓ નહિ હોય એવું સમજવું યોગ્ય છે. શિક્ષા – પ્રેરણા - બંને વર્ગોમાં કુલ ૧૮ રાજવંશી પુરુષોનું જીવન વર્ણન પૂર્ણ થયું. ભોગમય જીવન પ્રાપ્ત કરીને પુનઃસંયમ જીવનમાં અગ્રેસર થવું આ પ્રકારના સંયોગો પણ ભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આવા પુણ્યવાન ચરિત્ર નાયકોનું આગમિક વર્ણન સાંભળીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ પોતાના જીવનમાં પ્રેરણા લેવી જોઇએ અને આળસ પ્રમાદને છોડીને વ્રતો
ભિક્ષ પી.