________________
આગમસાર–પૂર્વાર્ધ
શાંત અને ધૈર્ય સંયુક્ત સાધનામય જીવનથી પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઇએ.
(૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યાપ્ત થઈને વ્યક્તિના દોષથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે, આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાથી થવાવાળી ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યક્તિના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ પણ જાય તો તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થ અન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઇએ. ધર્મ અને ધાર્મિક વ્યક્તિ તો આવા સમયમાં પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે –
જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ
કિંમત ઘટે નહીં વસ્તુની, ભાંખે પરીક્ષક ભૂલ । નવમું અધ્યયન – નંદિનીપિતા
શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિતા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું. સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળુ માનવ સમુદાય દર્શન કરવા ઉમટ્યો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવત વ્રત ધારણ ર્યા. નંદિનીપિતા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે.
દસમું અધ્યયન – સાલિહીપિતા
નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાલિહીપિતા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગુની હતું. નંદિનીપિતા અને સાલિહીપિતા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત ભરણ પ્રાપ્ત ર્યું; પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે.
૧. પુણ્યથી મળેલી ઋદ્ધિમાં ફૂલાવું નહિ.
૨.
૩.
૪.
- જીં * ૐ
૨.
9.
34
બાર વ્રત અવશ્ય ધારણ કરવા. મહીનામાં છ પૌષધ
કરવા.
સંપૂર્ણ ઉપાસકદશા સૂત્રની પ્રેરણા.
૫.
ç.
પરિસ્થિતિઓમાં અને સંકટમાં ધર્મ ન છોડવો. સંસાર પ્રપંચોથી શીઘ્ર નિવૃત્ત થવું.
સભી જીવકી રક્ષા કરના. મુખસે સચ્ચી બાતેં કહના. માગ પૂછ કર વસ્તુ લેના. બ્રહ્મચર્યકા પાલન કરના. ઇચ્છા અપની સદા ઘટાના.
ઈધર–ઉધર નહિ આના જાના.
૭.
સંલેખના–સંથારો કરવો. જીવનમાં સરલતા, નમ્રતા આદિ ગુણો અંત સુધી
રાખવા.
નાનો પણ દોષ થઈ જાય તો તેનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત લેવું. ગુસ્સો, ઘમંડ આદિ ન કરવા.
બાર વ્રત ટૂંકમાં
૭.
૮.
૯.
૧૦. જીવન મેં મર્યાદા લાના.
૧૧. બનતે પૌષધ આદિ કરના.
૧૨. અપને હાથોં સે બહોરાના.
ધારણ કર શ્રાવક બન જાના,ધારણ કર શ્રાવિકા બન જાના.
સીધા–સાદા જીવન જીના.
કોઈ અન અર્થકા કામ ન કરના. નિત ઉઠ કર સામાયિક કરના.
અંતગડ દશા
પર્યુષણના દિવસોમાં અંતગડ સૂત્રનું વાંચન કરવામાં આવે તે એક સુંદર અને બહુમાનનીય પરંપરા છે. આ સૂત્રમાં ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, શાંતિ, શ્રધ્ધા, સંયમ, તપ વગેરેનું પ્રે૨ણાદાયી વર્ણન છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે (૧) શ્રમણધર્મ (૨) શ્રમણોપાસક ધર્મ. અંતગડ સૂત્ર શ્રમણધર્મની પ્રેરણા આપતું સૂત્ર છે.
શ્રમણોપાસક ધર્મની પ્રેરણા પણ પર્યુષણ પર્વના દિવસોમાં અત્યંત આવશ્યક છે. અતઃ મધ્યાહનૢ ના સમયે ઉપાસક દશા–સૂત્રનું વાંચન કરવાની પરંપરા ચાલુ રાખવી એકાંત રીતે આવશ્યક અને કલ્યાણકારી છે. એ સૂત્રમાં શ્રાવકની અનેક પ્રકારની ગતિવિધિઓનું વર્ણન છે. કથાઓ પણ રોચક અને વિભિન્ન પ્રેરણાઓથી યુક્ત છે તેથી દરેક વ્યાખ્યાતાઓને આ નિવેદન છે કે પયુર્ષણમાં અંતગડ સૂત્રને વાંચ્યા પછી ઉપાસક દશા સૂત્રનું વાંચન થવું જોઇએ. શ્રાવકોના જીવનને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનો આ એક સરસ અને સફળ પ્રયત્ન બની રહેશે.
પરિચય :—આ આઠમું અંગ સૂત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવુ (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સૂત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ, દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવુ અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ ઉપલબ્ધ છે.