________________ આગમચાર-પૂર્વાર્ધ 330 10 લોક સ્વરૂપ ભાવના:- હે જીવ! આ પ્રમાણે આવતા કર્મોને રોકી, થયેલા કર્મોને નિર્જરી, હવે તું ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચાર. અસંખ્યાતા દ્વીપ સમુદ્રનો ખ્યાલ દૃષ્ટિ સમક્ષ લાવ, અને પછી જો કે આટલા અવકાશમાં તારું ઘર કે તું શા હિસાબમાં છે ? અસંખ્યાતા દ્વીપ સમુદ્રની કુદરતની વિચિત્રતા વિચાર, અને એમાં તલ્લીન થઈ તું દેહાધ્યાસ અને હું પદ છોડ. 11 સમ્યકત્વ ભાવના –હે જીવ! વૈરાગ્ય પ્રાપ્ત કરાવનારી દસ ભાવના ભાવ્યા પછી તું વિચાર કર કે હવે શાંત પડેલા તારા જીવને શું કરવા જેવું છે અને શું છોડવા જેવું છે? આ નિર્ણય તને સમ્યકત્વ વગર થઈ શકવાનો નથી. સમ્યફ એટલે સાચા જ્ઞાન વિના તારો આત્મા દોરા વગરની સોય માફક પાપ પૂંજમાં, અજ્ઞાનમાં ખોવાઈ જાય છે, અને જશે માટે સમ્યકત્વ પ્રાપ્ત કર. 12 ધર્મ ભાવના:- જીવ ! જ્ઞાન પામ્યો પણ તે સાર્થક તો ત્યારે જ કહેવાય કે જ્ઞાનને વ્યવહારમાં મૂક અર્થાત ઘર્મ આચર. સર્વ પ્રાણીને પોતા સમાન ગણવા જેટલી પાયરીએ આવવું, અને સર્વને શાતા પમાડતા શીખવું. એમાંજ ધર્મની સાર્થકતા છે. માટે એવો ઉત્તમ ધર્મ ધારણ કર, કે જેથી બીજાને શાતા ઉપજાવનાર એવા તને અખંડ નિરાબાધ શાતા ઉપજે. ઇતિ બાર ભાવના સમાપ્ત. બોધિર્લભ ભાવના જૈન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે, જગતની સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને છે. એના ચિત્તમાં પ્રતિક્ષણ વિચારો, લાગણીઓ, તરંગો, સ્પંદનો, ભાવો વગેરે સતત ઊઠતાં રહે છે. એમાં કેટલાંયે રોજિંદા જીવનક્રમને લગતાં હોય છે. એને માટે એનું વિશેષ મૂલ્ય નથી હોતું. કેટલાંક સ્પંદનો સાવ ક્ષણિક ને સુલ્લક હોય છે. વ્યક્તિને પોતાને અલ્પ કાળમાં એનું વિસ્મરણ થાય છે. પરંતુ કેટલાંક અંદનો એવાં હોય છે કે જે જાણે એના ચિત્તનો કબજો લઈ લે છે. એ ભૂલવા ઇચ્છે તો ભુલાતાં નથી. થોડી થોડી વારે એનો પ્રવાહ પોતાની મેળે ચાલુ થઈ જાય છે. કેટલાંક શુભ કે અશુભ સ્પંદનો મનુષ્યના ચિત્તને ઘેરી વળે છે. એની અસર એના ચહેરા ઉપર અને વધતી વધતી એના શરીર ઉપર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એની પ્રબળ અસર એના આત્મા ઉપર - આત્મપ્રદેશો ઉપર થાય છે. આવી પ્રક્રિયામાં ભાવનાનું સ્વરૂપ ર છે. જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારની ભાવનાએ બતાવવામાં આવી છે, તેમાંથી બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ભાવનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : માવ્યડનતિ ભાવના જેનાથી આત્મા ભાવિત થાય છે તેને ભાવના કહેવામાં આવે છે.] આમ, ભાવનાનો સંબંધ આત્મતત્વ સાથે છે. જેને ધર્મ પ્રમાણે ઇન્દ્રિયોનો સંબંધ દ્રવ્ય મન સાથે છે. મનના બે પ્રકાર છે - દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મનનો સંબંધ ભાવ મન સાથે છે અને ભાવ મનનો સંબંધ આત્મા સાથે છે. આમ, ભાવનાનો આત્મા સાથેનો સંબંધ ભાવ મન ધારા છે.