________________ jainology 331 આગમસાર આથી જ જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. ‘મનોનુશાસનમાં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે: चेतो विशद्धये मोहक्षयाय स्थैर्यापादनाय। विशिष्ट संस्कारपादनं भावना। [ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) ધૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના' કહેવામાં આવે છે.] વોfધ' સંસ્કૃત શબ્દ છે. (એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં “બોહિ” શબ્દ આવેલો.) બોધિ શબ્દ બુધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુદુ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય છે. જૈન ધર્મમાં “બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે ‘બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહાર જગતમાં કીમતીમાં કીમતી પ્રકાશમાન પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. બોધિ' શબ્દ સમ્યક્ત્વ માટે વપરાય છે. સખ્યદર્શન, સમ્યગુજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમ્યક્તિ” - સમ્યક્ત્વ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः / સિમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે ‘બોધિ' કહેવાય.. સમ્યક્ત્વ વિના મોક્ષપ્રાપ્તિ નથી, એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે :