________________ jainology 329 આગમસાર 5 અન્યત્વ ભાવના:- હે જીવ ! તારા સિવાય તું જે કાંઈ ભાળે છે, તે બધું તારાથી અલગ જ સમજજે. ક્ષણ પણ ન સમજતો કે સ્ત્રી તારી છે કે પુત્ર તારો છે, લક્ષ્મી તારી છે, કે દેહ તારો છે, જો એમજ હોત તો એ લક્ષ્મી તારા ઘરમાં આવ્યા પછી તારી હયાતીમાં બીજું ઘર કરત? એ સ્ત્રી પરલોક તો દૂર રહ્યું પણ કાષ્ઠ સુધી પણ તારી સોબત કરવામાંથી જાત? આ પ્રત્યક્ષ જોવાતા ખેલ શુ એમ સ્પષ્ટ નથી સમજાવતા કે તારે આ ઈદ્રજાળથી નિજરૂપને અલગ જ માનવું, અને એમાં લિપ્ત ન થતા નિજ રૂપમાં વૃઢ રહેવું. 6 અશુચિ ભાવના:- જીવ! તું કોને માટે દગા-ફટકા કરે છે? આ રૂપાળા હાડકાના પુતળાને પોષવા માટે? જો તો ખરો કે આ પુતળું ગંધાતું છે, મળમૂત્રથી ભરેલું છે, ક્ષણ-ક્ષણમાં બગડી જાય છે. રોગ, જરાનું નિવાસ સ્થાન છે. હવે એને તું સાચવી-સાચવીને કેટલુંક સાચવીશ? ખાતર પર દીવેલ” કરતા જરા તો વિચાર કર. તું તેને સાચવવા, સુંદર કરવા, હૃષ્ટપુષ્ટ કરવા, હજારો પ્રપંચ કરે છે. પણ તે છતા તે તો તને દગો જ દે છે. તારા ખરા ખપ વખતે તે તારી મરજી વિરુદ્ધ લથડી પડે છે અને તને ફસાવે છે. હવે જો તારામાં બુદ્ધિ હોય તો જેટલી કાળજી એ ગુણચોર હાડપિંજર માટે ધરાવે છે, એટલી જ તારા પોતા માટે - આત્મા માટે રાખે તો અખૂટ, ગુપ્ત ખજાના તારે માટે ખુલ્લા થાય, એ નિશંક વાત છે. 7 આશ્રવ ભાવના - જીવ ! રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ આશ્રવ અથવા તારા આત્મ સ્વરૂપને મલીન કરનારા વળગાડ છે. પ્રતિક્ષણે તને એ નવા કર્મોનો લેપ લાગતો જાય છે. એનાથી જ તું છાકટાની માફક વર્તે છે. એનાથી જ ભવ ભ્રમણ કરતા છતા તું પોતાને સુખી માનવાની મૂર્ખાઈ કરે છે. માટે એ ચીકણા વળગાડને ઓળખ, એના સ્વભાવથી વાકેફ થા, અને પછી એ લાગેલા વળગાડને દૂર કરવાના તથા હવે પછી ન લાગે તેવા ઉપાય કર. ઉપભોગ પરિભોગ આદિની તૃષ્ણા ઓછી કર. ઇચ્છાઓને મર્યાદાથી બાંધ. જે કાંઈ તારી પાસે છે તેનો મોહ ઓછો કરી પરમાર્થે જ તારું સર્વસ્વ માન કે જેથી આશ્રવનો મેલો વળગાડ ઘણે દરજે મોળો 8 સંવર ભાવના:–હે જીવ! જો તને ક્વચિતુજ એવી શ્રદ્ધા બેઠી હોય કે રાગદ્વેષથી નવા નવા કર્મોની આવક હંમેશા તારામાં ચાલી આવે છે, તો તે આવકને રોકવા જ્ઞાન-ધ્યાનમાં આરૂઢ થા. જ્ઞાન-ધ્યાનમાં આરૂઢ થએલો આત્મા સિંહ સમાન દેખાવ ધારણ કરે છે, જેથી બિચારા કર્મ તેની આગળ આવી શકતા નથી. આવી રીતે જ્ઞાનધ્યાનમાં આરૂઢ થવું એનું નામ જ સંવર કહેવાય છે. 9 નિરા ભાવના –હે જીવ! આત્માને આવતી રાગ દ્વેષાદિ કર્મોની આવક બંધ તો કરી પણ પૂર્વે થઈ ચૂકેલા કર્મોને કાપવા-નિરવા, તપ, સંયમરૂપ નિર્જરા' નું શરણું તારે લેવું જોઈએ. નિર્જરા માટે તપ કરનારો માણસ માન માગતો નથી, કીર્તિ કે ધન ઇચ્છતો નથી, લોક લજાને ગણકારતો નથી. માત્ર આત્માર્થેજ ક્રિયા કરે છે, અને તે ક્રિયા જ્ઞાન સાથે કરે છે. જ્ઞાન સહિત ક્રિયાનું જ નામ નિર્જરા છે.