________________ આગમસાર–પૂર્વાર્ધ 328 બાર ભાવના 0000000000 (પ્રાતઃકાળમાં એકાંત જગ્યાએ અને શુદ્ધ ચિત્તે નમસ્કાર મંત્રના સાધનથી મનને એકાગ્ર કરી, બાર ભાવનારૂપ આ આત્મગોષ્ટિ કરવી.) 1 અનિત્ય ભાવના:- હે જીવ! તારી આસપાસ નજર કર. જે જે પદાર્થ તું જુએ છે, તે અને તારા પોતામાં કાંઈ તફાવત તને જણાય છે? તારી આસપાસનો દરેક પદાર્થ, તારી લક્ષ્મી, તારો વૈભવ, અને તારું પોતાનું શરીર પણ વીજળી કે પરપોટા જેવું વિનાશી છે - અનિત્ય છે. તું એમ તેટલું રખોપું રાખીશ તો પણ તે દરેક પદાર્થ વિનાશી તે વિનાશી જ છે. નાશ પામવાનો એનો ધર્મ જ છે. એ સર્વ વિનાશી વસ્તુઓની વચમાં તું એક અવિનાશી ભૂલો પડવાથી આવી ચડ્યો છે. માટે એ નાશવંત વસ્તુઓમાં મોહ ન પામતા, તું અવિનાશી એવા તને પિછાણ. 2 અશરણ ભાવના:- હે જીવ! જો તું અવિનાશી એવા તને પિછાણવા શ્રમ નહિ લે, તો નથી માનજે કે, નાશ થવા માટે જ નિર્માણ થયેલી વસ્તુઓના નાશ કે વિયોગથી તને થતા દુઃખોમાં દિલાસો કોઈ રીતે નહિ મળે. અને જ્યારે તું એ બધી ચીજોને છેલ્લી સલામ કરી હંમેશને માટે ચાલી નીકળીશ ત્યારે તને શરણ આપવા કોઈ નહિ આવે. અવિનાશી એવા પોતાને અથવા આત્માને જાણવા રૂપ જે ધર્મ એ જ તારો સગો થશે. માટે શરણ, સગું કે સંબંધી જો તારે જોઈનું હોય તો અવિનાશી એવા આત્માને જ શોધી એના શરણે જા. 3 સંસાર ભાવના:- હે જીવ! હમણાં તું જે જે વસ્તુઓમાં આનંદ માણી રહ્યો છે તે વસ્તુઓ અને તેથી પણ વધારે ખેંચાણ કરનારી વસ્તુઓ તું અનેકવાર પામ્યો છે. દરેક ચીજના ભોજા તરીકે અને દરેક પ્રાણીના સગા તરીકે સર્વ પ્રાણી પદાર્થ સાથે તે અનેકવાર સંબંધ જોડ્યો છે. પર કોઈ સંબંધ ટકી શક્યો નથી. માટે કોઈ પ્રાણી કે પદાર્થના મોહમાં દીવાનો થઈ અવિનાશી એવા નિજ રૂપને ભૂલીશ નહિ. એવી ભૂલથી જ તું અપાર એવા સંસાર-સમુદ્રમાં આદિ વગરના કાળી ભમ્યા કરે છે, અને ભ્રમણથી ઉદ્ભવતા દુઃખો પરવશપણે સહન કરે છે. માટે એ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો સંસારમાં પડ્યા છતા વિરક્ત પુરુષ માફક વર્ત. 4 એકત્વ ભાવના:- હે જીવ! તું એકલો આવ્યો હતો, અને એકલો જ જઈશ. એક ઘર છોડી બીજા ઘેર જતી વખતે પહેલા ઘરવાળું કોઈ પણ સગું તારી સાથે આવ્યું નથી, અને આવશે પર નહિ. એ સગાને મદદ કરવા માટે તે કરેલા પાપોનું ફળ ભોગવવા વખતે પણ એ કોઈ આડો હાલ દેવા નહિ આવે. તો એવો પ્રેમ, એવા સંબંધ, એવી મૈત્રી તારું શું ભલું કરનાર છે ? તું તારા પોતામાંજ મિત્ર મેળવ.