________________ jainology 327 આગમસાર 7. હું શ્રી સાધુ મહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુ મહારાજ મિક્ષ માર્ગની સાધના કરે છે અને પર તારક છે, વળી જગતના છાના બંધુ જેવા છે, 8, હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તમય ધર્મનું શરણ અંગીકાર કરું છું. તે ધર્મ ઈંદ્રાદિથી પૂજાએલ છે. મેહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવો છે, તથા કર્મ રૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પરભવમાં ક૯યાણ કરનાર પણ તેજ છે. 9. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી, તેઓને છેવટે આ પ્રમાણે પસ્તા કરે પડે છે, અરેરે ! અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ, આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મ સાધના કરીને પર ભવને સુધારે છે, 10. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હોય કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હું તે પાપની નિંદા-ગહ કરું છું, 11. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતાં અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના ત્રિવિધ ત્રિવિધ કરું છું, ૧ર. મેં કેઈન અપરાધ કર્યો હોય, કે બીજાએ મારો ગુને કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગું છું, એમ બીજા છો પણ તે પ્રમાણે કરે. હું સર્વ છેવોની ઉપર મિત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈની સાથે વેરભાવ નથી, 13. હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપ સ્થાનકોને સિરાવું છું, (તેને ત્યાગ કરું છું.) 14, જે આ રાતમાં કદાચ મારું અચાનક મરણ થાય, તે હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ સિરાવું છું. 15. હું એકલો જ છું, સંસારમાં મારું કઈ નથી, તેમ હું પણ કેઈન નથી. હે છે. આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ, 16. મારે આત્મા જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર છે. બાકીના ધન વગેરે પદાર્થો માત્ર સાગ રૂપજ છે. આવા સંયોગથી જ પહેલાં મેં બહુ વાર દુઃખે ભાગવ્યા છે માટે તેને ' સિરાવું છું. 17. મારા દેવ અરિહંત છે, ગુરુ સુસાધુ છે, અને ધર્મ શ્રી જિનેશ્વરદેવે કહેલ નિર્મલ ધર્મ છે. આ ત્રણેની હું સહણ કરું છું. 18. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કંઈ પાપ કર્મ આચર્યું હોય, તે સબંધી મિચ્છામિ દુક્કડં માગું છું, આ પ્રમાણે ભાવના ભાવવાથી સમાધિ મરણ પામીને ભવ્ય જીવ આરાધક બને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલસધિપણું જરૂર પામે છે. - વિજયપધસૂરિ,