________________ આગમચાર-પૂર્વાર્ધ 324 7) ઉદીરણા : નિયત સમય પહેલાં કર્મોનું ઉદયમાં આવવું તેને ઉદીરણા કહે છે. જેવી રીતે સમયથી પહેલાં પણ કૃતિમ રીતે ફળોને પકાવવામાં આવે છે. તેમ તપ સાધના દ્વારા ભવિષ્યમાં ઉદયમાં આવી શકે તેવા કર્મોને નિત સમય પહેલાં જ ઉદયમાં લાવી ક્ષય કરી નાંખવામાં આવે તેને ઉદીરણા કહે છે. 8) ઉપશમનઃ કર્મોની હાજરી હોવા છતાં તેમના ઉદયને નિસફલ કરી દેવું ઉપશમ કહેવાય છે. એટલે કે કર્મોની એ અવસ્થા જેમાં ઉદય,ઉદીરણા અને ઉદવર્તન થતાં નથી પરંતુ અપવર્તન અને સંક્રમણ થઈ શકે છે, તેને ઉપશમન કહે છે. જેમ અંગારા ઉપર રાખ ઢાંકી દેવાથી અગ્નિ ઉપશાંત થઈ જાય છે. પરંતુ જેવું રાખનું આવરણ હઠી જાય કે અગ્નિ પ્રજવલીત થાય છે. તેવીજ રીતે ઉપશમાં ભાવ દૂર થતાં ઉદયભાવ શરુ થઇ જાય છે. 9) નિધતઃ જે કર્મોમાં ઉદવર્તન અપવર્તન થવું સંભવ છે પણ ઉદીરણા અને સંક્રમણ ન થઈ શકે, તેવા રસથી બાંધેલા કર્મોને નિધતકર્મ કહેવાય છે. 10) નિકાચિતઃ જેમાં ઉદવર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા ચારેનો અભાવ થઈ ગયો હોય તેવા ગાઢ રસથી બાંધેલા કર્મોને નિકાચિત કર્મ કહેવાય છે. અર્થાત આત્માએ જેવી રીતે બાંધ્યા હોય, ઘણું કરીને તેવીજ રીતે તે ભોગવવા પડે છે. ભોગવયા વગર તે કર્મોની નિર્જરા કે પરિવર્તન થઇ શકતું નથી. 11) અબાધાકાળઃ કર્મ બાંધ્યા પછી અમુક સમય સુધી તેની ફળ ન આપવાની અવસ્થાને અબાધાકાળ કહેવાય છે. તે સમયે તે કર્મોનો પ્રદેશથી પણ ઉદય નથી હોતો. જેટલા સાગરોપમની સ્થિતિનાં કર્મ બાંધે તેટલા સો વર્ષ તેનો ઉતકૃષ્ટ અબાધાકાળ હોઈ શકે, ઓછામાં તે તરત એટલે કે અંતર્મુહુર્ત માત્રમાં પણ ઉદયમાં આવી શકે. ભગવતી સૂત્રમાં આઠ કર્મપ્રકૃતિઓ સાથે અબાધાકાળ પણ જણાવેલ છે. છે મિચ્છામી દુક્કડમ | જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ-મિચ્છા-મી-દુક્કડમ.