SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર jainology 323 પહોંચી જ ગયો છે. થોડી ઉતાવળ રાખ. અને એ રહી સહી શક્તિ સાથે શ્વાસભેર દોડી રહ્યો છે. હાંફી ગયું છે એનું આખું અસ્તિત્વ. પેલી બાજુ સૂરજ ડૂબતો જાય છે અને આ બાજુ એ સમગ્ર શક્તિ સાથે દોડી રહ્યો છે. મંજિલ બિલકુલ સામે જ દેખાય છે. મહેનત કરીને જે કાંઈ મેળવ્યું તે બસ હવે ભોગવવાનું જ છે ...પણ આ શું..દસ પંદર ગજનું માંડ અંતર હશે અને સૂરજ ડૂબી ગયો. ઘસડાત ઘસડાતો હાથ લંબાવીને એ પ્રારંભબિંદુ પર તો પહોંચ્યો પણ સૂરજની છેલ્લી કોર ડૂબી કે એનો શ્વાસ પણ અટકી ગયો. અતિશય શ્રમ અને છેલ્લી ક્ષણોની નિરાશાએ કદાચ એના હૃદયને આઘાત આપ્યો હશે. આખું ગામ ત્યાં હાજર છે અને આ એકની એક કથાને વારંવાર રિપીટ થતી જોયા કરે છે. જે કોઈ આવે છે તે દોડે છે તો ઘણું પણ સફળ થવાનો આનંદ કોઈ ભોગવી શકતું નથી. આ કહાની કોઈ એક વ્યક્તિની નહીં આપણી સૌની છે. થોડું વધારે ધન થોડી વધારે જમીન થોડું વધારે બેંક બેલેન્સ કે થોડું વધારે નામ - આ માટે સૌ દોડી રહ્યાં છે. બપોરના બાર વાગે કે મધ્યાન્હ થાય પાછા વળવાનું કોઈ નામ નથી લેતું. થોડો વિશ્રામ થોડી શાંતિ નિરાંતે જમવાનું કે આજુબાજુ જોવાનું પણ કોઈ નામ નથી લેતું. અને એક દિવસ સામે દેખાતી મંજિલ પર પહોંચીને જીવવાનું શરૂ કરે એ પહેલાં જ સંધ્યા ઢળે છે ને પ્રાણ પંખે ઊડી જાય છે. સરખી રીતે જીવવા માટે જે ધન કમાયા તે જીવવાનું હજુ શરુ થાય એ પહેલાં તો છોડવાનો સમય આવી જાય છે. નિરાંતે જીવવા માટે જે ઘર બનાવ્યું તેમાં હાશ કરીને થોડુંક જીવીએ એ પહેલાં તો દમ તૂટી જાય છે... માણસ માત્રની આ કથા છે અને તે સૌએ સમજવા જેવી છે. કર્મની વિવિધ અવસ્થાઓ કર્મની વિભિન્ન અવસ્થાઓ છે. મુખ્યરૂપે તેમનું આ અગિયાર ભેદોમાં વિભાજન થઈ શકે. 1) બંધ 2) સતા 3) ઉદવર્તન કે ઉતકર્ષ 4) અપવર્તન કે અપકર્ષ 5) સંક્રમણ ) ઉદય 7) ઉદીરણા 8) ઉપશમ 9) નિબ્બત 10) નિકાચિત 11) અબાધાકાળ. આમાંનાં આઠ(સતા,ઉદય,અબાધાકાળ સિવાયના) કરણ છે. કર્મ બંધ પછીનાં અબાધાકાળમાં આત્માનાં શુભ અશુભ ભાવથી કર્મમાં જે ફેરફારો થાય છે તેને કરણ કહેવાય. 1) બંધઃ આત્મા સાથે કર્મ પરમાણુંઓનો સંબંધ થવો, દૂધ પાણીની જેમ કર્મોનું આત્મા સાથે એક થઈ જવું. 2) સતાઃ બધ્ધ કર્મ જયાં સુધી ફળ આપીને આત્માથી અલગ ન થઈ જાય, ત્યાં સુધી તે આત્મા સાથે સંબધ્ધ રહે છે. તેને કર્મનું સતામાં રહેવું કહેવાય છે. 3) ઉદવર્તન કે ઉતકર્ષ આત્માનાં કષાયોનાં પરિણામો અનુસાર કર્મબંધ થાય છે ત્યારે સાથે સ્થિતિ અને અનુભાગનો પણ બંધ થાય છે.(કર્મબંધ વખતે ચાર વસ્તુઓ સાથે કર્મબંધ થાય છે.તે કર્મની પ્રકૃતિ એટલે કે પ્રકાર જ્ઞાનાવરણીય આદિ– તેનો જથ્થો એટલે કે પ્રદેશ-કર્મની તીવ્રતા એટલે કે અનભાગ–અને સ્થિતિ એટલે કે કર્મની કાળ મર્યાદા.) તે પછી તે કર્મના ઉદયમાં આવ્યા પહેલાં એટલે કે અબાધાકાળમાં તેના પર આત્માનાં ભાવ-વિશેષથી જે સમયે સમયે ફેરફારો થતાં હોય છે, તેમાં જે સ્થિતિ,રસ(અનુભાગ) વગેરેમાં વૃદ્ધિ થાય તેને ઉદવર્તન કે ઉતકર્ષ કહેવાય છે. 4) અપવર્તન–અપકર્ષઃ ઉદવર્તનથી વિપરીત જે શુધ્ધભાવ, કષાયોની મંદતા, શુભ આત્મ પરિણામોથી કર્મોની સ્થિતિ અનુભાગને અલ્પ મંદ કરાય છે, તેને અપવર્તન કહે છે. આ બેઉ અવસ્થાઓથી સારાંશ એ નીકળે છે કે સંસારને ઘટાડવું કે વધારવું તેનો આધાર પૂર્વકૃત કર્મોના જથ્થા પર નથી પરંતુ વર્તમાન અધ્યવસાયો પર વિશેષ આધારિત છે. મોક્ષ માર્ગ પર ચાલનારને પૂર્વના કર્મો અટકાવી શકતા નથી. મક્કમ નિર્ધાર સાથે તે માર્ગ પર ચાલનાર પૂર્વના સર્વ કર્મોને લાંઘીને-ઓળંગીને મોક્ષ તરફ ચાલી જાય છે. અનંત શકિતશાળી આત્મા તે અનંત ભવના ઉપાર્જીત કર્મોને ક્ષણમાં ભસ્મીભૂત કરી નાખે છે. 5) સંક્રમણ એક પ્રકારનાં કર્મોનું બીજા પ્રકારનાં કર્મો સાથે મળી જવું અથવા પરિવર્તીત થઈ જવું તેને કર્મોનું સંક્રમણ થવું કહે છે. 6) ઉદય: કર્મોન ફળ આપવું એ ઉદય છે. જો કર્મ પોતાનું ફળ આપીને નીર્જરે તો તેને વિપાક ઉદય કહે છે. અને ફળ આપ્યા વગરજ ઉદયમાં આવીને નષ્ટ થઈ જાય તો તેને પ્રદેશ ઉદય કહે છે. આમ થવાનું કારણ એ છે કે જયારે કર્મનો ઉદયકાળ હોય ત્યારે તથા પ્રકારનાં દ્રવ્ય,ક્ષેત્ર, કાળ,ભવનાં અભાવમાં તે કર્મો પોતાનું ફળ આપ્યા વગર નાશ પામે છે. ઉદાહરણ તરીકે મનુષ્યનાં ભાવમાં ઉદય આવનારા કર્મો તેને મનુષ્યભવ,મનુષ્ય શરીર,કાળક્ષેત્રને અનુરુપજ ફળ આપી શકે છે. પછી ભલે તે કર્મો દેવગતિને યોગ્ય હોય કે નરકગતિને યોગ્ય હોય કે ત્રિયંચગતિને યોગ્ય હોય. તે સમયે મનુષ્યગતિનાં પુણ્યનો ઉદય હોવાથી, સંક્રમણથી, નરકગતિને યોગ્ય અસાતા પણ ઉત્કૃષ્ટ ફકત મનુષ્યનું શરીર વેદના સહન કરી શકે તેટલુંજ કષ્ટ આપે છે. નરકગતિની ક્ષણની વેદના પણ મનુષ્યગતિમાં મૃત્યુ નીપજાવી શકે તેટલી હોય છે. આમ સદગતિનું પણ મહત્વ છે કે જીવ અનંત વેદનાથી બચી શકે છે. સમતાભાવમાં રહેલો સાધક અનંત અસાતાવેદનીય કર્મોની ઉદીરણા કરીને પણ તેને સમભાવે સાતાપૂર્વક નીર્જરીત કરી શકે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy