________________ 322 આગમચાર-પૂર્વાર્ધ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મોટા ભાગનાં બધાજ દેવો તિર્યંચગતિમાં જાય છે. તેનું કારણ એ છે કે મનુષ્ય સંખ્યાતા છે, દેવો અસંખ્યાત છે. તેમાં સંખ્યાતા આયુષ્ય વાળા પણ અસંખ્યાત દેવો છે. તેથી બધાજ દેવો મનુષ્યપણું મેળવી શકતા નથી. બીજું અસંખ્યાત કાળ સુધી દેવોને આશ્રવ બહુ વધારે હોય છે. મહાન પરિગ્રહ, અવ્રત અને મિથ્યાત્વને કારણે સારા, સાચા, સરળ મનુષ્યપણું જીવીને દેવ થયેલાઓના પણ પુન્ય ખતમ થઇ જાય છે. પુણ્યના ઉદય વખતે અનુકુળ સાધનો હોવાથી કષાયના ભાવોનો ઉપશમ દેખાય છે. પુણ્ય પુરું થતાં જીવન જરૂરી સાધનોની અછત અને પ્રતિકુળતાઓ આવે છે. ત્યારે આ દેખાતો ઉપશમ પણ નથી રહેતો, અછત અને પ્રતિકુળતાઓમાં ક્રોધ માયા લોભ પરિગ્રહ હિંસા, લડાઇ ઝગડા બધુંજ શરુ થઇ જાય છે. તિર્યંચના ભવમાં શરીર અને પર્યાવરણને અનુરૂપ જીવન જીવતાં, જીવન મરણની લડાઈ લડતા તેને પણ હિંસા કરવી પડે છે. આમ પરંપરાથી ભવભ્રમણ કરતાં કરતાં તેવા જીવોને પણ નરકનો સંયોગ થાય છે. આ નરકથી બચવાનો એકમાત્ર ઉપાય તે મોક્ષગતિ છે. જીવનું ત્રસપણું 2000 સાગરોપમ ઉત્કૃષ્ટ છે, તથા સંશિપણું તો ફકત 1000 સાગરોપમ કાળ ઉત્કૃષ્ટ છે. તેમાંથી કેટલો કાળ વહી ગયા પછી આપણો જીવ મનુષ્યપણું પામ્યો છે તે કોઈ નથી જાણતું. અને હવે હજી કેટલો કાળ સંક્ષિપણાનો બાકી છે તે પણ ખબર નથી. સારા, સાચા કર્મો કરનારનું પણ સંજ્ઞિપણાનો કાળ પૂરો થઈ જતાં, અસંશિપણું અને સ્થાવરકાયનાં જીવોમાં જન્મવું નિચિંત જ છે. જયાં મન જ નથી રહેતું ત્યાં સારા ખરાબનું ભાન કેવી રીતે રહેશે. આ સંક્ષિપણું પણ પ્રસસ્ત મનનું ઓછું જ હોય છે. બહુધા તો અનાર્ય પ્રદેશના કે સંક્ષિત્રિયંચના ભવો જ તેમાં થાય છે. આ ત્રિયંચનો ભવ આપણાથી એટલોજ નજદીક છે જેટલા તે ત્રિયંચો આપણી નજદીક છે. તેમને જોતાં, તેમની જગ્યાએ પોતાને કલ્પી જુઓ તો જગતમાં રહેલા દુઃખોનો ખ્યાલ આવશે. તેથી દુઃખથી, નરકથી અને સંસાર ચારગતિનાં ભ્રમણથી બચવાનો એકમાત્ર ઉપાય જલ્દીથી જલ્દી મોક્ષગતિ પામવી એજ છે. હમણાં પ્રાપ્ત થયેલું સંક્ષિપણું જાય તો પછી તે પાછું મળે તેમાં અનંત કાળ પણ નીકળી જાય. તેથી હમણાં આજ ભવથી મક્કમ નિર્ધાર સાથે મોક્ષમાર્ગ પર ચાલવાનું શરુ કરી દેવું જોઇએ. આ ભવમાં ભલે મોક્ષ નથી પણ દ્રઢ શ્રધ્ધાથી મોક્ષમાર્ગને અનુસરતાં જીવો નક્કી પરંપરાથી નજીકના ભવિષ્યમાં જ, એક—બે-ત્રણ કે ઉતકષ્ટ પાંચ-પંદર ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. માણસ માત્રને સમજવા જેવી એક નાનકડી કથા માણસ માત્ર જીવનમાં બસ દોડયે જ રાખે છે. થોડું વધારે. થોડું આગળ.... અને તૃષ્ણા તો લંબાતી જ જાય છે. છેલ્લે સુખી થવા માટે જે કાંઈ કર્યું કમાયા પામ્યા તે ભોગવીએ તે પહેલાં જ જીવનની સંધ્યા ઢળી જાય છે. હાથમાં કશું જ આવતું નથી. માણસ માત્ર અહીંથી ખાલી હાથે જ વિદાય થાય છે. એક સમ્રાટ પાસે પુષ્કળ જમીન હતી અને તે, જે એની શરત પૂરી કરે એને મફતમાં જ આપવા તત્પર હતો. શરત માત્ર એટલી જ હતી કે સૂર્યોદય થતાં જ પગપાળા નીકળી પડવાનું અને સૂર્યાસ્ત પહેલાં જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું હોય ત્યાં ફરી પાછા પહોંચી જવાનું. આ દરમિયાન જેટલા વિસ્તાર પર વ્યક્તિના પગલા પડે એ તમામ જમીન એની પોતાની. એક માણસે રાજાની શરત મંજુર રાખી. અને બીજે દિવસે સવારે જ સૂર્યોદય થતાં એ નીકળી પડયો. થોડું ખાવાનું અને જરુર પૂરતું પાણી પણ એણે સાથે લઈ લીધું. ભૂખ-તરસ લાગે તો રસ્તામાં જ ચાલતા ચાલતા બધું પતાવી દેવાનું એણે વિચારેલું. જેટલી વધુ જમીન પર કબજો કરી શકાય એટલો એ કરી લેવા માગતો હતો. માત્ર એક દિવસનો તો સવાલ હતો. એટલે એણે ચાલવાને બદલે દોડવાનું જ શરૂ કર્યું. દોડવાથી ડબલ જમીન પર કબજો કરી શકાશે એમ માનીને એ તો ભાગવા જ લાગ્યો. મનમાં હતું કે બપોરના બાર સુધી આગળ આગળ જશે અને બાર પછી પાછો ફરશે. જેથી સૂર્યાસ્ત પહેલાં પાછા એ જ જગ્યા પર પહોંચી જવાય. પણ લોભને થોભ ઓછો હોય છે? બાર તો વાગી ગયા. માઈલો સુધી એ દોડી ચૂકેલો. પણ જેમ જેમ ચાલતો ગયો હરીભરી ઉપજાઉ જમીન સામે દેખાવા લાગી. થોડું વધારે થોડું હજુ આગળ એમ કરતાં એ દૂર નીકળી ગયો. પાછા ફરતી વખતે થોડું વધારે દોડી લઈશ. માત્ર એક દિવસની તો વાત છે ને એણે પાણી પીધું ન કશું ખાધું બસ દોડતો જ રહ્યો. વજન ઓછું હોય તો વધારે દોડાય એમ સમજીને સાથે લીધેલું પાણી તથા ખાવાનું પણ ફેંકી દીધું. ધખતી બપોરનો એક થયો. પણ પાછા ફરવાનું મન થતું નથી. આગળ આગળ ખૂબ સુંદર જમીન એને દેખાતી જાય છે પણ પાછા તો કરવું જ પડશે. એટલે બે વાગે માંડ પાછો વળ્યો. રસ્તામાં ગભરામણ પણ વધવા લાગી. સૂર્યાસ્ત સુધીમાં પાછા નહીં પહોંચાય તો?....એમ સમજીને એ વધુ ઝડપથી દોડવા લાગ્યો. પહોંચ્યા પછી જિંદગીભર બસ વિશ્રામ જ છે ને પૂરી તાકાત લગાવીને એ બમણી ઝડપથી દોડયે જ જાય છે. પણ હવે તો તાકાત જ ક્યાં હતી, હાંફી ગયું છે આખું શરીર. સવારથી સતત દોડયે જ જાય છે. અને હવે સૂર્યાસ્ત પણ થવાની તૈયારીમાં છે. સામે જ ગામ દેખાય છે. જ્યાંથી દોડેલો એ જગ્યા બસ બિલકુલ સામે જ છે. લોકોનું ટોળું પણ એકઠું થયું છે અને બધા જ એને પાણી ચડાવી રહ્યા છે કે દોડ ઝડપથી દોડ હવે બસ