SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 321 jainology આગમસાર જીવનું ત્રસપણે બે હજાર સાગરોપમ અને સંક્ષિપણું એક હજાર સાગરોપમ ઉત્કૃષ્ટ હોઇ શકે છે. આમાં પણ સારા મનવાળા મનુષ્યના ભવ તો કોઇકજ પામે છે. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે આ એક બ્રામિક માન્યતા છે. બધા દેવોને પણ મનુષ્યનો ભવ નથી મળતો. ઘણાખરા બધાજ દેવો પશુપક્ષી તથા પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પછીનો ભવ પામે છે. જે મોક્ષની ચાહ અને મોક્ષની રાહ પર છે તેજ સદગતી અને પરિણામે મોક્ષ-મુકિત પામે છે. કોઈ એમ કહે કે અમે સારા કર્મો કરીએ છીએ તો દુર્ગતી કેમ થશે? તો તે કર્મબંધના કારણોથી અજાણ છે. પાપકર્મ(મોટા કમ) અને કર્મ એમ બે પ્રકારના કર્મ જીવને લાગે છે. તેમાનાં બીજા પ્રકારનાં કર્મ તો દરેક અસંત(જે સાધુ નથી) તેને લાગે છે. જીવની ત્રસ પર્યાય અને સંક્ષિપણાનો કાળ પૂરો થઈ જતાં સ્થાવર અને વિગલેદ્રીયનાં ભવો મળે છે. અહિં જે મોક્ષનો ઇચ્છુક અને મોક્ષમાર્ગ પર નથી, તેને તેનું સારાપણું બચાવી શકતું નથી. ફકત કર્મ નિર્જરા કરનાર અને મોક્ષમાર્ગ પર ચાલનારજ સંસારનો અંત કરી આ દુ:ખોથી બચી શકે છે. અન્યથા સંક્ષિપણાનો કાળ પૂરો થતાં તે અવશ્ય દર્ગતિનો મહેમાન બની જાય છે. તેથી આ સમસ્ત સંસાર દુઃખોથી વ્યાપ્ત છે. આયુષ્ય કર્મ , શરીર અને પરિગ્રહ તેના કારણો છે. આ કર્મોથી મુકાવું , અશરીરી થવું અને પુદગલ માત્રના પરિગ્રહથી રહિત-અનાસકત થવું એ સંસારથી મુકિત-મોક્ષ છે. સંસાર અને મોક્ષ જીવની એકબીજાથી તદન વિપરીત અવસ્થાઓ છે. તેથી તેમની પ્રાપ્તિ, નિર્માણ જે કારણોથી થાય તે કારણો પણ એકબીજાથી તદન વિરોધી હોવાનાજ. જેનાથી સંસારનું નિર્માણ થાય તેનાથી મોક્ષનું ન થાય અને જેનાથી મોક્ષ થાય તેનાથી સંસાર ન થાય. કોઈ એમ કહે કે ટીવી જોવાથી અમને દુનિયાનું જ્ઞાન મળે છે, મોબાઇલથી કેટકેટલી સુવિધાઓ થાય છે. ભણતરથી જીવન સુખી થાય છે. પૈસો જીવન સરળ બનાવે છે. પણ આ બધોજ સંસાર છે. આ બધા સંસારના ઘટકો છે. તેનાથી સંસાર બનેલો છે. રોટલી બનાવવા જે પાણી લોટ કે નમક જોઈએ તેજ જોઇએ. કોઇ ધનીક પણ તેમાં સોનું કે હીરા નથી નાખી શકતો. ગરીબનું ઘર હોય કે ધનીકનું રોટલી ફકત તેના ધટકોથીજ બને છે. મોક્ષ - સંસારથી મુકિત પણ જે ઘટકોથી થાય છે તેજ તે માટે ઉપયોગી છે. તે સિવાય જે પણ છે તે ફકત સંસારના ઘટકો છે. અને અંતે તે બધા સંસારના એટલે કે દુ:ખના કારણો છે. ભલે આજે મોક્ષની અવસ્થાથી આપણે પરિચીત નથી પણ પ્રભૂ મહાવીરનો બતાવેલો ધર્મ અને મોક્ષમાર્ગ તો આપણી પાસે છેજ. તો જે જૈનો છે, જે જિન મહાવીર પ્રરુપીત ધર્મમાં માને છે, તેમના માટે ભગવાને પ્રરુપેલો મોક્ષ અને તે માટેનો મોક્ષમાર્ગ શ્રધ્ધવા યોગ્ય છે. આજે ભલે સંસારના કાદવમાં ખૂંપેલા હોઇએ, તેને છોડવા સમર્થ ન હોઇએ. પણ તે સંસારની નરવી વાસ્તવિકતાનું જ્ઞાન મેળવવું જ જોઈએ. મોક્ષની અવસ્થા અને મોક્ષ માર્ગનું જ્ઞાન પણ મેળવવું જોઇએ. જો જ્ઞાન હશે તો તેવા ભાવ થશે, તેવા વિચાર થશે, મોક્ષની ઇચ્છા થશે અને પરિણામે તે માર્ગ પર આગળ પણ વધાશે. આગળ વધી રહેલા જીવોને સમજી પણ શકાશે. તેમના પ્રત્યે અહોભાવ થશે. પોતે પણ માનવ હોવાથી મોક્ષ માટે સમર્થ હોવાની પ્રતિતી થશે. તે માટેના પુરુષાર્થ માટે પ્રેરણા મળશે. મનુષ્ય જન્મ અને જૈન ધર્મની દુર્લભતા. અનંત કાળ અને અનંત ભવ ત્રિમંચના કરતાં કયારેક તેમાં વચ્ચે કોઇ ભવ દેવનો થાય છે. આવા અસંખ્ય દેવોનાં ભવ થઈ જાય તેટલા કાળમાં વચ્ચે કયારેક જીવનો નરકનો ભવ થાય છે. આવા અસંખ્ય નરકનાં ભવ થઈ જાય તેટલા કાળમાં જીવ એક મનુષ્યનો ભવ સામાન્યતયા કરે છે. આવો દુર્લભ અને અલભ્ય મનુષ્યનો ભવ પણ અનાર્ય ક્ષેત્રમાં મળે તો કાંઇ ઉપયોગનો થતો નથી. હજારો દેશોની સામે ફકત સાળાપચીસ દેશ આર્યભૂમિનાં છે. આર્યભૂમિનાં પણ સર્વ મનુષ્યોને જૈન ધર્મ મળતો નથી. આમ મનુષ્યનો જન્મ, જૈન ધર્મ અને તે સાથેના બીજા સર્વ સંયોગો પ્રાપ્ત થવા એ જીવને માટે મહાભાગ્ય અને અનંત પુણ્યના ઉદયથી મળેલ મોક્ષ મેળવવાનો અમુલ્ય અવસર છે. આ તકને ઝડપી ઉતમ કરણીથી મોક્ષની સાધના જીવે કરી લેવી જોઇએ. પષ્યના સંજોગે ઉભી થયેલી સગવડો જેમ અન્ય પૈસો, ધન ધાન્ય, તંદુરસ્ત શરીર વગેરે પુણ્યના ઉદયથી સગવડો મળે છે તેમ અનુકુળ વર્તન કરતાં સગા સ્નેહી જનો પણ પુણ્યના ઉદયથી મળેલી અનુકુળતાઓ માત્ર છે. આજ્ઞાતિ પત્નિ કે વિનિત બાળકો એ સર્વે માત્ર પોતાનાજ પુણ્યના ઉદયથી મળેલી અનુકુળતાઓ સમજવી. એજ પુણ્ય જયારે પૂરું થાય છે ત્યારે વિનિત બાળકો પણ તરછોડી દે છે. માતા પુત્ર અને ભાઈ ભાઇના સંબંધો પણ કાયમના નથી હોતા. તેથી નિશ્ચયે આ બધાજ દુનવયી સંબંધો મિથ્યા છે. આસકિત પૂર્વક એ સંબંધોની જાળમાં ફસાવું નહિં. જેમ શરીર એકાંત હેય નથી પણ મોક્ષ માર્ગમાં ઉપયોગી થઈ શકે છે. તેમ જૈને ઘરમાં મળેલ જન્મ અને ત્યાંની અનકળતાઓનો ઉપયોગ મોક્ષ માર્ગ પર આગળ વધવા માટે કરવો જોઇએ. નહિ કે તેમાં આસકત થઇને જીવનનો આનંદ માણવામાં. નરક પરંપરાથી તો છે જ. સતકાર્ય કરતાં અને સાચા, સરળ સ્વભાવ મનુષ્યો વિચાર કરે છે કે અમને નરક શી રીતે મળી શકે? અમારા કર્મો તો દેવગતિને યોગ્ય છે. તો અમને નરકનો યોગ થવો શક્ય જ નથી. આ એક ભૂલભરેલી અને અજ્ઞાનવાળી માન્યતા છે. ભવ બદલાતાં જીવના સંસ્કારો બદલાઈ જાય છે. નવી જગ્યાએ નવા શરીરમાં ત્યાનાં વાતાવરણને અનુરૂપ જીવ થઇ જાય છે. જીવનાં હાલના કર્મો ભલે દેવગતિને યોગ્ય હોય, પણ દેવગતિ પણ શાશ્વત નથી.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy