SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 320 તો હવે પ્રશ્ન એ થાય છે કે જીવાત્માને આ બેમાંથી શું મેળવવા જેવું છે? અને શું છોડવા જેવું છે? સૌ પ્રથમ એ વિચાર જાણવો કે સંસારના દરેક પ્રાણી, જીવને સુખ પ્રિય છે, દુઃખ દરેકને અપ્રિય છે. આ સુખ અને દુઃખ પણ કોઈ કાલ્પનિક શબ્દો નથી, તેનું અસ્તિત્વ સ્વયંના અનુભવથી સિધ્ધ છે. કોઇ પુન્યના ઉદયવાળા જીવો સંસારની સામાન્ય સુખસુવિધાઓ માં મુંજાઈ જઈ દુઃખનું અસ્તિત્વ જ નકારે છે. તેમના મતે દરેક જીવ સુખીજ છે. જાનવર પોતાની રીતે ખાઈપીને સુખી છે, તે તેનું જીવન જીવે છે. આપણે આપણું જીવન જીવીએ છીએ. તો પ્રથમ હવે દુઃખનું અસ્તિત્વ સાબીત કરવું રહયું. ત્યાર પછી સંસારમાં તેનું પ્રમાણ કેટલું છે તેનો વિચાર કરીશું. ત્યાર પછી આ દુઃખનો રેલો આપણા પગ નીચે કેટલી ઝડપથી આવે છે તે જોશું. દુઃખનું અસ્તિત્વ: પોતાને સુખી માનવા વાળા, અને આ સુખ કાયમ ટકશેજ એવી આશા કે ભ્રમમાં રહેનારાઓ એ દુઃખને જાણવું જરુરી છે. આમ તો દુઃખ એકજ પ્રકારનું છે જે જીવને અપ્રિય છે. પણ વિસ્તારથી સમજવા તેના જ્ઞાનીઓ દ્રારા ત્રણ ભેદ કરવામાં આવેલા છે. આધિ, વ્યાધિ અને ઉપાધી. આધિ એ દુઃખ છે જે દરેકને લાગેલાજ પડ્યા છે. જેમકે જન્મ, મરણ, વૃધ્ધાવસ્થા, ભૂખ તરસ, ઠંડી ગરમી, અણગમો, સંયોગ વિયોગ, નિંદ્રા અનિંદ્રા, ભય-(મૃત્યુનો,રોગનો,અપયશનો,આજીવિકાનો,પરલોકનો). વ્યાધી એટલે રોગ. નાના મોટા રોગ, અકસ્માતો, ભૂખ અને તરસ પણ વ્યાધીમાં આવી શકે, કારણકે તેનો ઉપચાર થઈ શકે છે. ઉપાધી - આ ઉપાધી સ્વયંના કાર્યથી વહોરેલી હોય છે. ઝગડાઓ, ખટપટો, પોતાની જરુરીયાત કરતાં વધારે ધન ભેગું કરવા કામકાજ વધારવું, અનેક પ્રકારનો પરિગ્રહ અજીવનો અને સજીવનો(પત્નિ,બાળકો)તે ભેગું કરવું, મેળવવાનો સંકલ્પ,ન મળે કે છુટી જાય તો શોક કરવો, મનોરમ્ય દ્રશ્યો જોવા જવું અને તેમાં અનેક પ્રકારની અસુવિધાઓ,થાક,અગવડો ભોગવવી. સુક્ષમ દ્રષ્ટિથી જોતાં સંસારની ઘણીખરી પ્રવૃતિઓ બધી આ ઉપાધી વિભાગમાં આવે છે. આમાંના મોટા ભાગનાં દુઃખ દરેક પ્રાણીને જીવન પર્યંત લાગેલાજ પડ્યા હોય છે. આ સંસાર છે, જેમાં માની લીધેલા સુખોના પણ ફકત છાંટાજ હોય છે. દુઃખનું પ્રમાણ : ચણ નાખવા જઇએ ત્યારે પક્ષીઓ મૃત્યુના ભયથી ઉડી જાય છે.ખાતી વખતે મૃત્યુનો ભય અને તે પણ અનુકંપા ભાવથી ચણ નાખવા આવેલા તરફથી, તો અન્ય હિંસક પશુઓનો અને પ્રાકૃતિક આફતોનો ભય કેટલો? ઠંડી ગરમી ભૂખ તરસ દરેક પ્રકારની તકલીફો મૂક બની સહન કરવી. રોગ વખતે ઉપચાર નહિં. આ પ્રાણી જગતના વણલખ્યા નિયમો છે. સમયથી પહેલા, પોતાની જરુરીયાત કરતાં વધારે અને અને અનેક પ્રકારની વાનગીઓ હાજર. મહિનામાં કયારેક જ ખરેખર ભૂખનો અનુભવ કરનાર. આવા પ્રકારના પુન્યના ઉદય વાળા મનુષ્યને શું ખબર પડે કે ખાતી વખતે મૃત્યુનો ભય શું અને કેવો હોય? ત્યારે બે-ચાર દાણા કેમ ચણાય? તરસથી વ્યાકૂલ જીવ, મગરની ખબર હોવા છતાં, બેઉ તરફ મૃત્યુ જાણી છેવટે પાણીમાં મોટું નાખે છે અને તરત મગર તેની ગરદનમાં દાંત ખપાવી પાણીમાં ખેંચી જાય છે. આ બધામાં મારો આત્મા છે. તમારો આત્મા છે. આ બધાજ તારા પૂર્વના સ્વરુપ છે કે પછીના સ્વરૂપ હોઈ શકે છે. આવી રીતે પૂર્વના ભવમાં જીવ કેટકેટલા દુઃખો–વેદનાઓ સહન કરી આવ્યો. ચોર્યાશી લાખ જીવાજોનીમાં માનનારા અને પ્રભુ મહાવીરનાં ધર્મમાં માનનારા ઓ એ વિચારવાનું કે આમાંનો પ્રત્યેક જીવ તે પોતેજ છે. અને જો હવે મોક્ષ તરફ પ્રયાણ નહિં કરે તો કાલે તે પોતે પણ આજ દુઃખો ભોગવશે. ભૌતિક સગવડોમાં મૂઢ બનેલો માનવી સ્થાવર જીવોનાં અસ્તિત્વમાં શંકા કરે છે. વિગલેન્દ્રીય જીવોનાં દુ:ખો જાણી શકાતા નથી, પણ સંજ્ઞિ પંચેદ્રીય જીવો જે આંખ કાન વાળા છે, મન અને સંવેદનાઓ વાળા છે. તેમના દુઃખો તો પ્રત્યક્ષ જોઈ શકાય છે. પાંગળા પોળોમાં અપંગ અને બીમાર પશુઓનું દુ:ખ જોવા એકવાર અવશ્યથી જવું. જો અહિંસાધામમાં આટઆટલી મહેનત, અનુકંપા અને સારવાર પછી પણ પશુઓના દુઃખોનો પાર નથી તો કતલખાને લઈ જવાતાં જાનવરોનાં દુઃખો તો જેનોથી જોઇ પણ ન શકાય તેવા હોય છે. ગામડે થી પશુઓને જયારે શહેરોમાં લાવવામાં આવે છે ત્યારે અનેક દિવસ ભૂખ તરસમાં વિતે છે. ત્યાર પછી પણ કસાઈવાડે જાનવર મરી ન જાય તેટલોજ ખોરાક અપાય છે. કતલખાનામાં કપાતા જાનવરોની ચીસોની તો કલ્પનાજ ન કાય. તે સિવાય પણ છોલાઈ ગયેલી ચામડી પર ચાબકનો માર ખાઈ ઘોડાગાડી ખેંચી રહેલો ઘોડો હોય કે મહાવતોનાં અંશોના માથા પર ઘા ખાઈ વશમાં રહેનાર હાથી હોય, પ્રાણી જગતમાં દુઃખોનો પાર નથી. જંગલનાં મુકત જાનવરો પણ અનેક કઠીનાઈઓ, ભૂખ તરસ, ભય અને બીમારીઓ વચ્ચે જીવે છે. અકાળે અવસાન પામે છે. જરાક કાંકરી મોઢામાં આવતાં અનાજ ખવાતું નથી તો રોજેરોજ જમીન પરથી ખાનારનું દુઃખ કોણ જાણી શકે? ફકત સર્વજ્ઞ જ્ઞાની ભગવાન જ. આ બધાજ બોલી શકતા નથી પણ તેથી એમ ન સમજવું કે તેઓ દુઃખી નથી. મનુષ્ય જેવી માનસીક ચિંતાઓ તેમને ન હોય તોય તેમના દુઃખોનો પાર નથી. અરે મનુષ્યો પણ કયાં બધા પુન્યના ઉદયવાળા છે ? અને જે છે તેમના પુન્યનો ઉદય પણ કયા કાયમનો ઇ ભૂતકાળ પર નજર કરતાં દુ:ખોના અસ્તિત્વની સાબીતી મળી જશે. જરુર છે ફકત એ બધું જોવાની દ્રષ્ટિની. જીણવટથી નિરીક્ષણ કરતાં સંસારનું સ્વરુપ અવશ્યથી સમજાઈ જશે. સ્થાવરકાયના દુ:ખો જીનેશ્વર પ્રરુપત ભાવ એ છે કે જેમ કોઈ બહેરા મુંગા માનવીને માથા પર લોઢાનો ઘણ મારવામાં આવે તો તે ચીસ નથી પાડી શકતો પણ તેને પીડા તો થાય જ છે. તેનાથી અનેક ઘણી વેદના એકેદ્રીયના જીવોને સ્પર્શ માત્રથી થાય છે. આ જ્ઞાન ઉપયોગદશા રાખવાથી જ ટકી શકે છે. સતત એકેદ્રીયના આરંભમાં પ્રવૃત રહેનાર જીવ-અજીવનું જ્ઞાન પણ ખોઈ બેસે છે અને જીન પ્રરપીત ભાવોમાં શંકા કરવા લાગે છે. તેનો આત્માનો અનકંપા ભાવ પણ નષ્ટ થઇ જાય છે. આજ કારણ છે અગ્નિકાયનો સંઘટો ત્યાગવાનો. જયાં અગ્નિ છે ત્યાં નિયમથી વાયુકાયની હિંસા થાય છે. વાયુકાયનાં જીવો સૌથી સુક્ષમ હોવાથી તેમની દયા પાળવી સૌથી અઘરી છે. માઇક વાપરવાથી શ્રોતાઓ દૂર સુધી શાંભડી શકે છે. અમારી સેલવાળી કાંડા ઘડીયાલ કે મોબાઇલથી કોઇને શું તકલીફ થાય છે? આવી વાતો કરનાર જીવ તત્વથી અને જીનેશ્વર પ્રરુપીત ભાવોથી અજાણ હોય છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy