________________ jainology 319 આગમસાર છે પણ એ નરક તુલ્ય વેદનાને તેઓ ચીસો પાડી વ્યકત કરી શકતા નથી. તળાયા શેકાયા પછી તેઓ પ્રાણરહીત થઈ ગયેલા તો પ્રત્યક્ષ જોઇ શકાય છે. - ત્યાર પછી વિકલેનદ્રીય જીવો એટલે કે ત્રસકાયમાંના હાલી ચાલી શકતાં બેઈન્દ્રીય, ત્રણઈન્દ્રીય, ચારઇન્દ્રીય વાળા જીવો. આ જીવો પ્રત્યક્ષ હલનચલન કરતાં દેખાય છે. પ્રાણી જગતમાં દરેક જીવ એક બીજાનું ભક્ષણ કરી જીવે છે. મોટા પ્રાણીઓ નાના જીવોને આહારને માટે મારે છે. મનુષ્ય પણ રેશમ માટે કોશેટાઓને જીવતાં ગરમ પાણીમાં ડુબાડીને રેશમના તાતણાં ભેગા કરે છે. ચીન જેવા દેશમાં અનાર્ય લોકો ઘણાં બધા વિગલેન્દ્રીય જીવોને જીવતાં તળી શેકીને ખાઈ જાય છે. ગાડીના પૈડા નીચે અને પગ નીચે કચડાઈને તેમાનાં ઘણા જીવો મરે છે. તથા ઉધઇ, વાંદા, મચ્છર જેવા જીવોને મનુષ્ય કાતીલ ઝેરના પ્રયોગથી મારે છે. અનાજમાં પડેલી જીવાતો કે ઇયળોને જીવતાં પીસી નાખે છે. કયાંક વળી મેદો બનાવતી ફેકટરીઓમાં તેઓને પાણીમાં ડુબાડી મારી નંખાય છે. આ દરેક જીવોમાં ચેતના-જીવ રહેલો છે. આ જીવ કે ચૈતન્ય શકિત એક જ પ્રકારની છે. બધા જીવોમાં આત્મા સમાન અને એક જ પ્રકારનો છે. પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માનનારા તથા 84 લાખ જીવાજોનીમાં ફરી ફરી જન્મ લઈ રહેલા આત્મા તત્વમાં માનનારાઓ આ જીવોનું અવલોકન કરતાં, નરકની સાબીતી પ્રત્યક્ષ મેળવી શકે છે. જે જીવો આત્મા તત્વને જ માનતા નથી, પુનર્જન્મ અને પૂર્વજન્મને જ નથી માનતા, કર્મ અને ધર્મને પણ નથી માનતા તેમને નરકની સાબીતી આપી શકાતી નથી. આત્મા તત્વની નિત્યતા તથા કર્મ જગતમાં માનનારાઓ જ આ નરકને જોઇ શકે છે. વિકલેન્દ્રીયના જીવો પછી પ્રાણી જગત પર નજર કરતાં, આ પ્રાણી જગત પણ સમસ્ત દુઃખમય જ દેખાય છે. પશુઓ સ્વાર્થી મનુષ્યની કેદમાં તો દુઃખી હોય જ છે. પણ જંગલમાં મુકત પણે વિચરી રહેલાઓના દુઃખોનો પણ પાર નથી હોતો. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, બીમારીઓ, હાથ પગના હાડકા ભાંગી જવા, શિકારી પશુઓ તરફથી મૃત્યુનો સતત ભય. અરે શિકારી પશુઓના દુ:ખનો પણ પાર નથી હોતો. હંમેશા તેમને પણ ખોરાક નથી મળતો. કેટલાક પશુઓમાં સ્વજાતી વૈર એટલે કે આપસમાં આધિપત્ય માટે કે અન્ય કારણોસર પશુઓ સ્વજાતીના નાના બચ્ચાઓને મારી નાખે છે. તથા આપસમાં પણ અથડામણો થતીજ રહે છે. ભૂખ તરસ અને બીમારીઓથી મૃત્યુનું પ્રમાણ પશુઓમાં સૌથી વધારે હોય છે. મનુષ્યને આશ્રિત પશુઓમાં પણ સ્વાર્થ ન રહે તો મનુષ્ય તેમને રઝળતા મુકી દે છે. પછી કચરામાંથી વીણીને તે જાનવરો ભૂખ ભાંગવાની કોશીશ કરતા હોય છે. નાની વાછરડીઓ પણ દુધ ન આપે ત્યાં સુધી ૨ઝડપટી કરીને જ ખાય છે. ( પુરાણ કાળથી મનુષ્ય પણ પશુઓની હત્યા આહારને માટે અને શિકાર જેવા શોખને માટે કરતો આવ્યો છે. આધુનીક જમાનામાં મરઘાઓ, બતકો, મગર અને કાચબાઓના ઉછેર માંસ મેળવવા માટે કરવામાં આવે છે. ગરમ મીણમાં ડુબાડી તેમના પીછા ઉતાવામાં આવે છે. જીવતા વાછરડા ઉપર ગરમ પાણી રેડી તેનું મુલાયમ ચામડું ઉતારવામાં આવે છે. કતલખાનામાં માથા પર મોટા હથોડાનો ઘણ(ડ્રીલ મશીન) મારી પશુને બેશુધ્ધ કરાય છે. આ એજ ડ્રીલ મશીન હોય છે જેનાથી પથ્થરો ફોડવામાં આવે છે. આ પશુઓના ચિત્કારો સાંભડો તો નરકની સાબીતી પછી કયારેય ન માંગો, તો હે પ્રજ્ઞાવંત મનુષ્ય હજી પણ શું તને નરકની સાબીતી જોઇએ છે? અન્યત્ર કયાંય નરક છે કે નહિ તે બાબત તને શંકા હોય, પણ તારી સામે નજરે દેખાતી આ નરકને તો તું અણદેખી ન જ કરી શકે. મનુષ્યો પણ મોટાભાગનાં દુઃખી જ હોય છે, અથવા આયુષ્યનો ઘણો ભાગ દુ:ખમાંજ વિતે છે. લડાઈ વખતે લાખોગમે મનુષ્યો યુધ્ધના મેદાનમાં મરે છે વળી બીજા શહેરોમાં બોંબવર્ષાથી મરે છે. મહાસંહારક અણુબોમથી થયેલી જાનહાની અને તેમાં લાખો લોકો જીવતાં બળીને મરી ગયેલા કહેવાય છે. કેદખાનામાંના કેદીઓ તથા યુધ્ધબંદીઓ પર પાશવી અત્યાચારો કરી મારી નંખાય છે. બધા મનુષ્યો તંદુરસ્ત પણ હોતા નથી. આંધળા, બહેરા મુંગા, અપંગ તથા બીમારીથી હોસ્પીટલો હંમેશા ભરેલી જ હોય છે. જન્મ મરણની વેદનાઓ તથા વૃધ્ધાવસ્થાના દુઃખોનો પણ પાર નથી, તથા ગરીબાઈને કારણે બધાને પુરતું અન્ન પણ મળતું નથી. વળી કેટલાંક દિવસભર કાળી મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શ્રીમંતો પણ સતત દિવસ રાત માનસિક તાણ વેઠી પૈસો કમાય છે. પછી તેઓ પણ અનેક બીમારીઓના ભોગ બની ડોકટરોના દરવાજે પગથીયાં ઘસતા જોવા મળે છે. પરિગ્રહને કારણે સતત ભયમાં તેઓ જીવે છે. વળી પૈસા માટે કુટુંબ કંકાસ પણ શરૂ થઈ જાય છે. જાંઝવાના જળ જેવા સુખની પાછળ દોળતા દોળતા તે પણ સુખની શોધમાં જ રામશરણ થાય છે. ઘરડા માબાપને પણ કોઈ લાકો છોડી દે છે, વૃધ્ધાવસ્થામાં કુટુંબ હોવા છતાં ઘણા લોકો એકલા અટુલા જીવન જીવતાં હોય છે. વૃધ્ધાશ્રમો પણ આવા દુઃખીજનોથી ભરેલા રહે છે. આમ આ સમસ્ત સંસાર દુઃખમય છે. સંસાર અને મોક્ષનું પ્રાથમિક જ્ઞાન જીવ અને આત્મા તત્વને માનવા વાળા, પૂજન્મ અને પૂર્વજન્મને માનવા વાળા, પાપ અને પુન્યને માનવા વાળા, આત્માની નિત્યતાને પણ માનવા વાળા કેટલાક મોક્ષની જરુર શું છે? એવો પ્રશ્ન ઉઠાવે છે. સંસારથી મોક્ષ-મુકિત શા માટે? આ પ્રશ્ન અનેક જીવોને ઉપસ્થિત થાય છે. એ વિચાર અને ચિંતનથી બે તત્વોનું અસ્તિત્વ જણાય છે, એક સંસાર અને બીજું તેનાથી મુકિત એટલે કે મોક્ષ. આ બે તદન વિરોધી તત્વો છે, જેમાં એકનાં અભાવમાં જ બીજાનું અસ્તિત્વ છે. તેમાં સમાનતામાં ફકત એક જીવઆત્મા તત્વ છે, જે બંનેમાં રહેલો છે. (અજીવને માટે મોક્ષ કે સંસાર શબ્દનો કોઈ ભાવ અર્થ થતો નથી.) તે સિવાય બેઉ તદન વિરોધી ગુણધર્મ વાળા છે. તેથી બેઉનું નિર્માણ પણ તદન વિરોધી ઘટકોથી થાય છે. જીવ એકની નજીક થતાં ખરેખર બીજાથી દૂર થાય છે. જેનાથી સંસાર બનેલો છે તે મોક્ષનું કારણ નથીજ બનતો અને જેથી મોક્ષ થાય છે તે ઘટકો સંસારના કાર્યથી ભીન્જ રહેવાનાં, કારણ કે બેઉ જીવની તદન વિરાધી પર્યાયો છે. તેથી એકની બીજામાં જરા પણ ભેળસેળ શકય જ નથી. મોક્ષનો રસ્તો મોક્ષમાર્ગ જીન પ્રરૂપિત છે, તે સિવાય અન્ય કોઈ માર્ગ નથી. તેનું નિર્માણ પણ જીવના મૂળભૂત ગુણો સિવાય અન્ય કશાથી થઈ શકવાનું નથી.