SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર-પૂર્વાર્ધ 318 વિવાદ ન કરવા માટેના કારણો કારણ કે કથા બોધ ગ્રહણ કરવા માટે હોય છે. મૂળ સંક્ષિપ્તમાં હોવાથી અને કંઠસ્થ પરંપરાના કારણે તેમાં કથાકારની ભૂલ થઈ શકે છે. શાંભડનારાઓ નો ઉત્સાહ વધારવા કથાકાર કથાને રુચકતાથી કહે છે. માટે બોધના લક્ષ્યથી કથાને ગ્રહણ કરવી. કારણ કે આચાર આચરણ કરવા માટે હોય છે. અને આચરણ ભાવ પ્રધાન હોય છે. ફકત ક્રિયાને ગ્રહણ ન કરતા, તેમાં રહેલા ભાવોનું મહત્વ વિશેષથી આવશ્યક છે. કારણ કે તત્વ કેવલી ગમ્ય હોય છે. સ્થૂળ દૃષ્ટિએ તે પ્રત્યક્ષ પણ હોય છે, પણ સૂક્ષમથી તો તેને સર્વજ્ઞ જ જાણે છે. તથા અપ્રત્યક્ષ સર્વ ભાવો કેવલજ્ઞાનનો જ વિષય હોવાથી વિવેકપૂર્વક પોતાની અને સામેવાળાની બેઉની શ્રધ્ધા ચલિત ન થાય તેનું ધ્યાન રાખી વિનમ્રતાથી ફકત સંવાદ કરવો. ઉઘાડે મોઢે ધર્મચર્ચા કરનાર અહિંસાનાં મૂળભૂત સિધ્ધાતની- એટલે કે સ્વમતની ઘાત કરે છે. સમયક જ્ઞાન પુરુષાર્થ ભગવદ આજ્ઞા સહિતનો જ હોવો ઘટે. ચામડાના પટા આદિ તાજા જન્મેલા વાછરડાઓનાં ચામડાથી આ મુલાયમ પટા આદિ બનાવવામાં આવે છે. તથા અન્ય અનેક પ્રાણીઓની હિંસા કરી ચામડુ ભેગું કરાય છે. આવા પર્સ, પાકીટ, કમરપટા કે બુટ ચપલ પહેરી તેનો ગર્વ કરવાથી મહાન અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે. જેના ફળ સ્વરૂપે આ ભવમાં પણ હોસ્પીટલમાં અનેક નર્ક જેવી યાતનાઓ ભોગવતાં દર્દીઓ જોવા મળે છે. રેશમી વસ્ત્રો, કોસમેટીક સાધનો, મોતી આ બધું ત્રસ જીવો પર કારમાં અત્યાચારો ગુજારી બનાવવામાં આવે છે. બનાવટી મોતી વાપરનાર પણ મોતીનો પ્રચારક અને અનુમોદક ઠરે છે. આથી તેને ભાવ હિંસાનો અતિચાર લાગે છે. નામ કર્મની શુભ પ્રકૃતિથી વગર આભુષણે પણ જીવ મનોહર લાગે છે. તેથી સમકતી જીવોને આવા જીવનાં કલેવર પહેરી આનંદીત થવાનું કોઈ કારણ નથી. અધર્મ અને હિંસાનો ફકત વિરોધ થઇ શકે છે, તેની કોઇ પણ પ્રકારે અનુમોદના તે અધર્મ જ છે. કારણ કે ધર્મ એ કર્તવ્ય છે, અને કર્તવ્ય ફકત કરવાથી જ થાય છે. તેમા મૂક સાક્ષિ રહેનાર પણ અધર્મના પક્ષમાંજ ઠરે છે. જેવી રીતે રત્નજડીત સોનાનો વાંદો કે ગરોડી જોઇને અણગમોજ ઉપજે છે, તેમ દરેક હિંસા અને અધર્મ પ્રત્યે આત્મભાવમાં ગૃહણા જ હોવી જોઇએ. ભલેને પછી ત્યારે વિરોધ કરવો શકય ન હોય. જયોતિષ શાસ્ત્ર જૈન ધર્મમાં જે કર્મ ભવિષ્યમાં ઉદય આવવાનાં હોય તેને પણ તપ દ્રારા વહેલાં ઉદયમાં લાવી નિર્જરા કરાય છે. આ જયોતિષ શાસ્ત્રથી આખી ઊંધી પ્રક્રિયા છે. આવી રહેલી આપતિને પાછળ ઢકેલવામાં માનનાર જયોતિષ શાસ્ત્ર એક પાપશાસ્ત્ર છે. મનુષ્ય ભવમાં કર્મનું લેણું ચુકવવાની શક્તિ હોવા છતાં તેને સાથે ફેરવી ચક્રવર્તી વ્યાજ સાથે ચુકવવું એ મહામૂર્ખતા છે. એ કર્મઉદયનાં સમયે જો ધર્મની સમજ કે મનુષ્ય ભવ નહિં હોય તો જીવ બીજા અનેક કર્મ બાંધી લેશે. તથા આવા કોઈ જયોતિષ પાપશાસ્ત્રનું હાલમાં અસ્તિત્વ પણ નથી. આ બધું વંશ પરંપરાથી પેટીયું રળવા માટે હસ્તગત કરાયેલી વાકપટુતા માત્ર હોય છે. જેનો અંધશ્રધ્ધાળુઓ ભોગ બને છે. શું લગ્ન વખતે કુંડળી મેળાપ કરાવનારાઓ કયારેય હસ્તરેખા નિષ્ણાંત પાસે પોતાના સંતાનના ભાવી જીવનસાથીની આયુષ્ય રેખા જોવાનો આગ્રહ રાખે છે? નહિંજ ને! તેથી આ એક ગાડરીયો પ્રવાહ એટલે કે લોકસંજ્ઞાથી, દેખાદેખી માત્રથી ઉભી થયેલી પ્રથા છે. નરકની સાબીતી. આ સમસ્ત સંસાર દુઃખમય છે. જીવોનું વિભાજન જૈન આગમોમાં 24 દંડકની રીતે પણ કરવામાં આવે છે. આ દંડક એટલે દંડાવાના સ્થાન(કારાગ્રહ), અહીં બધાજ જીવો કોઇ ને કોઇ પ્રકારે દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે નરકની સાબીતી માંગનારને અન્યત્ર કયાંય નરક શોધવાની જરૂર નથી. ફકત પોતાની આસપાસ જ જ્ઞાનપુર્વક અવલોકન કરતાં બહુબધી જગ્યાએ આ નરક સાક્ષાત જોવા મળશે. જૈન ભુગોળમાં વર્ણવેલ નરકને જોવાની આપણામાં શકિત નથી. તોય આસપાસમાં રહેલા જીવોના એ નરક તુલ્ય દુઃખો જોવાથી તેની કલ્પના તો થઇ જ શકે છે. એકેન્દ્રીય વાળા જીવોથી શરુઆત કરીએ તો વનસ્પતિકાયમાં જીવ છે તે વિજ્ઞાને પણ સાબીત કરી આપ્યું છે. આ વનસ્પતિકાયનું છેદન ભેદન મનુષ્ય અને અન્ય પ્રાણીઓ સતત કરતાં હોય છે. મનુષ્યો આહારને માટે તેના જીણા જીણા કટકા કરી નાખે છે, મીલ્ચર ગ્રાઈન્ડરમાં પીસે છે. ચક્કીમાં દળે છે, ઘાણીમાં પીલે છે, તેમને જીવતાં ઉકળતા તેલમાં નાખી તળે છે. છંદો બનાવે છે, ધાણી બનાવવા જીવતાં જ શકે છે જ્યાં અસહય ગરમીથી ફાટી પડે છે. ખાંડણીમાં કૂટે છે, રેફ્રીજરેટરની ઠંડીમાં ઠુઠવી નાખે છે. સખત ગરમીમાં તડકે સુકવી પ્રાણ રહીત કરી નાખે છે. જીવતાં જીવોમાં મીઠું મરચું લગાડી રાખી મુકે છે, તેમાં ઘણા કાળ સુધી પીડા ભોગવી આ જીવો મૃત્યુ પામે છે. અન્ય સ્થાવર જીવો પૃથ્વી,પાણી,અગ્નિ, અને વાયરાના જીવો પણ સતત હણાતા રહે છે. પણ નરકની સાબીતી માંગનાર જીનવચનમાં શ્રધ્ધાવંત ન હોવાથી આ જીવોના અસ્તિત્વમાં પણ શંકાશીલ હોય છે. તે સ્થાવર જીવોના દુઃખની વાત તેમના આગળ કરવી નકામી છે. જેમ કોઈ જન્મથી અંધ, બહેરા મુંગા મનુષ્યને કોઈ કાપે, છેદે, ભેદે, તેના માથા પર હથોડાથી પ્રહાર કરે, તો તેને વેદના તો થાય જ છે. પણ તે ચીસ પાડી શકતો નથી, કશું કહી શકતો નથી. તેમ એકેન્દ્રીય અને વનસ્પતિકાયના જીવોને પણ તેવીજ પીડા તો થાય
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy