SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 317 આગમસાર આપી રહયા છે, પણ બોધીદુર્લભતાથી કોઈ જીવો પોતાનો ત્રણ સ્થાવર જીવજગત સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણનો કર્યા વગર સીધાજ બીજા તબક્કામાં (એટલે કે નિર્લેપભાવની સાધનામાં) પ્રવેશવાની સાધના કરવા માંડે છે, અને તેનેજ જ્ઞાતાદષ્ટાભાવ માની લે છે. અહિં ભરત ચકીનું દષ્ટાંત ન આપવું કારણ કે તેઓ તો દીક્ષાનાં ભાવ સાથે જીવી રહેલા હતા. પરંતુ જ્ઞાતાદ્રષ્ટા હોવાની આત્મસંતુષ્ટી કરનારને ભાવથી દીક્ષાના કે શ્રાવકના વ્રતોને ધારણ કરવામાં ઉપેક્ષા ભાવ જ વધારે જોવા મળે છે. ભગવાનનો પ્રરુપેલો ધર્મ એટલે અનુકંપા અને તેમાંથી નિપજતી અહિંસા. તેને વ્યવહારમાં લાવવા - આચરણમાં પહેલા અહિંસા અને તેના અભ્યાસ સાથે જ્ઞાન ઉપયોગ દશામાં વધારો કરતાં જતાં અનુકંપા ભાવથી જીવને અભ્યસ્ત કરવું, સંસ્કૃત કરવું. આચરણ વગર જ્ઞાન નાશ પામે છે, જુઓ નંદી સૂત્ર અને અનુયોગદ્રાર સૂત્ર. જેમાં દ્રવ્યથી જ્ઞાન એટલે અજીવ પુસ્તકો. દ્રવ્યથી જ્ઞાની એટલે કે જીવ દ્રવ્ય, જ્ઞાનસહિત પણ આચરણ રહિતનો ભાંગો, જીવ ઉપયોગ લક્ષણ હોવાથી ખાલી NIL બતાવવામાં આવ્યો છે. એટલે કે આચરણ વગર જ્ઞાન જીવમાં ટકતું નથી. તથા જે જીવો ચારિત્ર ગ્રહણ નથી કરતાં તેમનું સમકિત પણ બે ભવથી વધારે ટકતું નથી. અનુકંપા ભાવ અનુકંપાનો ધારક હું જૈન છું. હું સમયક દ્રષ્ટિ છું. આવો ગર્વ આપણે કરીએ છીએ, પણ શું ખરેખર તે સત્ય છે? આપણી વિચારધારા, સજાગતા અને આચરણનું તે માટે નિરિક્ષણ કરીએ. મારી અનુકંપા સળંગ છે કે ત્રુટક છે? પ્રયત્નથી થાય છે કે સ્વાભાવિક છે? હું સમયકદૃષ્ટિ છું કે મિથ્યાદૃષ્ટિ? એ સવાલ પોતાનેજ કરીને જવાબ મેળવવાનો છે. આપણા સંપર્કમાં આવતાં જીવોનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ કરીએ. એક તો આપણી આસપાસનું પ્રાણી જગત એટલે કે પશુ પક્ષી વગેરે સંજ્ઞિ પંચઇનદ્રિય જીવો. બીજા વિકલેનદ્રિ જીવો એટલે કે બેઇન્દ્રી, ત્રણબી, ચારઇન્દ્રી જીવો. ત્રીજા સ્થાવર કાય જીવો એટલે કે પૃથ્વી પાણી અગ્ની વાયરો અને વનસ્પતિ-કંદમૂલ. ચોથા અસંગ્નિ સમુચછમ મનુષ્ય અને પાંચમાં સંજ્ઞિ મનુષ્યો. * કૂતરાને નાખેલો રોટલો જ્યારે પાસે ઉભેલો ગધેડો કે ભૂંડ ખાય, ત્યારે તે અન્ય પ્રાણીને મારાય તો નહીં જ. વાછરડો દોરી છોડાવીને જો ગાયનું દૂધ પી જાય તો અફસોસ ન જ કરાય. અજાણતા કે અનિચ્છાએ થયેલું દાન પણ પાછળથી વિચારધારા સારી રાખતાં અનુકંપા દાનમાં રૂપાંતરીત થઈ જાય છે. કબૂતરને નાખવાનું ચણ ઉદર ન ખાય તેની કાળજી રાખવી શું જરૂરી છે? અનુકંપામાં વળી ભેદભાવ શા માટે? કોઈ જાનવરોને લાભઅંતરાય હોઈ શકે, પણ મારી અનુકંપાનું શું? એ તો સર્વજીવ પ્રત્યેજ હોવી જોઇએ. પક્ષીનો માળો તોળતાં પહેલા તેના સ્થાને પોતાને મુકીને વિચારી જુઓ, મધપૂડો કે કબૂતર ચકલીના ઘર, આપણા ઘર જેવા જ તેમના ઘર છે. જેમ પોતાને નિરાધાર ઘર વગરના કલ્પતાં કંપારી છૂટે છે. તેમ અન્યનાં ઘર તોડતાં પહેલા પણ અનુકંપા ભાવથી વિચારીને જોવું. * મચ્છરનો ડંખ થાય તો વિચારવું કે હું તેનો આહાર છું. મારા આહાર સાથે હું કેવો વર્તન કરું છું? તેને કાપુ છું,સેકુ છું, દળુ છું, તળુ છું. સંપૂર્ણ જીવરહિત કરી નાખું છું. તેણે મારી સાથે આવું કંઇ નથી કર્યું, તેનો અપરાધ બહુજ નાનો છે. ન જે પોતે ભયભીત છે તે કાળજી પૂર્વક દયા પાળી શકતો નથી. ભયના કારણે પણ હિંસા કરાય છે. ભયભીત વ્યકિત હિંસક કે જુગુસ્પિત જંતુને જતનાથી ઉપાડી સુરક્ષીત સ્થાને મુકી શકતો નથી. માટે જુગુપ્સા અને ભયથી મુકત થવું આવશ્યક છે. * પ્રત્યક્ષ હલનચલન કરતાં દેખાતાં જીવો કરતાં સ્થાવર કાયની દયા પાળવી અઘરી છે. તે માટે શ્રદ્ધાનું બળ જોઇએ. તોયે વનસ્પતિ-કંદમૂલ વગેરેના સમુહને જોઇ શકાય છે. * અસંલિ સમુચછમ મનુષ્ય તો સ્થાવરકાયની જેમ સમુહથી પણ દેખાતા નથી. સજાગતા વગર તો તેનું જાણપણું પણ નથી રહેતું. શહેરી જીવન અને હવે તો ગામડાઓમાં તેની દયા પળાતી નથી. તોય 14 સમુછમ મનુષ્યના નામ કંઠસ્થ કરવા, અને ઇચ્છા રાખવાથી એક દિવસ તેની દયા પણ શકય થશે. * આપણી આસપાસના મનુષ્યો, નોકરો અને ઘરના લોકો સાથે પણ વર્તન અને વ્યવહારમાં અનુકંપા એ માનવતા છે, જે મનુષ્યત્વનો પહેલો ગુણ છે. તેના વગર ધર્મ માટેની પાત્રતા પણ ગણાતી નથી. * અજીવના વપરાશમાં વિવેક કે ત્યાગ એ પણ અનુકંપા છે, કારણકે અજીવ વસ્તુઓનું પણ આખરે તો સજીવ કે એકેન્દ્રીયના આરંભથી જ નિર્માણ થાય છે. કોઈ પણ પદાર્થ આરંભ વગર આપણા સુધી પહોંચતો નથી, એ સમજથી જ વિવેક આવશે. * ઇચ્છાઓ અલ્પથી અલ્પતમ કરવી અને સતત ઉપયોગદશા રાખવાથી આત્મામા અનુકંપાનાં સંસ્કારો દ્રઢ થશે, જે જન્મ પરિવર્તન પછી પણ સાથે ચાલશે. તપનું મહત્વ તપથી શ્રધ્ધા દ્રઢ થાય છે. જ્ઞાનથી શ્રધ્ધા વધે છે. ચારિત્રથી શ્રધ્ધા શુધ્ધ થાય છે. દર્શન એ શ્રધ્ધાનું બીજું નામ છે. શ્રધ્ધાથી તપ થાય છે અને તપથી શ્રધ્ધા મક્કમ થાય છે. શ્રધ્ધાથી જ્ઞાન વધે છે અને જ્ઞાનથી વળી શ્રધ્ધા વધે છે. શ્રધ્ધાનું પરિણામ ચારિત્ર છે અને ચારિત્રના પરિણામે તપ છે. તપથી ઉગ્રતા આવે છે, તેજસ શરીરનું તેજબળ વધે છે. કરોડો ભવનાં સંચીત કર્મોની તપથી ઉદીરણા થાય છે. પછી તે કર્મોની નિર્જરા થાય છે. સકામ રીતે નિર્જરીત થયેલા કર્મ પુદગલોનો ફરી કયારેય આત્મા પર બંધ થતો નથી. મોક્ષ માર્ગ પર ઝડપ જરુરી છે કારણ કે સંક્ષિપણું 1000 સાગરોપમ ઉતકૃષ્ટ છે. અને તપથી મોક્ષમાર્ગ પર ઝડપ આવે છે. તપથી જ્ઞાન ગ્રહણ કરવામાં સરળતા પ્રાપ્ત થાય છે. જ્ઞાન જલદી કંઠસ્થ થાય છે. નવા નવા અર્થોની પ્રાપ્તિ થાય છે. બાર આવ્યંતર અને બાર પ્રકારનાં બાહય તપ છે. આ સમીકરણો કોઈ એક સંદર્ભમાં સમજવા,(એકાંતીક રીતે નહિં.)
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy