________________ 316 આગમસાર–પૂર્વાર્ધ ક્યાંક રૂપક કે દ્રષ્ટાંત છે. આમાં કલ્પના કે સરખામણી કરવામાં આવે છે. તેથી મૂળ ઉદેશ બોધપાઠ નો હોવાથી ફક્ત બોધજ ગ્રહણ કરવો. પણ કોઈ પાત્ર કે પ્રસંગ બાબતે વાદવિવાદ ન કરવો. તેમજ પાત્રો કે વ્યવહારોનું અનુસરણ પણ ન કરવું. કથાનાં ચાર ભેદ ઠાણાંગથી જાણવા. તત્વ કેટલુંક પ્રત્યક્ષ છે અને કેટલુંક અપ્રત્યક્ષ છે. સૂત્રજ્ઞાનથી તત્વ જાણી તો શકાય છે પણ પ્રત્યક્ષ ન હોવાથી શ્રધ્ધાનો વિષય છે. જે પ્રત્યક્ષ છે તે પણ સુક્ષ્મથી અને સર્વભાવોથી ફક્ત જ્ઞાનીઓજ જાણી શકે છે. અપ્રત્યક્ષ હંમેશા કેવલી ગમ્યજ હોય છે. તેથી તત્વ સંબંધે પણ વિવાદ ન કરવો. છતાં તત્વ કેવલી ગમ્ય જાણી અન્ય દ્રવ્ય, પર્યાય, ભાવ વગેરેનો ઉડાણથી અભ્યાસ કરવાથી તત્વ સંબંધે ઘણું સમાધાન થઈ જાય છે. શ્રાવક શાસ્ત્ર વાંચન વિચારણા વિજય: ત્રણ વર્ષના દીક્ષા પર્યાય પહેલાં સાધુઓએ પણ શાસ્ત્ર વાંચવાની મનાઈ છે તો ગૃહસ્થને તો ક્યારેય શાસ્ત્ર વાંચી જ ન શકાય ને? તેમને તો વાંચવાનો અધિકાર જ ન હોય ને? જવાબ: ઘણી જગ્યાએ આગમ વિધાનના અર્થની પરંપરા બરોબર જળવાઈ નથી એટલે તેમાં વિકૃતિ ઘર કરી ગઈ છે. શાસ્ત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળાને ઉપાધ્યાય પદ આપી શકાય તેવું વિધાન છે અને ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનવા માટે બહુશ્રુત હોવું પણ આવશ્યક જણાવ્યું છે. એટલે ત્રણ વર્ષની દીક્ષાના સમય પહેલાં શાસ્ત્રાધ્યયન ન કરી શકાય એવો અર્થ ખોટો છે. તે સૂત્રોનો એવો અર્થ સમજવો જોઇએ કે ત્રણ વર્ષવાળા યોગ્ય સાધુને ઓછામાં ઓછો એટલો અભ્યાસ (શાસ્ત્રમાં કહ્યા મુજબનો) કરાવી લેવો જોઇએ; યોગ્યતા હોય તો વધારે કરાવી શકાય તેનો કોઈ નિષેધ ન સમજવો જોઇએ. ગૃહસ્થને માટે શાસ્ત્ર વાંચવા સંબંધી નિશીથમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, તેનો અર્થ પણ ભાષ્યકારે મિથ્યાદષ્ટિની અપેક્ષાએ ક્ય છે અને કહ્યું છે કે તે તેનો દુરુપયોગ કરશે. પરંતુ જિનેશ્વર ભગવાન પ્રતિ જે અનુરક્ત છે અને જે શ્રાવક છે, તેને માટે કદાપિ નિષેધ ન સમજવો જોઈએ. નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જે રીતે સાધુઓ માટે શાસ્ત્ર અધ્યયન અને ઉપધાનનું કથન છે, તેવું જ કથન શ્રાવકો માટે પણ છે. અન્ય આગમોના વર્ણનોથી યોગ્ય શ્રદ્ધાળુ શ્રાવક પણ આગમજ્ઞાની, બહુશ્રુત, કોવિદ, જિનમતમાં નિપુણ થઈ શકે છે. આગમમાં પણ શ્રાવક, સાધુને સમાન રૂપે તીર્થરૂપ કહ્યાં છે તથા ચાર પ્રકારના શ્રમણ સંઘમાં પણ શ્રાવકોને ગણાવ્યા છે, એટલે આગમકારની દષ્ટિથી શ્રાવકોને માટે આગમ અધ્યયનનો નિષેધ કે અનધિકાર નથી તેથી ઉક્ત એકાંતિક આગ્રહ પણ અવિવેક પૂર્ણ છે. આવા શ્રાવક તો જિનશાસનના તીર્થરૂપ છે. તેમને શાસ્ત્રના પઠન માટે દોષ હોઈ ન શકે, ઉલટું તેથી મહાન લાભ જ થાય તેમ છે. એટલે વિવેક એટલો જ સમજવો જોઇએ કે યોગ્ય સાધુ–સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા કરાવે. જ્ઞાન-ઉપયોગ દશા–ભાવ(જ્ઞાતાદ્રષ્ટાભાવ) જ્ઞાન– જીવ અને અજીવનું જાણપણું, તેમાં પણ વિશેષથી સ્થાવરકાય જીવજગત - તેના રહેવાનાં સ્થાન, ઉત્પતિનાં સ્થાન, શરીરની કોમળતા, સુક્ષ્મ સુક્ષમતર ઇત્યાદીથી પાંચ સ્થાવરને જાણવા. તથા ત્રસમાં પણ સુક્ષમ ત્રસની વિશેષથી ઓળખાણ કરવી. ઉપયોગ દશા– જીવ અને અજીવને જાણયા પછી, સર્વ જીવોને આત્મવત જાણી-સમજી તેમની દયા પાળવી. એજ મહાવીરનો અહિંસા પરમો ધર્મ. સર્વ જીવોની દયા પાળતા જીવ પોતાનીજ દયા કરે છે. સતત ઉપયોગ દશામાં રહેવું, પોતાનાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતાં દરેક પદાર્થમાં જીવ શું છે અને અજીવ શું છે તેનું ઉપયોગ પૂર્વક ક્ષણે ક્ષણે અવલોકન કરનાર ઉપયોગ દશામાં રહી શકે છે. વિશેષથી તેનું પોતાનું વર્તન કઈ રીતે ભૂત-વર્તમાન–ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષથી હિંસામાં ભાગીદાર થઈ રહ્યો છે તેનું જાણપણું રાખનાર અને તેમાં પોતાના સામર્થ્યને ગોપવ્યા વિના આચરણ કરનાર એટલે કે તે સ્થાવર ત્રસની હિંસાથી દૂર થનાર જ ઉપયોગદશા વાળો કહેવાય છે. અજીવના વપરાશમાં પણ વિવેક રાખવો, કોઈ પણ પદાર્થ પૂર્વ પશ્ચાત કે પછી તેમાં સંકળાયેલા અર્થને કારણે આરંભનું કારણ છે. કર્મબંધનું મુખ્ય કારણ ભલે આત્માના ભાવ હોય પણ આરંભના અનુમોદન વગેરેથી અસાતા વેદનીયનો બંધ થાય છે. પોતાની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત અજીવનો પણ વપરાશ ઘટાડવો એ અજીવ વિવેક. શભ ભાવ, અનકંપા-સંવેદના પૂર્વક જીવોની જતના કરનાર સાહજીકતાથી જીવદયા પાળી શકે છે. આ જ્ઞાન+ઉપયોગદશા+અનુકંપાભાવ નો સરવાળો એજ સમકિત, એજ મોક્ષ માટેની લાયકાત, એજ મોક્ષનો ઉપાય, એનુંજ પરિણામ જીવ જગત સાથે મૈત્રીભાવ અને અજીવ પુદગલ જગતથી મુક્તિ . ફક્ત જ્ઞાતા-દષ્ટાભાવ એટલે કે જ્ઞાન અને નિર્લેપભાવ પૂરતા નથી. જીવ જગત પ્રત્યે દુર્લક્ષ્ય કે અલક્ષ્ય કરી પોતાના આત્મામાં રમણતા કરવાની સંતુષ્ટી કરવી એ પ્રમાદ જ છે. સંપૂર્ણ ત્રણ સ્થાવરના જીવોને પોતાના આત્મા જેવા જાણી, તેમની સાથેનું વર્તન અનુકંપા,સંવેદના અને વિવેક પૂર્વકનું કરવું અને તેમાં જે પ્રસન્નતાનો અનુભવ થાય, તેને આત્મભાવમાં રમણતા કરવી કહી શકાય. વિનાન દષ્ટાભાવ એટલે લાપરવાહી માટે વપરાયેલી શબ્દજાળ છે. આને પોતાના સોફીસ્ટીકેટ જીવનની ઓળખ નવી રીતે કરવી - એમ કહી શકાય. પોતાની નેશ્રાએ થઈ રહેલા સ્થાવરકાયનાં મહા કે અનર્થકારી આરંભને તટસ્થતાપૂર્વક દષ્ટાભાવે જોઈ રહેલામાં જ્ઞાતાપણું કેવું હોઈ શકે? તે વિચારણીય છે. ઉપદેશ આપી રહેલા સાધુભગવંતો કે જેમણે જીવજગત સાથેનો પોતાનો વ્યવહાર શુધ્ધ ર્યો છે, તેઓ હવે પછીના બીજા તબક્કામાં પોતાનો અજીવ સાથે પણ જે વ્યવહાર રહયો છે તેમાં નિર્લેપભાવની સાધના કરી રહયા છે. અને તેનોજ ઉપદેશ પણ