________________ 315 jainology આગમસાર ભાંગાઓ - આ ભાંગાઓ ત્રણ પ્રકારનાં છે. એક તો સાદા ભાગો છે, જે ત્રણ કે ચારની સંખ્યા નાં બોલોને તેવીજ સંખ્યાનાં અન્ય બોલ સાથે ગણવાથી થાય છે. બીજા સંખ્યાતી સંખ્યા વાળા બોલો ને અસંખ્યાત બોલથી ગુણતા થાય છે અને ત્રીજા સંખ્ય, અસંખ્યને અસંખ્યાતથી ગુણતા થાય છે. તથા અનંતના ભાંગા(?) વાકય પધ્ધતિમાં બોલવાની રીતો બતાવી છે. દ્વારની પધ્ધતિ અને ગમા - એક દ્રવ્યની અનેક પર્યાયથી વિચારણા, મુખ્ય ઉદેશ્ય જીવદયાનો હોવાથી જીવ દ્રવ્યની વિચારણા 32 દ્રારોથી કરાઈ છે. તથા આવા બીજા પણ ઉદેશા છે જેમાં અનેક દ્રારોથી વિચારણા કરાય છે. આનું વિસ્તૃત સ્વરૂપ ગમામાં જોવા મળે છે. અહિં કાળ(આયુષ્ય) દ્રવ્યનો ઉમેરો થતાં બે કે વધારે દ્રવ્યની પર્યાયના અનેક જીવની પર્યાય સાથેના ભાંગા થાય છે. તેમાં શક્ય માંગા ક્યા અને તે ભાંગા બનાવવાની રીત જણાવી છે. પ્રાથમીક તત્વજ્ઞાન કંઠસ્થ ર્યા પછી જ તે સમજી શકાય છે. વિસ્તાર પૂર્વકનાં વર્ણનો - આ વર્ણનો ખરેખર વિચારતાં કરી નાખે તેવા છે. ક્યારેક કોઈક લહિયાઓ દ્રારા કે અજૈન અથવા પડવાઈ દ્વારા કરાયેલા હોવાની પણ આમાં શક્યતા રહેલી છે. તેથી જરુરથી વિચારવું. 72-64 કળાઓ(સર્વ ગુણ સંપનતા માટેનો વાકય પ્રયોગ છે), શરીરનાં કે નગરીનાં વર્ણનો, દેવ વિમાન અને મૂર્તિનાં વર્ણનો, 14 સપનાઓશાસ્ત્રના મૂળ પાઠમાં એક સિંહના સપનાનું વિસ્તૃત વર્ણન છે. લગ્નમાં અપાયેલી ભેટોનું વિસ્તૃત વર્ણન. આ બધું મોક્ષમાર્ગમાં કઈ રીતે ઉપયોગી છે એ નથી સમજાયું. તેથી જયાં વિસ્તાર પૂર્વકની કથા કે વર્ણનો જોવા મળે ત્યાં તે ધર્મપોષક ભાવો છે કે નહિં તે સર્વપ્રથમ વિચારવું અને તથાયોગ્ય નિર્ણય લેવો. (સમાધાન: જેમ પાપી જીવોના દ:ખોનું વર્ણન આવે છે તેમ ધર્મી જીવોના પશ્યના ઉદયનં વર્ણન છે.) કદાચ આ બધું પણ જીવ ભોગવી આવ્યો એ બતાવવા કીધું હોય. આની શબ્દ રચનાઓ પણ અલગ છે. જ્ઞાનીઓ ઉદાહરણ આપે છે, સરખામણી કરે છે, તે જ્ઞાન પહેલાથી સાંભળનારને મતિશ્રુતના ક્ષયોપશમથી થયેલું હોય છે. તેના એ જ્ઞાનનો ઉપયોગ કરી અન્ય વાત સમજાવવામાં આવે છે. જેમકે - કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રને આપેલા સૂત્ર અને અર્થ તેનો અને સૂત્રાર્થનો નાશ કરે છે. આવા પ્રકારનું સિધ્ધાંત રહસ્ય છે કે અલ્પ તુચ્છ આધાર નાશ પામે છે. અહિં કાચા ઘડા અને જળનું જ્ઞાન પહેલાથી છેજ, તેજ જ્ઞાનના ઉપયોગથી સિધ્ધાંતની વાત સમજાવાઈ છે. આવીજ જ્ઞાનથી ભરેલી વાત જ્યારે બ્રમદત ચક્રવર્તી ચિત્તમુનીને કહે છે, કે જેવી રીતે કીચડમાં ફસાયેલો હાથી કિનારાને દેખતો થકો પણ તેને પામી શકતો નથી તેમ હે ચિત્ત કામભોગના કિચડમાં ફસાયેલો હું સંયમને જાણતો થકો પણ તેને ગ્રહણ કરી શકતો નથી. ચોંકાવનારું આશ્ચર્ય આવી વાત બ્રમદતના મુખે સાંભળતાં થાય છે. આવી ઉદાહરણની ભાષા તો જ્ઞાનીઓ બોલે. તે ફરી ફરી વાંચવાનું મન થાય તેવી હોય છે અને આશ્ચર્ય એ છે કે વાંચવા માટે પુસ્તક પણ ઉપાડવું પડતું નથી કારણ કે એ શબ્દો અંતરમાં જ અંકાઈ ગયા હોય છે. પ્રભુની વાણી તરીકે આપણી પાસે હમણા ફક્ત આગમ શાસ્ત્રોજ વિધમાન છે. શાસ્ત્ર વાંચન માટે પ્રથમ તો જૈન ધર્મના મૂળભૂત સિધ્ધાંત અહિંસા, અપરિગ્રહ, સત્ય, અચૌર્ય, બ્રમચર્ય વગેરેને આત્મસાત કરવા જોઇએ. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જ્ઞાન અને અનુભવ આચરણ હોવું જોઇએ. સરળતા અને અનુકંપાના ભાવો ધારણ કરેલા હોવા જોઇએ. આ બધું સાધુપણા સિવાય જોવા નથી મળતું તેથીજ શ્રાવકને ગુરુગમ્યતા વગર કે બહુશ્રુત પારંગત જ્ઞાનીની નેક્ષાય વગર શાસ્ત્ર વાંચન માટેની પ્રેરણા નથી કરાતી. હજાર વર્ષ સુધી કંઠસ્થ રહયા પછી લેખન થયાને પણ હજાર વર્ષ થઈ ગયા છે. જુની પધ્ધતીમાં તાડપત્રોનો ઉપયોગ થતો અને તેની નકલ લહિયાઓ દ્રારા કરાવાતી. અજેનો દ્રારા શાસ્ત્રોને નાશ કરવાનો પ્રયત્ન પણ અનેક વખત થયો છે. ઉધઈ જેવા જીવાતો દ્વારા પણ તાડપત્રનાં પાનાઓ ખવાયા છે. કહેવાનું તાતપર્ય એ છે કે શ્રાવક કે સાધુ જયાં શાસ્ત્ર વાંચન કરે ત્યારે જીણવટ પૂર્વક વિવેક બુધ્ધિથી વિચારી, વસ્તુ તત્વનો નિર્ણય કરે કે આ રચનાને ગણધર કે પૂર્વધરોની માની શકાય કે નહિં. આચાર-કથા-તત્વ ચાર પ્રકારથી વિભાજન આગમોનો કરવામાં આવે છે. ચરણકરણ, કથા, દ્રવ્ય અને ગણિત. ગણિતનો તત્વમાં સમાવેશ કરતાં ત્રણ વિભાગ બને છે. આચાર કથા અને તત્વ. આચાર સંબંધે કોઈ બાંધછોડ ન કરવી. કયા ઉદેશ્યથી આચારનું કથન છે તે ધ્યાનથી સમજવું આત્મસાત કરવું. અનુભવથી આચરણના જ્ઞાનની શુદ્ધિ થાય છે. શુદ્ધ આચારીની સંગત અને નિરીક્ષણથી આચાર સંબંધી બધી શંકાઓનું સમાધાન થઈ જાય છે. મુખ્ય તો જીવદયાનાં ઉદેશથી આચારનું કથન છે . અપ્રમાદ અને ઉપશમને માટે પણ આચાર છે. આચાર સંબંધે આત્મા સર્વોપરી છે. ઉપદેશ આત્માના વિવેકને જગાડવા માટે હોય છે, શું કરવું અને શું ન કરવું તેનો અંતિમ નિર્ણય આત્માએજ લેવાનો છે. આચાર સંબંધે શાસ્ત્રજ્ઞાન કરતાં સ્વયં અનુભવ અને આચરણ મહત્વના છે. શાસ્ત્રજ્ઞાન વગર પણ શુધ્ધ આચારીનાં સંગથી, નિરીક્ષણથી આચાર સંબંધી બધુંજ જ્ઞાન થઈ જાય છે. અભણ લોકો પણ શુધ્ધ આચાર પાળી શકે છે. મોક્ષમાર્ગમાં આચાર અને ભાવ મુખ્ય છે. ધર્મકથા બોધ લેવા માટે હોય છે. કથામાંથી ફક્ત બોધજ ગ્રહણ કરવો. તેના અન્ય પાસાઓ જેમકે નગરીનાં વર્ણનો, રાજાનાં વર્ણનો, લોકરુઢિઓ, ભોગવિલાસનાં વર્ણનો અને વ્યવહારો, તેનું અનુસરણ ન કરવું. કંઠસ્થ રાખવાની પરંપરામાં સંક્ષિપ્તમાં જ કથાઓ અને બોધનો સંગ્રહ થોડાક પદોમાં કરી લેવાતો. જયાં વિસ્તારથી વર્ણનો આવે છે તે ગમીક પાઠો છે તેનો કથાકારો દ્વારા વિસ્તાર કરાયો છે. ગમિક પાઠો સર્વત્ર એક સરખા હોય છે.