SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 314 આગમસાર–પૂર્વાર્ધ આમ આ કોઇ આગમ સંખ્યા ભેદ ન રહેતા સંપ્રદાયની ઓળખ માટેનો રુઢ પ્રયોગ સિદ્ધ થાય છે. આવું જ મુખવસ્ત્રિકા બાબતમાં પણ છે. બેઉ સંપ્રદાયો ઉઘાડે મોઢે બોલવાથી થતી વાયુકાયની હિંસા ને રોકવા મુહપતિને અનિવાર્ય માને છે. પરંતુ પોતાની ઓળખ અલગ રાખવા માટે દોરાનો ઉપયોગ દેરાવાસી સંપ્રદાયો નથી કરતાં. અને પછી તેના માટે અનેક તાર્કિક કારણો ઉભા કરવા પડે છે. જૈન આગમ અંગ્રેજીમાં અંગ્રેજી એ અનાર્ય પ્રદેશ અને અનાર્ય લોકોની ભાષા છે. જો આગમોનો અનુવાદ અંગ્રેજીમાં કરાય તો તે વિવાદાસ્પદ જ થશે. જયાં સાડીની સંસ્કૃતિ જ નથી ત્યાં ઘુંઘટ માટેનો શબ્દ ક્યાંથી મળશે. રજોહરણને જાડુ કહેશે, મુહપતિને મોઢે ટીંગાડાતો કપડો. ચૈત્ય એટલે સ્ટેચ્ય, દેવદેવી એ ગોડ અને ગોડેસ તો ભગવાનને મેસેન્જર કહેવાશે. આપણને વિન્ડોઝ અને બીજા સોફટવેર ગજરાતીમાં જોઈએ છે અને આગમ અંગ્રેજીમાં. દુનિયાની ભાષાઓનાં કલાસ ભરવા નાના મોટા બધા જાય છે, પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવામાં નાનમ લાગે છે. અંગ્રેજીમાં જે ધાર્મિક જ્ઞાન આપતાં હોય કે પ્રતિક્રમણ કરાવતાં હોય તેમને ધન્યવાદ. પણ જેમ કોઈ અંગ્રેજીનાં જ્ઞાન વગર કોમ્પયુટર એજીનીયર બની શકતો નથી, તેમ ફક્ત કોઈ અંગ્રેજીનાં આધારથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા માંગતો હોય તો તે શક્ય થવાનું નથી. આમતો ગુજરાતીમાં પણ ખરેખર તો શાસ્ત્રો ટ્રાન્સલેટ કરેલા છે. આ ગુજરાતી અનુવાદનું પણ પાછું અંગ્રેજીમાં અનુવાદ કરતાં મૂળ અર્થોથી ઘણાં દૂર નીકળી જવાનું થશે. બહેતર તો એજ છે કે આપણે આપણી ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વ અનુભવીએ અને બાળકોને નાનપણથી જ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન આપીએ. સંક્ષિપ્તમાં કહે તે સૂત્ર મૂળ રીત આગમજ્ઞાન કંઠસ્થ રાખવાની હોવાથી સૂત્રપાઠો સંક્ષિપ્તથી બનાવેલા હતાં. સૂત્રની વ્યાખ્યા પણ તેવીજ કરવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ આગમોમાં પધ્ય પાઠો - જે આલાપથી ગાઈ શકાય તેવી રીતે છે. 42 અક્ષરનું એક પદ હોય છે. ૩ર અક્ષરની એક ગાથા હોય છે. આની વિવિધ આલાપક પધતિઓ છે. આ સૂત્રો હજી પણ કંઠસ્થ કરાય છે. જેમકે ઉતરાધ્યન, દશવૈકાલીક, આચારાંગ, સુયગડાંગ. આ અત્યંત સારી રીતે સચવાયેલું આગમ જ્ઞાન છે. આ ગાથાઓ મનને પ્રસન્ન કરનાર અને આત્માને શ્રધ્ધાવત તેમજ ધર્મ માર્ગમાં ઉત્સાહ પમાડનાર હોવાથી દરેક સાધકે અવશ્યથી વાંચવી જોઇએ. ગધ્ય પાઠો - જે વાંચી શકાય તેવી રીતે હોય છે.આ પાઠો પણ સંક્ષિપ્ત છે. તેમને પણ કંઠસ્થ કરવા શક્ય છે. વ્યવહાર, વેદકલ્પ. ગમિક પાઠો - એક સરખા વર્ણનો માટે વપરાતાં પાઠો. જે પણ કંઠસ્થ કરવામાં આવતાં પણ તેનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોવાથી તે કથા કે પ્રસંગ તે પ્રમાણેજ થયું હોવાનું પુરવાર થતું નથી. પણ તેનાથી પ્રસંગની ધારા અખંડ રહે છે. ગંડીકાઓ - હવે જે થોક જ્ઞાન તરીકે ઓળખાય છે.આ ગંડીકાઓનો એક સરખા ભાવોના સંગ્રહ માટે ઉપયોગ થાય છે. જીવાભીગમ અને પનવણામાં ગંડીકાઓ નો વિસ્તાર કરવામાં આવ્યો છે. કલ્પસૂત્ર પણ તીર્થંકર ગંડીકા અને કેટલાંક ગમિક પાઠો તથા આચાર દશા નામના દશાશ્રુત સ્કંધના આઠમા અધ્યયનનું સંકલન છે. ગણધર રચિત્ત આચાર સૂત્રો - આવશ્યક સૂત્ર કે પ્રતિક્રમણ સૂત્રનાં પાઠો તથા આલોચના કે પ્રાયશ્યિછીત સૂત્રો, શ્રમણ સૂત્રો. આ શ્રાવક અને સાધુગણ બેઉ કંઠસ્થ કરે છે. આના શબ્દો વિશાળ અર્થવાળા અને માર્મિક અર્થવાળા છે. સંપૂર્ણ આગમ જ્ઞાન તેમાં સમાયેલું છે. આ પાઠો શબ્દ આનુપૂર્વી વાળા છે જેનો એક શબ્દ બોલતાં પછીનો શબ્દ સ્વયંમેવ યાદ આવી જાય છે. આને એક પ્રકારની લબ્ધી કહી શકાય. કંઠસ્થ કરનાર જયારે તે બોલાવે છે ત્યારે તેની જાણ બહાર પણ શબ્દો આપોઆપ ઉચ્ચારાતા જાય છે. વર્ષોથી ફકત રટણ કરનારને પણ તેના અર્થો સમજાવા લાગે છે, કે સમજાતા જાય છે. અંક સુત્રો - અહિં સંખ્યાનાં આધારથી જ્ઞાનનો સંગ્રહ કરાયો છે. ઠાણાંગ સમવાયાંગ. આ પણ કંઠસ્થ કરાય છે. આ એક સારી RAID બેકઅપ પધ્ધતિ છે. (રીડનડન્ટ આરે ઓફ આયડેનટીકલ ડેટા) જેમાં એક લખાણ એકજ જગ્યાએ ન લખતાં ત્રણ જગ્યાએ લખવામાં આવે છે. આથી લખાણ સરક્ષીત રહે છે. જ્યારે લખાણનો કોઈ ભાગ નાશ પામે ત્યારે હજી પણ તે બીજી બે જગ્યાએ સચવાયેલું હોવાથી ફરીને મળી જાય છે. આગમમાં પણ ઘણુંખરું બધું જ્ઞાન ઓછામાં ઓછી બે વખત કે ત્રણ વખત સંગ્રહ કરાયું છે. જેથી ક્યાંક ત્રુટી આવે તો બીજી બે જગ્યાએથી તેની ભરપાઈ થઈ જાય છે. પુનરુકતિ પણ કોઈ દોષ નથી કેમકે જેમ રોગ મટાડવા દવાનું સેવન વારંવાર કરવામાં આવે છે, તેમ કર્મ રૂપી રોગ મટાડવા શાસ્ત્રોનું વાંચન વારંવાર કરવું આવશ્યક જ છે. વિસ્તૃત સૂત્રો સૂત્રપાઠો હંમેશા સંક્ષિપ્તજ હોય છે તેવું પણ નથી. રાયપરોણીય માં રાજા પ્રદેશનો કેશીસ્વામી સાથેનો સંવાદ વિસ્તારથી છે. પ્રશ્નવ્યાકરણ માં પાંચ આશ્રવ અને પાંચ સંવરનો વિસ્તાર છે. જ્ઞાતામાં ધર્મકથાઓ વિસ્તારથી છે. અલ્પ બહત્વ- અનેક પર્યાયોનાં અલ્પ બહત્વનાં વર્ણનથી તે સારી રીતે સમજાય છે. આ પણ કંઠસ્થ કરાય છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy