SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 313 આગમસાર મહાન ઉપકાર એ સાધમનિઓનો. ધર્મ વાંચતા સાભડતાં ઘણાં શબ્દો આવે છે, જેનો ખરો અર્થ ખબર હોય તોજ ઉપદેશ સમજાય છે. અનંત ઉપકાર તેમનો જેણે મુનિ શબ્દનો અર્થ સમજાવ્યો. જેણે આચાર પાળ્યો છે તેણેજ મુનિ શબ્દનો ખરો અર્થ સમજાવી આપ્યો છે. તેવા મુનિઓને જોયા જાણ્યા વિના મુનિ શબ્દ, આકાશકુસુમવત જ રહ્યો હોત.(ન સમજી શકાય તેવો). આજે પણ પડીમાધારી,લબ્ધિધારી,અવધિજ્ઞાની,મનપર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જેવા શબ્દો આવે છે ત્યારે મન વિચારો અને કલ્પનાઓના ચકડોળે ચડી જાય છે. તેનું કારણ આ બધાને આપણે જોયા નથી. કેટલાક જીવોને ધર્મ તો વાંચવા સાંભડવા મળે છે, પણ સાચા આચારવંત સાધુઓને ન જોયા હોવાથી, આ મુનિ કે સાધુ શબ્દ તેમને વિચાર કરતાં કરી દે છે. ધર્મધ્યાનમાં આલંબન અને પુસ્તકો. ચાર આલંબન ધર્મધ્યાનનાં વાચના, પુછના, પરિપટણા, ધર્મકથા કહેવામાં આવ્યા છે. અને તે આલંબનો માટે કાળપરિણામ થી થતાં સ્મૃતિ લોપના કારણે પુસ્તકોનું આલંબન લેવાય છે. - શ્રેષ્ઠ રીત તો જ્ઞાન કંઠસ્થ કરવું અને કંઠસ્થ રાખવું એજ છે. તેમાં જીવ વિરાધનાની સંભાવના પણ નથી રહેતી. હોઠે તે સાથે-ગમે ત્યારે ગમે ત્યાં કંઠસ્થ જ્ઞાન ઉપયોગી થાય છે. રાત્રે અંધકારમાં પુસ્તકો વાંચી શકાતા નથી. તથા તેની જાળવણી ખૂબજ જરૂરી છે, અન્યથા કંથુઆ જેવા નાના જીવો તેમાં ઉત્પન્ન થાય છે. જે અડવાથી પણ મરી જાય છે. હાથેથી દૂર કરવા જતા પ્રવાહી લીટો માત્ર થઈ જાય છે. મુહપતિ વગર વાંચી રહેલાં ઉપયોગ ન રહેતાં, ફૂંક મારી વાયુકાયની વિરાધના કરે છે. મુલાયમ ગુચ્છો કે પીંજણી સાથે રાખી વાંચવા બેસવું. તે ન હોય તો મુલાયમ પછેડી જેવા વસ્ત્ર કે રૂમાલથી છાયડા વાળી જગ્યામાં નાંખવું. પણ તેને અડવું નહિં. પુસ્તકોનાં પાનાની વચ્ચે આવતાં તો તેથી મોટા ત્રસ જીવો પણ બચતાં નથી. ભેજ વાળી જગ્યામાં પુસ્તકો રાખવા નહિં. બની શકે તો દરેક પુસ્તક પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવું. કપૂરની ગોળી સાથે મુકવાથી પણ તેની ગંધથી પુસ્તકો થોડો સમય સુરક્ષીત રહે છે. ઘણો લાંબો કાળ પડી રહેલાં પુસ્તકો નકકી જીવ ઉત્પતિ વાળા થઈ જાય છે. સામાન્ય દ્રષ્ટિ નાખતાં ન દેખાય એટલા નાના અને તેથી પણ નાના જીવો પુસ્તકોમાં ઉત્પન્ન થાય છે. શરીર સુક્ષ્મ જીવ સહિતનાં પુસ્તકો ઉનાં તાપમાં સૂકવવા નહિં. આસપાસ તડકોજ હોવાથી બહાર નીકળે તોય મરી જાય છે. વધારે ઉપયોગમાં ન હોય કે સુલભતાથી બીજી આવૃતિ ઉપલબ્ધ થતી હોય તો આવા પુસ્તકો નિર્જન ઝાડીમાં પરઠી દેવા, ખુલ્લામાં નહિં પરઠવા, અન્યથા ચકલી જેવા પ્રાણીઓ તે જીવોનો સંહાર કરે છે. અથવા જેમ છે તેમ છોડી દેવા, ક્યારેક હૃદુ પરિવર્તન થતાં સ્વયં પણ જીવોત્પતિ પુરી થઈ જાય છે. જીવો પરનો અનુકંપાભાવ એજ આત્માને માટે ગુણ છે. જ્ઞાન તો પછી પણ મળી શકશે, પણ જો અનુકંપાનો ભાવ ગયો તો મેળવેલું જ્ઞાન પણ એકડા વગરનાં મીંડા જેવું છે. જીવોત્પતિ પહેલાંજ પુસ્તકોને નિયમિત સમયે તડકો આપી ભેજ વગરનાં કરવા ઉચિત્ત છે. પછી નહિં. તથા એટલા મોટા પ્રમાણમાં સંગ્રહ પણ ન કરવો જોઇએ કે જાળવણી ન થઈ શકે. ઉપાડતી–મુક્તી વખતે પણ જયણા રાખવી, વાયુકાયની વિરાધના થાય તે રીતે ફેંકવા નહિં, પછાડવા નહિં. કણીથી ધુળ નહિં ખંખેરવી. પણ જયણાથી લછવા. અત્યંત ઝડપથી બંદ નહિ કરવા તથા દરેક કાર્ય અચપળતા થી કરવું. ધાતુ તત્વો સામાન્ય ટકરાવથી પણ અવાજ કરે છે, સામાન્યથી અવાજ નહિં કરતા પદાર્થોમાં વ્યવહાર કરતાં, જો અવાજ થાય, ત્યારે અજતના તો નથી થઈને એનું ચિંતન અવશ્યથી કરવું. - 32 કે 45 આગમનાં ભેદનું કારણ સ્થાનકવાસી ૩ર અને દેરાવાસી 45 આગમ માને છે. આ ખાલી સંખ્યા ભેદ માત્ર છે. ૩ર કે 45 આગમમાં પણ ઉપાંગ વર્ગપંચક કે જેને બેઉ સંપ્રદાયો પાંચ આગમ તરીકે સ્વીકારે છે. હકીકતમાં તે એકજ આગમ છે. તેના નિરયાવલીકા આદિ પાંચ વર્ગ છે. ચંદ્રપનતી સૂત્ર બેઉ જગ્યાએ ફકત નામ રુપથીજ છે. 45 આગમમાં 10 પ્રકિર્ણક(ANEXTURE) છે, બે નિર્યુકિતઓ(વિસ્તારથી અર્થ) છે, નંદીસૂત્રમાં અંગબાહય ઉત્કાલીક સૂત્રોના નામોમાં આ પ્રકિર્ણકોના તથા વર્ગોના નામો ગણાવ્યા હોવાથી તેવી ધારણા થયેલ છે. કલ્પસૂત્રની ગણતરી 45 આગમમાં નથી (તે દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન છે.) તથા જે મહાનશીથ છે તેની હસ્તલીખીત પ્રત અત્યંત ખરાબ હાલતમાં, વાંચી ન શકાય તેવી પ્રાપ્ત થઇ છે. દેરાવાસી મુનિ દીપરત્નસાગરે કરેલા તેના અનુવાદમાં આ અવતરણ છે. રિ૨૫]અહીં મૃતધોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાં જ કયાંક શ્લોકાર્ધભાગ, કયાંક પદ-અક્ષર, કવાંક પંક્તિ, કયાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થભાગ ખવાઈ ગયેલો હતો. પ્રથમ અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ સ્થાનકવાસી સંપ્રદાય પણ પ્રકિર્ણકને પ્રકિર્ણક તથા નિયુકિતઓ ને નિયુકિત તરીકે સ્વીકારેજ છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy