________________ 312 આગમચાર-પૂર્વાર્ધ માટે નથી, કે વાયુ સર્વત્ર છે. તથા પૃથ્વી એ મનુષ્યોને આધાર છે. વાયુના સ્પર્શ વિના રહેવું સંભવ નથી અને સચેત પૃથ્વી રજ પણ ચાલતાં સંઘટામાં આવી જાય છે જે જાણી શકાતી નથી. માટેજ સંઘટામાં કાચું પાણી તથા અગ્નિ એ બે નો ઉલ્લેખ છે. આ અર્થ વિરાધના માટે નથી કરવાનો, વિરાધના તો સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વની નિષેધજ છે. પાંચ સ્થાવર અને સૂક્ષ્મ ત્રસ સ્પર્શ માત્રથી વિરાધના પામે છે. કીડીનાં ઈડા, કંથુઆ, સમુચછી મનુષ્ય, તથા અન્ય પણ સૂક્ષમ જીવો અંડથી સૂક્ષમ, બીજથી સૂક્ષમ, લીલફૂગ, શેવાળ, શરીરથી સૂક્ષમ એ બધા સપર્શ માત્રથી વિરાધિત થાય છે. કેટલાક હજી તેથી મોટા, પણ નાના જીવો કીડી, કરાળિયા, ધનેળા, ઈયળ જેવા જીવો જતના ન રાખવાથી વિરાધિત થાય છે. તેમને પોંજણી જેવા ઉપકરણથી ઉપાડી સુરક્ષિત અને તાપ વગરના તથા અન્ય પરભક્ષિઓની નજર ન પડે એવા સ્થાનમાં મૂકીને જયણા કરવામાં આવે છે. જો ઈયળ વગેરે દેખાય તો તેના ખોરાક માટે જે વસ્તુમાં તે દેખાય તે સાથે જ તેને મૂકી દેવી જોઈએ અથવા અન્ય લીલા પાંદડા વગેરે ભેગી મૂકવી જાઈએ. પુસ્તકો પણ ઉના તાપમાં ન સૂકવવા, સવારનો કૂણો તડકો અને નજીકમાં કે નીચે છાયડો હોય જયાં પડવાથી સૂક્ષમ જીવો સૂરક્ષિત સ્થાનમાં જઈ શકે તોજ સૂકવવા. પુસ્તકોના પાના વચ્ચે દબાયેલા જીવો બચતાં નથી. અનાજ પણ સૂકવતી વખતે આવીજ જયણા રાખવી. જીવાત વાળો અનાજ પક્ષીઓને ન આપતાં ઝાડી કે ઘાસમાં નાખવાથી સૂક્ષમ જીવોને સુરક્ષિત સ્થાન મળી રહે છે. મોટા જાનવરો ગાય વાછરડા કતરા વગેરેનો સંઘટો થવાથી વિરાધનાનું પ્રાયચછીત નથી આવતું. પક્ષી અને જાનવરો કે અન્ય કોઈને પણ આહારમાં અંતરાય પડે કે તે ભયભીત થાય એવું વર્તન નહિં કરવું. ભેળસેળ–અશુધ્ધિ-વિકાર સામાન્ય પણે ઓછાવતા અંશે ઉપયોગી તત્વોનું મળી જવું ભેળસેળ કહેવાય છે. જેમકે દૂધમાં પાણીની ભેળસેળ, એક અનાજમાં બીજા અનાજનાં દાણા આવી જવા. એક સૂત્રપાઠોમાં બીજા સૂત્રનાં પાઠો આવી જવા. અહિં બીજી વખત સાવધાની રાખવાની શીખ લઈ કે દઈ જતું કરાય છે. અશુધ્ધિનો અર્થ છે ઉપયોગી તત્વમાં અનુપયોગી નું મળી જવું. જેને જુદા પાડવું અનિવાર્ય છે. થોડી મહેનતથી જુદી પાડી શકાય તે અશુધ્ધિ. દૂધમાંનાં ઘાસનાં તણખલા, ધૂળ જેને ગળણીથી કે કપડાથી ગાળી શુધ્ધિ કરાય છે.અનાજમાંથી કાંકરા વણીને અલગ કરાય છે. સૂત્રપાઠમાં અક્ષર કાનો માત્રા લખવામાં રહી ગયો હોય તો સુધારીને વંચાય છે. હવે જે વિકાર છે તે અક્ષમ્ય જ છે. વિકાર પુદગલોમાં અને આત્મભાવમાં એમ બે પ્રકારે છે. પુદગલો સંપૂર્ણથી વિખેરાઈ જાય, ત્યારે અસંખ્ય કે ઘણા કાળે વિકારથી અલગ થાય છે. આત્મભાવોમાં આવેલા વિકારની વિશુધ્ધિ તપથી થાય છે. દૂધમાં વિષનું ટીપું પણ ભળી જાય તો તેનો ત્યાગ કરાય છે. અનાજ જો સડી જાય તો તેને જીવાત સહિત પરઠી દેવું જોઇએ. જૈન ધર્મનાં મૂળભૂત સિધ્ધાંત અહિંસા અપરિગ્રહ વગેરેનું જેમાં ઉસ્થાપન થતું હોય તેવા લખાણો નકકી જિનપ્રરૂપીત તો નથી જ, પણ લહીયા કે અજેન અથવા પડવાઈ થઈ ગયેલાઓ દ્વારા ઉમેરાયેલા છે. આવા લખાણોની શુદ્ધિ કરવાની આવશ્યકતા નથી પણ જેમના તેમ રિક્ત કરવા હિતાવહ છે. જો શક્ય હોય તો તેટલો ભાગ કાપીને દૂર કરવો. આદેશ–ઉપદેશ-દેશના આ કરો, એ આદેશ છે. આદેશ અસંયતોને અપાતો નથી. આ ન કરો, એ ઉપદેશ છે. ઉપદેશ નેતી નેતી’ શબ્દોથી હોય છે. અસંયત ઉપદેશના અધિકારી છે. જે 18 પાપસ્થાનકથી વિરમણ માટેનું હોય છે. દેશના કેવલી અને તિર્થકરોની હોય છે. જેમાં ન તો આદેશ હોય છે, ન નેતી–નેતી થી ઉપદેશ હોય છે. દેશના લોકનાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનાં ભાવો તથા શાસ્વત ભાવોની પ્રરૂપણા રુપ હોય છે. આજ્ઞા માંગનારને “અહા સુહ' ઉતર મળે છે. દા.ત. - 18 પાપના સેવનથી જીવ ભારે બને છે, અને તેના ત્યાગથી જીવ હળવો બને છે. (આ ફક્ત ભાવો છે.) કેટલાંક લોકો ધર્મને માટે, જીવન મરણથી મુકાવાને માટે ત્રસ,સ્થાવર જીવોની હિંસા કરે છે. પણ તેમનું આ કાર્ય તેમને કર્મબંધન રુપ થાય છે, અને વિશેષથી બોધદુર્ધતાને પામે છે. (આ ફક્ત લોકનાં ભાવો છે.) - અહિં આ શબ્દોનો ભાવાર્થ સમજવા માટેની વ્યાખ્યા છે. એકાંતિકતાની કસોટી પર તેને ચકાસવા શક્ય નથી. પણ જો એ એકાંતિક સત્ય હોય તો શાસ્ત્રમાં આવતાં વચનો સીધા કેવલી પ્રરૂપત ભાવજ છે, કે ગણધરો પૂર્વધરોની રચના છે, કે તે બેઉથી અન્ય છે. તે જાણવામાં મદદ રૂપ થઈ શકે છે. કેવલી સંયત અસંયત બનેને દેશના આપે છે. જે જ્ઞાન ગ્રહણ કરે છે તથા પ્રકારનાં ક્ષયોપશમ વાળો હોય તો આચરણ કરે છે. આદેશ એક સંયત બીજા સંયતોને આપે છે. એ ફક્ત ગુરુ શિષ્યનો વ્યવહાર છે. તીર્થકરોને પણ ગુરુ શિષ્યનો વ્યવહાર તો હોય જ છે. કેવલી પુરુષાર્થ માટેની પ્રેરણા જરુર કરે છે, પણ તે આદેશ નથી. શાસ્ત્રના વચનો કેવલીની દેશના રૂપ તથા વચન લબ્ધીવાળા ગણધરોનાં હોવાથી, તેમાં અસંતોને આદેશ તેમના ન હોય. તથા અસંયતોને સંતો દ્રારા કોઈ આદેશજનક વાક્યો ક્યારેક વ્યવહારથી કહેવામાં આવે તો તેને આદેશ નહિં પણ પ્રેરણાજ સમજવી જોઇએ. આ પ્રેરણા જનક ઉપદેશ તેઓ નવકોટીએ અહિંસાનાં ત્યાગી હોવાથી આરંભ માટેતો કદીજ નથી કરી શકતાં. પણ ધર્મક્રિયાઓ માટે અવશ્યથી પ્રેરણા કરે છે. જેના શબ્દો વ્યવહારથી ક્યારેક આદેશ પૂર્વકનાં પણ લાગે છે. દા.ત.- સામાયિક કરો. પણ તેનો અર્થ છે. 18 પાપ તેટલા સમય માટે તો નહિં કરો. પ્રશ્ન: આજ્ઞા એટલે શું? ઉતર: આજ્ઞા એટલે સમંતિ(અવિરોધ.)