________________ jainology 311 આગમસાર કર્તવ્ય શબ્દ એ કાર્ય માટે છે, જે કરવાનું જ છે. ત્યારે કોઈ એમ કહે કે હું તટસ્થ છું, તો એ તેની ભૂલ છે. (ગરીબ ભીખારીને કીમતી સાડી આપવાથી તેને તે પહેરતો નથી, તેવીજ રીતે ભીખારણને પુરુષના કિંમતી વસ્ત્ર આપવામાં આવે તો તે પણ પહેરવાની ના પાડશે. તેમને પોતાના પુરુષધર્મ-સ્ત્રીધર્મની ખબર છે, આ માટે તેને વિચાર કરવો પડતો નથી. ધર્મ એટલે ગુણધર્મ, સ્વભાવ. આ ગુણધર્મ કે સ્વભાવ છે, તે વસ્તુનો ધર્મ. તટસ્થતા કોઈ ધર્મ નથી પણ પોતાની સાથે કરેલી છેતરપીંડી છે.) સામર્થય હોવા છતાં કોઈ અસહાયને જોઈ ત્યાંથી ચુપચાપ ખસી જનાર દોષીજ છે. સાધુ પણ કોઈ તરસ્યાને અનુકંપા ભાવથી પોતાની પાસેનું પાણી જો આપે, અને તેના માટે કોઈ પ્રાયશ્ચીત ગ્રહણ કરવાનું થાય, તો તે અનુકંપા ભાવ માટે નથી. અને ફરીથી આવું નહિ કરવાનો સંકલ્પ કે આત્માની નિંદા(મિ) ગરિહા(મિ) પણ તેના માટે નથી. આવા પ્રાયશ્ચછીતથી તેને કોઈ પસ્તાવો કે શરમનો અનુભવ થવાનો નથી. તિર્થંકરો દેશના આપે છે, ગુરુ આદેશ આપે છે, પણ નિર્ણય કરનાર આત્મા એ સમયે જો પોતાના અનુકંપાનાં ગુણમાં હોય તો સર્વોપરી છે. કોઈ પણ હિંસા, ચાહે તે ધર્મના નિમિતે કેમ ન હોય, તેની અનુમોદના કરી શકાતી નથી. આચારાંગ સૂત્રનાં પ્રથમ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં કહયું છે કે, કેટલાક લોકો ધર્મના માટે, આત્માને માટે, જન્મમરણથી મુકાવાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પણ તેમનું આ કાર્ય તેમને કર્મબંધન અને ભવભ્રમણ માટેનું થાય છે. અને વિશેષથી બોધિ દુર્લભતાને પામે છે. સતત ઉપયોગ રહિત દશામાં રહેનારનું જીવઅજીવનું જ્ઞાન પણ નાશ પામે છે. આપણે સૌ પંચમ કાળમાં આવ્યા એનું એક કારણ અલ્પ આયુષ્યનું આપણું કર્મ છે, જે પૂર્વભવમાં ત્રણ સ્થાવર જીવો પર અનુકંપા ન કરવાથી આપણે બાંધ્યું છે. ધર્મ સનમુખ તો થયા છીએ પણ આયુષ્ય કોઈને મોટું નથી મળ્યું. તેથી સ્થાવરકાયની હિંસાને જાણો, શ્રધ્ધો, પ્રરુપો અને તેવુંજ આચરણ પણ કરો. વ્યવહારમાં સ્થાવરકાયની થઈ રહેલી હિંસા અને અજતનામાં ક્યાં કટોતી થઈ શકે છે, એનું ચિત્તન સતત કરતાં રહેવું એજ આનો ભાવઅર્થ છે. શુદ્ધ આચરણથી શુધ્ધ મૂક પ્રવચન થાય છે. અશુધ્ધ આચરણથી અશુધ્ધ મૂક પ્રવચન થાય છે. અશુધ્ધ મૂક પ્રવચનથી જીનમાર્ગથી વિપરીત મૂક પ્રવચન કરવાનાં કારણે વિપરીત પ્રરૂપણાનો મિથ્યાત્વ(મિથ્યા આચરણ) લાગે છે. અશુધ્ધ આચરણ વાળા સાધુનું ચારિત્ર ગ્રહસ્થ કરતાં ઉતમ હોવા છતાં, તેને વિપરીત મૂક પ્રવચનનો અતિચાર લાગવાને કારણે ગૂઢ અને વિચિત્ર ચારિત્રમોહનીય કર્મનો બંધ થાય છે. કર્મ કોઈને ઓળખતા નથી શું સંયત કે શું અસંયત, કર્મ જગતમાં કોઈને માટે ભેદભાવ નથી. સ્વયં ભગવાનને પણ કર્મસતાએ ભેદભાવ વગર ગ્રહણ કરી રાખેલા. જો અસંયત કર્મથી બચી જતો હોય તો સાધુપણું શ્રેષ્ઠ કઈ રીતે માનવું. શાસ્ત્રમાં દરેક આદેશ ફક્ત સંયતોનેજ અપાય છે, કારણ કે અસંયતને આદેશ આપતાં જીવ વિરાધના શંભવે છે(અસંયતને ઇર્યાસમિતી, ભાષાસમિતીનો અનુભવ અને અભ્યાસ ન હોવાથી). તે સિવાય અન્ય કોઈ કારણ નથી. મોક્ષના ઈચ્છુક દરેક સાધુપણાના પણ ઇચ્છુક હોવા જોઇએ. કારણ તે વિના મોક્ષ નથી. ભારતનું ચક્રીપણું પણ પૂર્વનાં ભવની દીક્ષાના કારણે હતું. તો સાધુપણાનાં ઇચ્છુક સાધુ અનુસાર જ હોય. જે કર્મબંધનાં કારણ શાસ્ત્રમાં સાધુને માટે કહ્યા છે તે સંસારીને માટે પણ અવશ્યથી જાણવા. કેટલાંક અવતરણો: f172-1036] હે ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને કિલામણા થાય છે તો તેનો સર્વ કેવલીએ અલ્પારંભ કહે છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પ્રાણય વિયોગ થાય તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવેતો તેનાથી અશાતાવેદનીય કર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે અકાય, તેઉકાય. વાયુકાય. વનસ્પતિકાય, ત્રસકાય તથા મૈથુન સેવનનાં ચીકણાં પાપકર્મ ઉપાર્જન કરે છે. માટે મૈથુનસંકલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંત ફલ આપતા હોઈ જાજજીવ ત્રવિધ ત્રિવિધ તજવા. પૂજા માટે કે શોભા માટે ફૂલો વાપરવાનો સાધુને નિષેધ: જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો ફૂલો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો કરે કે સંઘટ્ટો કરાવે કે સંઘટ્ટો કરનારને અનુમોદ, છેદે, છેદાવે, કે છેદનારને અનુમોદે તો આ સર્વ સ્થાનકોમાં ઉપસ્થાપના, ખમણ-ઉપવાસ, (બેઉપવાસ) ચોથ ભક્ત, ઉપવાસ) આયંબીલ, એકાસણું, નિવિ, ગાઢ, અગાઢ ભેદથી અનુક્રમે જાણવું. ઉપલક્ષણથી તેને શ્રાવકને માટે પણ જાણવું. ઉપરના બેઉ અવતરણો મહાનિશીથ નાં છે. સંઘટો અને વિરાધના સ્પર્શ કે અડવું એટલે સંઘટો, અને હિંસા કે કિલામના એ વિરાધના. મહાનિશીધ સૂત્રમાં સચેત પાણી અને અગ્નિ નાં સંઘટા માટે નિષેધ કરવામાં આવેલ છે. ઉપલક્ષણથી સચેત વનસપતિકાય પણ તેમાં સમજવું જોઇએ. પૃથ્વી અને વાયુનો સમાવેશ એમાં એટલા