SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર-પૂર્વાર્ધ 310 આ પ્રમાણે કાલવેલા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપાધિ અને સ્વૈવિલ, વંદન, પ્રતિક્રમણ, સઝાય, મંડળીઆદિ વસતિની પ્રત્યુક્ષિણા કરીને સમાધિ પૂર્વક ચિત્તના. વિક્ષેપ વગર સંયમિત બનીને પોતાની ઉપાધિ અને સવૅડિલની પ્રત્યુપ્રેક્ષણા કરીને ગોચર ચરિત અને કાલને પ્રતિક્રમીને ગોચર ચરિયા ઘોષણા કરીને ત્યાર પછી દૈવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્ત કાઉસગ્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન. પુરિમુઠ્ઠ એકાસન અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત જાણવા. આ પ્રમાણે કાઉસગ્ન કરીને મુહપતિની પ્રતિલેખના કરીને વિધિપૂર્વક ગુરુ મહારાજને કૃતિ.કર્મ વંદન કરીને સુયદથી માંડીને કોઈ પણ સ્થાનમાં જેવાં કે બેસતાં જતાં ચાલતા ભમતા ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ કુલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોના સંઘટ્ટ, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા ત્રણ ગુપ્તિ, ચારકષાયો, પાંચમહાવ્રતો, છ જીવનીકાયો, સાત પ્રકારના પાણી અને આહારદિકની એષણાઓ, આઠ પ્રવચન માતાઓ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, દશ પ્રકારનો શ્રમણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ની જે ખંડના વિરાધના થઈ હોય તેની નિન્દા, ગહ આલોચના, પ્રાયશ્ચિત કરીને એકાગ્ર માનસથી સુત્ર, અર્થ અને તદુભયને અતિશય ભાવતો તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન, એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. ચૈત્યોને વંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત, અહીં અવસર જાણી લેવો. નોંધ: જુઓ એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. હવે સૂર્યાસ્ત પછી ગમના ગમન કરવાનું નથી. તેમ કરતાં વિરાધના શંભવે છે. ચૈત્યો તે સાધુની પાસેજ ઉપાશ્રયમાં રહેલા છે. તેમને વંદન કરીને પ્રતિકમણ કરવાનું આ વિધાન છે. તથા અન્ય ચેત્યો માટે દિશા શોધવી હોય તો ઇશાન (પૂર્વ તથા ઉતરની વચ્ચેની) દિશામાં સિમંધર સ્વામી અરિહંત પોતેજ બીરાજમાન છે. ઉદયભાવ અને ક્ષયોપશમભાવ. જેવી રીતે વિકારી ચિત્રો જોઈને મનમાં વિકારભાવ ઉત્પન થાય છે, તેમ પ્રભુની આકૃતિ જોઇને આત્મભાવો ઉત્પન થાય છે. આવી એક વહિયાત દલીલ દ્રવ્ય આલંબનની તરફેણમાં કરવામાં આવે છે. આવી દલીલનું કારણ સૂત્રજ્ઞાનનો અભાવ છે. ધર્મધ્યાનનાં આલંબન વાયણા, પછણા, પરિપટણા(ફેરવવ), અનપેહા(ચિંતન) અને ધર્મકથા છે. આત્મભાવો સૂત્રજ્ઞાનથી અરિહંતને ઓળખતાં થાય છે. જેને અરિહંતના ગુણોનું જ્ઞાન નથી તેને એ દ્રવ્ય આલંબનથી ભાવો ઉત્પન નથી થતાં. આમ ચશ્માના આલંબનથી વાંચી જરૂર શકાય પણ જેને વાંચતા આવડતું હોય તેનેજ ચમાનું આલંબન કામ આવે. અને આવું આલંબન જીવ ન છુટકે લાચારીથી લે. જો તેમાથી છુટી શકે તો હર્ષ અનુભવે. જેમ બાળક ચાલણ ગાડી ચલાવે, પણ આજીવન ન ચલાવે. તેમાથી પ્રયત્ન કરે. જો ફકત દ્રવ્ય આલંબન ભાવોનું કારણ બની શકત, તો અજેન પુજારીઓ વષો સુધી સેવાપૂજા કર્યા પછી પણ જૈન કેમ નથી બનતા? બીજે વધારે પગાર મળતા તેઓ પ્રભુનું સાનીધ્ય છોડીને જતાં રહે છે. તથા મૂર્તીકારો પણ વર્ષો સુધી અજેનો જ રહે છે. ધર્મધ્યાન ક્ષયોપશમ ભાવ છે. તે આત્માનાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. ક્ષયોપશમ આત્માનાં પુરુષાર્થથી થાય છે. તે માટે સૂત્રજ્ઞાનનું આલંબન આગમ સંમત છે. વિકારીભાવો એ ઉદયભાવ છે. જીવ ઉદયનિષ્પન અને અજીવ ઉદય નિષ્પન એવા બે પ્રકાર તેના અનુયોગદ્વાર સૂત્રમાં બતાવવામાં આવ્યા છે (અથવા જુઓ છ ભાવનો થોકડો). ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ, પારિણામિક ભાવ અને સનીવાયિક(મિક્ષ)ભાવ આ છ ભાવ છે. આમાંનો ફકત ઉદયભાવ પુદગલ પરિણામથી થઈ શકે છે. ઉદયભાવ એ સંસારનો પ્રવાહ છે. તેમાં તણાવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. એ લપસાણી છે. સામા પ્રવાહમાં તરવા કે ઉપર ચડવા ઉદયભાવ કામ નથી આવતો. ત્યાં ફકત અને ફકત પુરુષાર્થ જ જોઇએ. જેટલા અંશે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ આત્મા પોતાના પુરુષાર્થથી કરી શકે તેટલો તે ધર્મભાવમાં જઈ શકે. મોહનીય કર્મનો ફકત ઉપશમ થાય છે. ઉદય આઠેઆઠ કર્મનો હોય છે. ક્ષયોપશમ ચાર ઘાતિકર્મોનો થઇ શકે. ઉર્દુ એ પ્રભુની આકૃતિ સિવાયની સજાવટ, મનોરમ દ્રશ્યો, શુભ રંગ ગંધ શબ્દ, વાજીંત્રોના અવાજો, ધનનો ઉપયોગ અને પ્રદર્શન જે પણ આત્મભાવ માટે પુરુષાર્થ થઈ રહયો હોય તેમાં વિક્ષેપ કરે છે. અને જીવને પાછો ઉદયભાવમાં લઈ જાય છે. છ ભાવમાંના ત્રણ - ઉદય, ઉપશમ અને ક્ષયોપશમ થી સંસારી જીવો કાર્ય કરે છે. ત્રસ અને સ્થાવરકાયની જતના કરતાં શુભ દિર્ઘ આયુષ્યનો બંધ થાય છે. ધર્મ સંબંધમાં તટસ્થ કોઈ નથી હોતું. ધર્મ એ કર્તવ્ય છે, જે કરવાનું જ હોય છે. મુક તમાશો જોનાર કે તેમાં ભાગ ન લેનાર પણ અધર્મનાં પક્ષમાંજ છે. ભગવદ ગીતાના આ શબ્દો પિંડનિર્યકતિ ગાથા 121 માં રાજપત્રનું દ્રષ્ટાંત દ્રષ્ટાંત રાજપુત્રનું - રાજપુત્રે કેટલાંક સુભટો સાથે મળી રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું. તેમાં કોઈઓએ સંમતિ આપી, કોઈ મુક રહ્યા, પરંતુ તેમાંથી જેઓએ રાજાને આ કાવતરાની જાણ કરી, તેઓજ નિર્દોષ ઠર્યા. બાકીનાને રાજાએ પ્રતિપક્ષમાં જાણી કેદ ક્ય. આ જ ન્યાયથી હિંસા અને અધર્મનો નિષેધ ન કરનાર પણ અનુમોદક જ ઠરે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy