________________ jainology 309 આગમસાર વંદન સત્વ શબ્દ દૂધ માટે વાપરતાં તેનો અર્થ, દૂધમાં રહેલા ઘી નું પ્રમાણ થાય છે. આત્મા માટે વાપરતાં, આત્માનો અનુકંપા ભાવ કે તે માટેનો પુરુષાર્થ થાય છે. તેવીજ રીતે ચૈત્ય શબ્દ પણ એક ગુણ વાચક શબ્દ છે. સામાન્યથી તેનો અર્થ સ્થિરતાના ગુણ માટેનો છે. જે ચલાયમાન નથી, તેવું દ્રવ્ય કે તેવા સ્થિર જેના ભાવ છે તેવી વ્યકિત. બીજી રીતે –ચેઇય- એટલે સ્મારક, સ્મૃતિ કરાવનાર કે પ્રતિકવિ 25. (પ્રાકૃત ભાષામાં અડધો અક્ષર નથી હોતો. દોઢ હોઇ શકે. વસ્થ હોય પણ વસ્તુ ન હોય.) (ચેય)-ચૈત્ય વંદન શબ્દો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ આવે છે. અહીં બે શબ્દો રહેલા છે. એક ચૈત્ય અને બીજો શબ્દ છે વંદન. ચિત્ય શબ્દનાં અનેક અર્થો પ્રસંગ અને પૂર્વાપર સંબંધથી લેવાય છે. અને થાય પણ છે. બીજો શબ્દ જે વંદન છે, તેનો અર્થ સરળ છે. તેના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ થાય છે. જેમાં ભાવ વંદન પ્રસસ્ત અને પ્રધાન છે. વળી જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ વંદનના કહેવામાં આવ્યા છે. મથુણં વંદામિ અને નમસ્કારમંત્ર(જગન્ય), તિખુતોનાં ગિસ્સ થી(મધ્યમ), પ્રતિક્રમણ વખતે ઈચ્છામિ ખમાસણોના પાઠથી અને નમોથણં(ઉતકૃષ્ટ). આમાંના દરેકનાં પ્રથમ ત્રણ પ્રત્યક્ષ અને પછીનાં ત્રણ પરોક્ષ વંદન છે. આ સિવાય શાસ્ત્રોક્ત અન્ય કોઈ વિધિ નથી. બીજું શાસ્ત્રોમાં જે પણ વિધિ વિધાન કે ક્રિયાઓ માટે આદેશ અપાયો છે તે ફક્ત સંયતોનેજ અપાયો છે. અસંયતને કોઈ આદેશ અપાતો નથી કારણકે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ ના અનુભવના અભાવ વાળાને આદેશ કરવાથી અજીતના સંભવે છે. અસંયત ઉપદેશના અધિકારી છે. અને જિનેશ્ચરોના ઉપદેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યારેય પણ હિંસા સંભવ નથી. વળી શાસ્ત્રમાં તિર્થંકર અને ગણધરો તો વિનિત એવા ગૌતમ કે જંબુનેજ ઉદેશીને બધું કહે છે. તેથી ગ્રહસ્થો દ્રારા કરાતી આરંભ સહિતની પ્રવૃતિઓનાં પ્રણેતા ગ્રહસ્થોનેજ માનવા ઉચિત્ત થાય છે. કોઈ પણ વસ્તુની પ્રાચિનતા કે તેની ઉપયોગીતા એ તેની શ્રેષ્ઠતાનું પ્રમાણ નથી. લોકનાં કોઈ ભાવ નવા નથી, આજથી પૂર્વે અનંત કાળ પહેલા પણ લોકનાં સર્વ ભાવ વિધમાન હતાજ અને રહેશે, સૂર્ય ચંદ્ર કે રાત્રિ દિવસની પ્રાચિનતાનું પ્રમાણ કોઈને આપવાની જરૂર નથી. રાત્રીની ઉપયોગીતા પણ નિરવિવાદ છે. તેમ છતાં રાત્રિનાં પુદગલોને અશુભ માનવામાં આવ્યા છે, તેની દિવસ સાથે બરોબરી કરી શકાતી નથી. પુરુષ અને સ્ત્રી આદી અનાદીનાં છે. સ્ત્રી વગર સંસાર ચાલતો પણ નથી. તેની વિરુદ્ધ કહેવાય છે. તેટલા તેના ગણ પણ ગાઈ શકાય છે. તોય સ્ત્રીના જન્મને કર્મના ઉદય તરીકેજ માનવું પડે છે. મિથ્યાત્વની હાજરીમાં સ્ત્રીવેદનો બંધ પડે છે. હવે જુઓ વ્યવહાર સૂત્રનું મુનિ દીપરત્નસાગર દ્રારા ગુજરાતીમાં કરાયેલો અનુવાદ, તેમણે 45 આગમનો ગુજરાતીમાં શબ્દ શબ્દનો અનુવાદ જેમ છે તેમ ર્યો છે. આ આલોચના માટેનું વિધાન છે. વ્યવહાર સૂત્ર: [૩૩-૩૫]જે સાધુ અન્ય કોઈ અન્ય સ્થાન ન કરવા યોગ્ય સ્થાન) સેવીને આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય. ઉપાધ્યાય હોય ત્યાં જઈને તેમની પાસે વિશુદ્ધિ કરવી. કલ્પે. ફરીને તેમ કરવા માટે તત્પર થવું અને યથાયોગ્ય તપરૂપ કર્મ વડે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરવું. જો પોતાના આચાર્ય ઉપાધ્યાય નજીકમાં ન મળે તો જે ગુણગ્રાહી ગંભીર સાધર્મિક સાધુ બહુશ્રુત, પ્રાયશ્ચિત્ દાતા આગમ શાતા એવા સાંભોગિક એક માંડલીવાળા સાધુ હોય તેમની પાસે તે દોષ સેવી સાધુએ આલોઅનાદિ કરીને શુદ્ધ થવું, હવે જો એક માંડલીવાળા એવા સાધર્મિક સાધુ ન મળે તો. તેવા જ અન્ય ગચ્છના સાંભોગિક, તે પણ ન મળે તો તેવા જ વેશધારી સાધુ તે પણ ન મળતો તેવા જ શ્રાવક કે જેણે પૂર્વે સાધુપણું પાડેલ છે અને બહુશ્રુત- આગમ જ્ઞાતા છે પણ હાલ શ્રાવક થયેલા છે, તે પણ ન મળે તો સમભાવી ગૃહસ્થજ્ઞાતા અને તે પણ ન મળે તો બહાર નગર, નિગમ રાજધાની. ખેડા. કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ કે સંનિવેશને વિશે પૂર્વ કે ઉત્તર દિશા સામે મુખ કરી બે હાથ જોડી મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી તે દોષ સેવી સાધુ એ પ્રમાણે બોલે કે જે પ્રમાણે મારો અપરાધ છે “હું અપરાધી છું” એમ ત્રણ વખત બોલે પછી. અરિહંત તથા સિદ્ધની સાક્ષીએ. આલોચના કરે, પ્રતિક્રમણ, વિશુદ્ધિ કરે ફરી એ પાપ ન કરવા સાવધાન થાય તેમજ પોતાના દોષ અનુસાર યથાયોગ્ય તપકર્મરૂપ પ્રાયશ્ચિતને ગ્રહણ કરે. (સંક્ષેપમાં કહીએ તો પોતાના આચાર્ય. ઉપાધ્યાય તે ન મળે તો બહુશ્રુત બહુઆગમજ્ઞાતા એવા સાંભોગિક સાધુ પછી અન્ય માંડલીવાળા સાંભોગિક પછી વેશધારી સાધુ પછી દીક્ષા છોડેલ અને હાલ-શ્રાવક હેય તે પછી સમદષ્ટિ ગૃહસ્થ પછી આપમેળે એ રીતે. પણ આલોચના કરી શુદ્ધ થાય.) તે પ્રમાણ હું તમને કહું છું. પહેલા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ અહિ એક સાધુનો સંપૂર્ણ વ્યવહાર જગત ક્રમથી દર્શાવેલો છે. તેમાંથી કોઈ ન મળે તો ફક્ત વેશધારી સાધુ કે શ્રાવક અને તે પણ ન મળે તો ગૃહસ્થ કે જે કદાચ શ્રાવક પણ ન હોય, પણ ફક્ત સમદષ્ટિ હોય. અંતે પૂર્વ તથા ઉતર દિશા સામે મુખ રાખી તેને પોતાનો અપરાધ આલોચવાની શીખ અહિં અપાઈ છે. તેના વ્યવહારમાં ચૈત્યો એટલે તેનાથી મોટા સાધુઓજ છે. અન્ય કોઈ નહિં. હવે જુઓ આ બીજુ અવતરણ: આ સાધુની દિનચર્યા માટેનું સૂત્ર છે.