________________ 308 આગમચાર-પૂર્વાર્ધ આદર્શ શ્રાવક પાંચ કામ કરો:- (1) નિત્ય સામાયિક (2) મહીનામાં છ પોષધ (3) દરરોજ ચૌદ નિયમ ધારણ (4) તીન મનોરથ ચિંતન (5) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ. પાંચ કામ છોડો:- (1) રાત્રિ ભોજન (2) કંદ–મૂળ (3) સચિત્ત પદાર્થ (4) કર્માદાન–મહાઆરંભનાં કામ (5) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ. મુનિદર્શનની પહેલાં શ્રાવકની પ્રથમ કક્ષા પાંચ વિવેક રાખવા - (1) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી - મોબાઈલ તથા સેલવાળી ઘડ્યિાલ અગ્નિકાય થી સંકળાયેલી હોવાથી સચિત્ત જ છે. પ્રમાણ :- પુદગલ સ્વયં તથા પ્રયોગથી ચલીત થાય છે. પ્રયોગ ફક્ત જીવને જ હોય છે. ચાવી વાળી ઘડિયાલ માં જીવનો પૂર્વ પ્રયોગ છે. સેલવાળા ઉપકરણો અગ્નિકાય તથા વાયુકાય જીવોના કાયબલ (વેદના સમુદઘાત) થી ચાલે છે. (2) જોડા, ચંપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (3) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (4) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (5) રાગ-દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું. જિનકલ્પી અને છાસ્થ તીર્થકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થે હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થે તથા સંયમરક્ષક હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે. શરીર-મન-વચન-આત્મા સંબંધ આત્મા અરૂપી છે. બાકીનાં રૂપી છે. મનોવર્ગણા અને ભાષાવર્ગણાનાં પુદગલો હોય છે. જેને બોલતી વખતે ગ્રહણ કરાય છે. આ ચારનાં એક સંયોગીથી ચાર સંયોગી અનેક ભાંગા થાય છે. તેમાનાં શક્ય ભાંગાઓ આ પ્રમાણે છે. એક સંયોગી શક્ય ભાંગામાં ફક્ત આત્માનાં ભાવજ આવી શકે છે. જે અધ્યવસાય તરીકે પણ ઓળખાય છે. અરૂપી હોવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે છે. અન્ય કોઈ રૂપી તત્વ એકલું ક્રિયાશીલ થતું નથી. નિષપ્રાણ શરીર એકલું પડ્યું હોય, નિવાં ભૂતકાળમાં છોડેલા શરીરથી ક્રિયા લાગતી હોય, તો તેમાં પણ આત્માનો પૂર્વ પ્રયોગ તો છેજ. તે વિના તે શરીર તેનું નથી. દ્વિસંયોગી ભાંગામાં આત્માનાં ભાવ અને મનોવર્ગણાથી વિચાર, આ શક્ય માંગો છે. જો આત્માનાં તથાસ્વરૂપ ભાવ ન હોય તો તેવો માની પ્રમાદ દશા ભળેલી છે. તેથી તેને પણ દ્વિસંયોગી ભાંગો જાણવો. પૂર્વના છોડેલા શરીરમાં પણ આત્માનો પૂર્વપ્રયોગ હોવાથી ક્રિકસંયોગી ભાંગો થયો. ત્રિસંયોગીમાં આત્મા-મન-વચન આ એક શક્ય ભાંગો તથા આત્મા–મન–શરીર આ બીજો ભાંગો થાય છે. આત્માનાં ભાવ વગર વિચાર નથી અને વિચાર વગર વચન નથી. તથા શરીર પણ વિચાર પછીજ ગતિ કરે છે. આથી વાચિક અને કાયીક દરેક ક્રિયામાં આત્મપરિણતી તથા મનોવર્ગણા જોડાયેલી હોયજ છે. સૂકમ દ્રષ્ટિથી જોતાં ઉપરના માંનો એક ભાગોજ ચતુસંયોગી છે. વચન વ્યવહાર શરીરબલ વગર થતું નથી. તેથી તેજ એક ચારસંયોગી ભાંગો છે. આત્મા–મન–શરીર–વચન, તેથી ત્રણસંયોગી પણ એકજ ભાંગો થયો. હવે આને વ્યવહારમાં જોઇએ–શું પ્રતિક્રમણ બોલાવનાર ઓઘસંજ્ઞાથી પ્રતિક્રમણ બોલાવી શકે છે? આ શક્ય નથી. કદાચ પ્રમાદ અવસ્થાથી વધારે-ઓછા દોષ તેમાં લગાડી શકે. પણ વચન વ્યવહાર કરતાં તેને આત્માનાં ભાવો-વિચાર શરીરબલ અને વચનબલ તેમાં લગાડ્યા વગર તે શક્ય નથી બનતું. હકીકતે તો એક કલાક જેટલો સમય તેમાં વિતાવનાર, 18 પાપનાં પડછાયાથી પણ ઘણો દૂર નીકળી જાય છે. ઓઘ સંજ્ઞા શબ્દનો અર્થ તો ત્યારે શર થાય છે. જ્યારે તે પ્રતિક્રમણથી પરવારી પાછો 18 પાપમાં રત થાય છે. અથવા રોજે રોજ તે બોલાવતો હોવા છતાં, પછીનાં સમયમાં તે પાપની ક્રિયાઓથી પાછા વળવાનો પુરુષાર્થ નથી કરતો. પણ તેનો એ એક કલાક તો ઓઘ સંજ્ઞાનો નથી જ. પા પા પગલી શિવપૂર આપણાથી અસંખ્ય યોજન દૂર છે. દ્રવ્યથી પણ અને ભાવથી પણ. આપણી પાસે સમય અપરિમિત નથી. ત્રસ પર્યાય બે હજાર સાગરોપમની અને સંક્ષિપણું એક હજાર સાગરોપમનું ઉતકૃષ્ટ હોય છે. તેમાંથી કેટલું વીતી ગયું છે એ આપણને ખબર નથી. જો તેટલા કાળમાં મોક્ષ ન થયું તો સૈશિપણું ગયું જ. પછી અસંક્ષિપણામાં પુરુષાર્થ નથી પણ કર્મસતા અને નિયતીનું જ પ્રભુત્વ છે. સંક્ષિપણુ પણ અપ્રસસ્ત મન સાથેનું ગાઢા કર્મબંધનું કારણ બને છે. નર્ક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. એક ધારણા પ્રમાણે ત મન પયાયનો કાળ પણ અલ્પજ હોય છે, બહુધા તો સંક્ષિપણામાં પણ જીવ કર્મબંધ જ વધારે કરે છે. આવી જટીલ કર્મની ગતિઓમાંથી મહાભાગ્યે પ્રસસ્ત મન અને જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. આયુષ્ય જાકળ બીંદુ સમાન અલ્પ છે. જીવે પૂર્વભવમાં ત્રસ અને સ્થાવર જીવો(પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયુ) પર અનુકંપાન કરવાથી પંચમકાળમાં અલ્પ આયુષ્ય વાળો જન્મ પ્રાપ્ત ર્યો છે. હજી પણ તેજ સંસ્કારો થી જીવન વિતાવતાં પરિણામ શું આવશે તેનો વિચાર અવશ્યથી કરવો.