________________ jainology 307 આગમસાર વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઇએ. આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. પાના નં. 195. પ્રકરણ-૧૨: વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક–૧૫ સૂત્ર-૧૫૩–૧૫૪] ભિક્ષુ વસ્ત્ર–પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા જં પિ વત્થ ચ પાયે વા, કંબલ પાયપુચ્છણે.- તંપિ સંજમ લજજટ્ટા ધારંતિ પરિહર્રતિયા - દશર્વે. સૂત્ર અ.૬, ગાથા.૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.૧,પમાં પણ કહ્યું છે– એય પિ સંજમસ્સ ઉવબૃહણઠ્ઠયાએ વાયા તવ દસમસગસીય પરિરખ્ખણફયાએ યિત્વે સંજએણ || ભાવાર્થ :- સંયમ નિવાહના માટે, લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ–મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિમ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત 153 માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. 154 માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. - આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના, કોઈ પ્રયોજન(કારણ)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમ ઉપયોગી ઉપકરણ રાખી શકે છે. તેને આવશ્યકતા અનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંતુ ધોવામાં વિભૂષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન ધોવું જોઈએ. જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી. શરીર પરિકર્મ સંબંધી 54 સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને 56 સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધુને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્રુ. 1, અધ્યયન 8 ના ઉદ્દેશક ૪,૫,૬માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે. આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી 54 સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં આવેલ છે. (1) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે. (2) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા-૬૫ થી 67 સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ મુંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે. તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (3) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-પ૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (4) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬ માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઇએ જ નહીં.ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઇએ. વિશેષ કારણથી કોઈ પદાર્થ(સાબુઆદિ)નો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઇએ, તેમજ મન વિભૂષાવૃત્તિ વાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઇએ. (નોંધ: નખ કાપવા આવશ્યક એટલા માટે છે કે ક્યારેક અન્ય સાધની સેવાનો અવસર આવતાં, પહેલા નખ કાપવા જવાત નથી, તથા કોઈ વાર ઠેસ લાગવાથી આખો નખ તુટી અને ઉખડી શકે છે. નખનો મેલ પોતાને કે અન્યને રોગનું કારણ બની શકે છે. વિભુષા માટે નખ કાપી શકાતા નથી. વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી કાર્ય કરતાં નખનો મેલ સ્વતઃ પણ નીકળી જાય છે.) આદર્શ શ્રમણ ભાવશુદ્ધિ - (1) કોઈપણ ગામ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (2) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવા માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (3) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ધૃણા કરવી નહીં પરંતુ ગુસ્સા ઘમંડની ધૃણા કરવી. (4) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (5) કયારેય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. (સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવાથી ધર્મની મૂક પ્રસંસા અને પ્રભાવના થાય છે.) આચારશુદ્ધિ:- (1) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (2) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (3) આહાર-પાણી, મકાન-પાટ, વસ્ત્ર–પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (4) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (5) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (6) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (7) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા.