________________ આગમસાર–પૂર્વાર્ધ 302 માટે સાધુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે. વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ 5 પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. - નિશીથ ચૂર્ણિ. સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઇએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. | [] ક્ષમાપના ભાવ [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ઃ સૂત્ર-૧૧, 12) ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે. ક્ષમાપના દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારે છે– (1) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (2) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઇએ. આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ “ક્ષમાપના વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે-૧, સૂત્ર-૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય- વિધિથી સંલેખના, 15 દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક 13, ઉદ્દે.-૬માં આવેલ અભીચિકુમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય-ક્લેશના કે નારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમ આવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના કરીને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે. [] ઊણોદરી તપની સમજૂતી વ્યિવહાર સૂત્ર ઉદ્દેશક–૮: સૂત્ર-૧૭] ભગવતી સૂત્ર શતક–૭ તથા શતક-૨૫ તેમજ ઉવવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે. “આહાર ઊણોદરી’ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. ઉત્તરા. આ. ૩૦ના તપ વર્ણનમાં આહાર–ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવફા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના 5 ભેદ કહ્યા છે– 1. દ્રવ્ય 2. ક્ષેત્ર 3. કાળ 4. ભાવ અને 5. પર્યાય. 1. દ્રવ્યથી– પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. 2. ક્ષેત્રથી- ગ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાના માર્ગમાં પેટી વગેરે છ (6) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. 3. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર–કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો. 4. ભાવથી– ઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રનાં વર્ણ– ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. 5. પર્યાયથી- ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક–એકનો અભિગ્રહ કરવો તે-તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે “પર્યાય ઊણોદરી' છે. પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર-ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (1) અલ્પાહાર:- એક કવળ, બે કવળ યાવત્ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે. (2) અપાઈ-ઊણોદરી - નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને “અપાઈ ઊણોદરી' કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે. (3) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી - (અર્ધ ઊણોદરી) 16 કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત “ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ધ આહારની ઊણોદરી થવાથી તેને “અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે. (4). ત્રિભાગ પ્રાપ્ત-અંશિકા ઊણોદરી :- 24 કવળ(૨૭ થી 30 કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં “આંશિક ઊણોદરી' શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર