________________ jainology 303 આગમસાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (o) ઊણોદરી પણ કહી શકાય છે. (5). કિંચિત્ત ઊણોદરી :- 31 કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે 32 કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને “કિંચિત્ત ઊણોદરી’ કહેલ છે. સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ પ્રકામભોજી (ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩ર કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા પ્રમાણ પ્રાપ્ત ભોજી” કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી. ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે– અર્થાત્ તેણે ક્યારેય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ. આચારાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય-૯, ઉદ્દે.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા (ઓમોરિયં ચાઈ, અપુરે વિ ભગવં રોગહિં). પ્રકરણ-૮: પ્રતિલેખનના સમયનું પરિજ્ઞાન [ઉદ્દેશક–૨ સૂત્ર-૫] બંને સમય પ્રતિલેખન - સાધુએ પોતાના બધા ઉપકરણોનું ઉભયકાળ પ્રતિલેખન કરવું જોઈએ. નાના પણ ઉપકરણની પ્રતિલેખના કરવામાં ઉપેક્ષા કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણિકારે પ્રતિલેખન નહિ કરવાથી જીવોની વિરાધના તેમજ વીંછી આદિથી આત્મવિરાધના આદિ અનેક દોષ કહ્યા છે. અંતમાં ઉપસંહાર કરતા કહ્યું છે કે– (જહા એને દોસા તખ્તા સવોવહિ દુiઝ પડિલેહિયબો.) - ભાષ્ય ગાથા-૧૪૩૬. અર્થ:- જ્યારે આટલા દોષ છે તો સાધુએ બધા ઉપકરણનું પ્રતિલેખન બંને સમય અવશ્ય કરવું જોઇએ. પ્રતિલેખન પ્રારંભનો સમય - ભાષ્યકારોએ પ્રતિલેખન કરવાનો સમય જિનકલ્પી માટે સૂર્યોદય પછીનો કહ્યો છે, પરંતુ સ્થવિર કલ્પી સૂર્યોદયના કંઈક સમય પહેલાં પણ પ્રતિલેખન કરી શકે છે, એવું કહ્યું છે. ગાથા 1425 માં કહ્યું છે કે સૂર્યોદય પહેલાં દસ પ્રકારની ઉપધિઓનું પ્રતિલેખન થઈ શકે છે. જેમ કે મુહપત્તિય, રયહરણે, કષ્પતિગ, સિસેજજ, ચોલપટ્ટે ય - સંથારુત્તરપટ્ટે ય પેખિતે જ હુગ્ગએ સૂરે | મુહપત્તિ, રજોહરણ, ત્રણ ચાદર, બે નિષદ્યા, ચોલ પટ્ટક, સંથારો તથા ઉત્તરપટ્ટ આ દસનું પ્રતિલેખન સૂર્યોદય પહેલાં થઈ શકે છે. તાતપર્ય એ છે કે અક્ષરો વંચાય કે હાથની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાય તેટલું અજવાળું હોય તો જ પ્રતિલેખન કરવું જોઇએ.અન્યથા નહિં.ગાથા 1422-23 પ્રમાણે પ્રતિક્રમણ આદિના સમયે વારંવાર મુહપત્તીનું રાત્રિમાં પ્રતિલેખન કરવું તે પણ ઉચિત નથી. તેથી તે પ્રવૃત્તિ તો પ્રતિલેખનની મશ્કરી કરવા રૂપ લાગે છે અને નિરર્થક પ્રમાદરૂપ નાટક માત્ર થાય છે. ઉત્તરાધ્યયન અધ્યયન 26 ગાથા ૨૩માં મુહપત્તીના પ્રતિલેખન પછી ગુચ્છાનું પ્રતિલેખન કરવાનો સ્પષ્ટ નિર્દેશ છે. ઉત્તરાધ્યયન અ. 26 ભાષ્ય ગાથા 142 માં બતાવ્યું છે કે પાત્ર પ્રતિલેખન દિવસની પ્રથમ પોરસીનો ચોથો ભાગ બાકી રહેવા પર કરવું જોઈએ અને ચરમ પોરસીના પ્રારંભમાં જ પાત્ર પ્રતિલેખન કરીને બાંધીને રાખી દેવા જોઇએ. ત્યાર પછી શેષ ઉપકરણોનું પણ પ્રતિલેખન કરીને પછી સ્વાધ્યાય કરવો જોઇએ. પ્રકરણ-૯ઃ પાત્ર પ્રતિલેખના બે વાર પ્રમાણ ચર્ચા જિનશાસન આગમોના આધાર પર જ સુરક્ષિત ચાલી રહ્યું છે. આપણા માટે પણ આજે આગમ જ સર્વોપરી પ્રમાણભૂત છે. પોતાને વિદ્વાન સમજવા વાળા ઘણાય માણસો પોતાને માન્ય ધારણા પ્રવૃત્તિના મોહ-દુરાગ્રહમાં આગમ પ્રમાણોની ઉપેક્ષા કરીને ધારણા, પરંપરા અને પ્રવૃત્તિને એટલું વધારે મહત્ત્વ દઈ દે છે કે તેનાથી સ્વતઃ આગમોની મહાન આશાતના થઈ જાય છે. તેમજ તેઓ સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણાનું મહાપાપ વહોરીને પોતાની પરંપરા અને ખોટી પકડના મોહ દુરાગ્રહમાં સામાન્ય જેવા સરલ વિષયને પણ સમજી શકતા નથી. આ પણ જીવની પોતાના માન-કષાયને કારણે થનારી એક દશા છે. પ્રતિલેખન સાધુ સમાચારીનો એક મુખ્ય આચાર છે. જેના માટે મૌલિક આગમ અને તેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટરૂપથી. સવાર-સાંજ બંને સમય પ્રતિલેખન કરવાનું આવશ્યક વિધાન છે. સાધુએ પોતાના બધા જ ભંડોપકરણનું સવાર-સાંજ બે વખત પ્રતિલેખન કરવું જરૂરી છે. તે પ્રમાણે પાત્ર પણ સાધુને આવશ્યક ઉપકરણ છે. તેની પણ બંને વખત પ્રતિલેખના કરવી જોઈએ. તેમાં કોઈ વિવાદને સાધને જે પણ ઉપકરણ પોતાની નેશ્રામાં(પાસે) રાખવા હોય તે ભંડોપકરણ જ કહેવાય અને જે પણ ભંડોપકરણ સાધુ રાખે છે તે શરીર અને સંયમના ઉપયોગને માટે જ રાખે છે. તેનું પડિલેહણ પણ બે ટાઈમ કરવું આવશ્યક સમજવું જોઇએ. કોઈપણ આગમમાં કે તેની વ્યાખ્યામાં “એકવાર પ્રતિલેખન કરવું', એવું વિધાન કરવામાં આવ્યું નથી, કેટલીય આગમ વિપરીત પ્રવૃત્તિઓ તો શિથિલાચાર તેમજ પ્રમાદથી પ્રારંભ થઈ જાય છે અને કોઈ અપવાદરૂપ પરિસ્થિતિથી પ્રારંભ થઈને પછી કાલાંતરે પરંપરા બની જાય છે. જેને ક્યારેક ગાડરીયા પ્રવાહની વૃત્તિ- વાળા દુરાગ્રહમાં નાંખીને સિદ્ધાંત બનાવી દે છે. તો પણ ન્યાયનાં સ્થાન રૂપ આપણા પ્રમાણભૂત આગમ મોજૂદ છે. ક્યારેક અવ્યવસ્થા તેમજ ઉતાવળથી છૂટી ગયેલ સાંજના પાત્ર પ્રતિલેખનાને માટે પ્રમાણ દેવામાં આવી રહ્યા છે. તટસ્થ વિદ્વાન આ પ્રમાણોથી સાચું મૂલ્યાંકન કરે. પ્રમાણોલ્લેખ: