________________ jainology 301 આગમસાર સૂત્ર 14 અને ૧૫માં વર્ણન કરેલ બધો અસ્વાધ્યાય આગમોના મૂળ પાઠના ઉચ્ચારણથી જ સંબંધિત જાણવો જોઇએ. કારણ કે તેની ભાષા દેવ-વાણી છે અને અસ્વાધ્યાયનું પ્રમુખ કારણ દેવોના ઉપદ્રવ સાથે સંબંધિત છે. માસિક ધર્મ વગેરે અવસ્થામાં આગમોનો અર્થ, વાચના કે અનુપ્રેક્ષા, પ્રશ્નો, વ્યાખ્યાન-શ્રવણ વગેરે કરવાનો નિષેધ નથી. ગૃહસ્થને સામાયિક પૌષધ આદિ તથા પ્રભુ સ્તુતિ-સ્મરણનો નિષેધ પણ કોઈપણ શાસ્ત્રમાં નથી. આગમ સ્વાધ્યાયના નિયમોને સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિઓને માટે પણ જો લાગુ કરવામાં આવે તો એ પ્રરૂપણાનું અતિક્રમણ થાય છે. તેમજ અકારણ બધી ધર્મક્રિયાઓમાં અંતરાય થાય છે. એક વિષયના નિયમને અન્ય વિષયમાં જોડવો અનુચિત્ત પ્રયત્ન છે. - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૭માં જ્યારે સ્વયં આગમકાર માસિક ધર્મ વગેરે પોતાના અસ્વાધ્યાયમાં આગમની વહેચણી અર્થાત્ અર્થ લેવાનું પણ વિધાન કરે છે તો પછી કોઈપણ આચાર્ય સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ સ્મરણ, નવકારમંત્ર તેમજ લોગસ્સ વગેરેના ઉચ્ચારણનો નિષેધ કરે, એ ક્યારેય પણ ઉચિત્ત નથી. કારણ કે આ પ્રકારની આગમ વિપરીત માન્યતા રાખવાથી સંવત્સરી મહાપર્વના દિવસે પણ સામાયિક-પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, મનિ દર્શન તેમજ નમસ્કાર મંત્રોચ્ચારણ વગેરે બધી ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત્ત રહેવું પડે છે. બધા પ્રકારની ધર્મપ્રવૃત્તિથી વંચિત્ત ગૃહસ્થ પર્વ દિવસોમાં પણ સાવધ પ્રવૃત્તિ તેમજ પ્રમાદમાં જ સંલગ્ન હોય છે. માટે એવી પ્રરૂપણા કરવી સર્વથા અયોગ્ય છે. માટે સ્વકીય અસ્વાધ્યાયમાં શ્રાવક-શ્રાવિકા વિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે તો તેમાં કોઈ દોષ ન સમજવો જોઇએ અને ઘરકાર્યથી નિવૃત્તિના આ દિવસોમાં તેને સંવર વગેરે ધર્મક્રિયામાં જ વધારે સમય પસાર કરવો જોઈએ. સાધ્વીઓએ અન્ય અધ્યયન, શ્રવણ, સેવા, તપ, આત્મચિંતન, ધ્યાન વગેરેમાં સમય પસાર કરવો જોઇએ. આણાએ ધમ્યો છે જન્મ સમયે ગ્રહણ કરાયેલા પુદગલોનો સંપૂર્ણ ક્ષય શરીરમાંથી કયારે પણ થતો નથી. ક્ષણે ક્ષણે તે પુદગલો શરીરમાંથી ઓછા થવા છતાં આખા જીવનકાળ દરમ્યાન તેનો થોડો અંશ તો શરીરમાં રહે છે. આત્માએ જયાં સુધી તેમને ગ્રહણ કરેલા છે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાય નથી પણ આત્માથી વિખુટા પડ્યા પછી તે પુદગલોનો અસ્વાધ્યાય ગણાય છે. સનત ચક્રીએ દીક્ષા લીધી ત્યારે શરીરમાં રોગ ઉત્પન્ન થઈ ચુક્યા હતા. સ્વ સબંધી શરીરના અસ્વાધ્યાયમાં તેમણે દીક્ષા લીધી હતી. તેમ છતાં, ભગવાને કેવળજ્ઞાનમાં જે ભાવ જોયા છે, પ્રરુપયા છે, ભવ્ય જીવોનાં હિત માટે આજ્ઞા કરી છે. તો તત્વ કેવલી ગમ્ય જાણી શ્રધા કરવી જોઇએ. નારક અને ત્રિર્યચ ના ભવમાં જીવ સંજ્ઞાઓનું જીવન જીવ્યો. દેવ અને મનષ્ય ના ભ ઇચ્છાઓનું જીવન જીવ્યો. પણ હજી સુધી જીવ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન નથી જીવ્યો. ભગવાનની આજ્ઞા એજ સંપૂર્ણ ધર્મ છે. પુદગલોની અસર શેઠ અને શેઠાણીના આગમન પછીના ત્રણ દિવસે બગીચામાં ફૂલ અને કળીઓ જોવા મળી. માળીને પૂછતાં જવાબ મળ્યો કે હમણાં તો ઘણા દિવસથી ફૂલો થતાં નથી.–ખારકેલીનાં વૃક્ષ પર સ્ત્રીઓનાં હાથે ફૂલોના છંટકાવની વાતો સાંભડતાં ત્યારે ગામડાનાં લોકોની અંધશ્રધ્ધા પર હસવું આવતું. પરંતુ જયારે પુદગલોનો પ્રભાવ જોવા મળે છે ત્યારે આશ્ચર્ય જ થાય છે. ગાઢ મિથ્યાત્વથી મહાનિંદ્રા હોવા છતાં ચાર સંજ્ઞા, ચાર કસાય અને નવ નોકસાય એકેન્દ્રીયમાં પણ હોય છે. કાગનું બેસવું અને ડાળનું પડવું - એના જેવી વાત લાગતી હોય કદાચ, પણ પુદગલોનો પ્રભાવ એકેન્દ્રીય અસંશિથી કરીને પંચેન્દ્રીય સંક્ષિ સુધી દરેક પર પડે છે. - સુબુધ્ધિ પ્રધાન રાજાને પુદગલોનાં પરિણમન પર રાગદ્વેશ ન કરવાનું સમજાવે છે, પણ તે પુદગલો હિણા કે સારા નથી થયા તેમ કહેવાનો તેનો આશય નથી. અને શુભ કે અશુભ પુદગલો તેવા પ્રકારનો પ્રભાવ પણ પાડેજ છે. અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૯, સૂત્ર-૧૪] અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉદ્દે –૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકાં આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાથી અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમયે જ અવશ્ય કરણીય હોય છે. માટે “નમસ્કાર મંત્ર' “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં વાંચી કે બોલી શકાય છે. કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રક્ત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી 60 હાથ કે 100 હાથ દૂર જઈને કરવી જોઇએ. તેઇન્દ્રિય, ચઉરિજિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર 90 હાથ સુધી. બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી.