________________ આગમસાર-પૂર્વાર્ધ 300 [૪]સ્વાધ્યાયની અવશ્ય કરણીયતા તેમજ પ્રાયશ્ચિત્ત [નિશીથસૂત્ર ઉદ્દેશક–૧૯, સૂત્ર-૧૩] દિવસની પ્રથમ કે અંતિમ પોરસી અને રાત્રિની પ્રથમ અને અંતિમ પોરસી એ ચાર પોરસીઓ કાલિકશ્રુતની અપેક્ષાથી સ્વાધ્યાય કાળ છે. એ ચાર કાળમાં સ્વાધ્યાય ન કરવો અને અન્ય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય પસાર કરી દેવો એ જ્ઞાનનો અતિચાર છે, જેમ કે કાલે ન કઓ સજજાઓ; સજજાએ ન સજજાઈયંા - આવ.અ.૪ આ અતિચારનું સેવન કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તાત્પર્ય એ છે કે ભિક્ષને આવશ્યક સેવા કાર્ય સિવાય ચારેય પોરસીમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોય છે. સ્વાધ્યાય ન કરવાથી થનારી હાનિઓ:૧. સ્વાધ્યાય ન કરવાથી પૂર્વગ્રહીત શ્રુત વિસ્તૃત થઈ જાય છે. 2. નવા શ્રુતનું ગ્રહણ તેમજ તેની વૃદ્ધિ થતી નથી. 3. વિકથાઓ તેમજ અન્ય પ્રમાદોમાં સંયમનો અમૂલ્ય સમય પસાર થઈ જાય છે. 4. સંયમ ગુણોનો નાશ થાય છે. 5. સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત્ત રહેવું પડે છે. પરિણામે ભવ પરંપરા નષ્ટ થઈ શકતી નથી. માટે સ્વાધ્યાય ભિક્ષુનું પરમ કર્તવ્ય છે, એવું સમજવું જોઈએ. સ્વાધ્યાય કરવાથી થતા લાભો:૧. સ્વાધ્યાય કરવાથી વિપુલ નિર્જરા થાય છે. 2. શ્રુતજ્ઞાન સ્થિર તેમજ સમૃદ્ધ થાય છે. 3. શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ એવં તપમાં રુચિ વધે છે.૪. આત્મ ગુણોની પુષ્ટિ થાય છે.પ.મન તેમજ ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે 6. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન કહેવામાં આવેલ છે. તેમજ તેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. પરિણામે તેનાથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ચારેય કાળમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવો તેમજ અન્ય પ્રહરોમાં ઉત્કાલિક શ્રુતનો સ્વાધ્યાય કરવો કે અર્થ ગ્રહણ કરવા અથવા વાંચણી લેવી. દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા ન લાવવાની હોય તો ઉત્કાલિક શ્રતના સ્વાધ્યાય વગેરેમાં મગ્ન રહેવું. રાત્રિના બીજા પ્રહરમાં પણ સાધુ ઉપર કહેલ તે પ્રમાણે સ્વાધ્યાય કરે અગર સૂવે. રાત્રિના ત્રીજા પહોરમાં નિદ્રા લઈને તેનાથી નિવૃત્ત થઈ જાય અને તે પ્રહરનો સમય બાકી હોય તો ઉત્કાલિકશ્રુત વગેરેનો સ્વાધ્યાય કરે. ફરીથી ચોથા પ્રહરમાં કાલિકશ્રતનો સ્વાધ્યાય કરે. આ સાધુની દિવસની ચર્યા તેમજ રાત્રિની ચર્યાનું વર્ણન સ્વાધ્યાયથી જ પરિપૂર્ણ થાય છે. ઉત્કાલિક પોરસીમાં સૂત્રોનો સ્વાધ્યાય, સૂત્રોના અર્થ, આહાર, નિદ્રા વગેરે પ્રવૃત્તિઓ કરી શકાય છે. પરંતુ પ્રથમ અને અંતિમ ચારેય પોરસી કાળમાં ફક્ત સ્વાધ્યાય જ કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬ અનુસાર સ્વાધ્યાયના સમયમાં જો ગુરુ વગેરે કોઈ સેવાનું કાર્ય કહે તો કરવું જોઇએ અને ન કહે તો સ્વાધ્યાયમાં જ લીન રહેવું જોઇએ. આ સ્વાધ્યાય કાલિકશ્રુતનો છે. તેમાં નવું કંઠસ્થ કરવું કે તેનું પુનરાવર્તન કરવું વગેરે સમાવિષ્ટ છે. જ્યારે નવું કંઠસ્થ કરવાનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તેનું ફક્ત પુનરાવર્તન કરવાનું રહે છે. વ્યવહાર સૂત્ર ઉ.૪માં સાધુ-સાધ્વીઓને, શીખેલા જ્ઞાનને કંઠસ્થ રાખવાનું આવશ્યક કહેલ છે અને ભૂલી જવા પર કઠોરતમ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે અર્થાત્ પ્રમાદથી ભૂલી જવાથી તેને જીવન પર્યત કોઈ પણ પ્રકારની પદવી આપવામાં આવતી નથી અને પદવીધર હોય તો તેને પદવી પરથી દૂર કરવામાં આવે છે. ફક્ત વૃદ્ધ–સ્થવિરોને આ પ્રાયશ્ચિત્ત નથી. માટે શ્રત કંઠસ્થ કરવું અને સ્થિર રાખવું, નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી જ થઈ શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૬માં સ્વાધ્યાયને સંયમનો ઉત્તરગુણ કહેલ છે. બધા દુઃખોમાંથી મુક્ત કરનારો તથા સર્વભાવોની શુદ્ધિ કરનારો કહેલ છે. આ બધા આગમ વર્ણનોને હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ હંમેશાં સ્વાધ્યાયરત રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન ન કરે અર્થાત સ્વાધ્યાય સિવાય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય ન બગાડે. વિકથા વગેરેમાં સમય વિતાવવાથી અને યથાસમયે આગમનો સ્વાધ્યાય ન કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જેનો. સરલતાપૂર્વક સ્વયં સ્વીકાર કરવો જોઈએ તેમજ સંઘ વ્યવસ્થામાં પણ તે માટે પ્રાયશ્ચિત્ત દેવાની તેમજ સ્વીકાર કરવાની પરંપરા રાખવી જોઈએ. [5] માસિક ધર્મમાં અસ્વાધ્યાયનો વિવેક તેમજ સત્યાવબોધ. [નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ સૂત્ર 15] સ્વયંની અસ્વાધ્યાય બે પ્રકારે હોય છે– (1) વ્રણ સંબંધી (2) તુધર્મ સંબંધી. એમાં ભિક્ષને એક પ્રકારનો તેમજ ભિક્ષણી(સાધ્વી)ને બન્ને પ્રકારનો અસ્વાધ્યાય હોય છે. શરીરમાં ફોડલા–ફન્સી, ભગંદર, મસા વગેરેમાંથી જ્યારે લોહી–રસી બહાર આવે છે ત્યારે તેનો અસ્વાધ્યાય હોય છે. તેની શુદ્ધિ કરીને 100 હાથની બહાર પરઠીને સ્વાધ્યાય કરી શકાય છે. શુદ્ધિ ર્યા પછી પણ લોહી વગેરે નીકળતું રહે તો પણ સ્વાધ્યાય કરી શકાતો નથી, પરંતુ તેમાં એક, બે કે ત્રણ વસ્ત્ર પટ બાંધીને પરસ્પર આગમ વાંચણી લઈદઈ શકાય છે. ત્રણ પટ પછી લોહી દેખાય તો ફરીથી તેને શુદ્ધ કરવું આવશ્યક હોય છે. ઋતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ વ્યવહારસૂત્રના ઉદ્દેશક 7 સૂત્ર ૧૭માં પોતાના અસ્વાધ્યાયમાં પરસ્પર વાચના લેવા-દેવાનું વિધાન કરવામાં આવેલ છે. તેની ભાષ્યમાં વિધિ આ પ્રકારે બતાવેલ છે– રક્ત વગેરેની શુદ્ધિ કરીને આવશ્યકતાનુસાર એક, બે અથવા સાત સુધી વસ્ત્રપટ બાંધીને સાધ્વી–સાધ્વી પરસ્પર વાંચણી લઈ–દઈ શકે છે. પ્રમાણને માટે જુઓ- વ્યવહાર સૂત્ર ઉ.૭, ભાષ્ય ગાથા-૩૯૦થી 394 તથા નિશીથ ભાષ્ય ગાથા- ૬૧૬૭થી 170 તથા અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ 1 પાના-૮૩૩ અસજજાઈય શબ્દ.