________________
299
આગમસાર
jainology સૂત્ર ૩૭ આચાર્ય આદિ દશની ભાવ સહિત સેવા કરવી. તેઓની સેવા કરવાથી ઘણા જ કર્મનો ક્ષય થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
| વ્યવહાર સંપૂર્ણ
વિવિધ વિષયો પર નિબંધો અને નોંધો:
પરિશિષ્ટ-૧ : પાંચ વ્યવહાર [ઉદ્દેશક–૧૦: સૂત્ર-૩] (૧) આગમ વ્યવહાર :- નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે. (૨) શ્રત વ્યવહાર:- ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે “શ્રત વ્યવહાર કહેવાય છે. (૩) આશા વ્યવહાર – કોઈ આગમ વ્યવહારી કે શ્રત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે “આશા વ્યવહાર' કહેવાય છે. (૪) ધારણા વ્યવહાર - આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે “ધારણા વ્યવહાર' કહેવાય છે. (૫) જીત વ્યવહાર – જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય ર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર કહેવાય છે.
[૨] વાચનાને અયોગ્ય બ્રહકલ્પ ઉદ્દેશક-૪, સૂત્ર-૧૦, ૧૧] ૧. અવિનીત :- જે વિનય રહિત છે, આચાર્ય કે દીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધઃ- જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે વિકૃતિ પ્રતિબદ્ધ' કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૂત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત” કહે છે.
આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક- દુષ્કળ' પણ આપે છે. જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના
ને સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પરે વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો ક્ય કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે.
જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા. ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે.
[૩] શિક્ષણને અયોગ્ય [બૃહત્કલ્પ ઉદ્દેશક-૪ઃ સૂત્ર-૮, ૯] (૧) દુષ્ટઃ જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ – ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ. (૩) વ્યર્ડ્સાહિત – વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ.
આ ત્રણે પ્રકારના સાધુ “દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે.
જે દ્વેષભાવથી રહિત છે, હિત–અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રુત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી. ગ્રહણ કરે છે.
દરેક વ્યકતિનો ક્ષયપક્ષમ એકસરખો હોતો નથી, તથા હંમેશા એક સરખો રહેતો પણ નથી. તેથી કોઈ યોગ્ય પછીથી અયોગ્ય પણ થાય છે. તથા કોઈ અયોગ્ય ભાગ્યનો ઉદય થતાં યોગ્ય પણ થઈ જાય છે. તેથી પૂર્વગ્રહથી નિર્ણય ન કરતાં જીવની હાલની દશા જોવી જોઇએ.