________________
આગમચાર-પૂર્વાર્ધ
298
નવમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૮ઃ શય્યાતરના નોકર અને મહેમાનને પૂર્ણ રૂપે આપેલ આહારમાંથી સાધુ લઈ શકે છે અને જો પ્રાતિહારિક–વધેલો આહાર માલિકને પાછો આપવાનો હોય તો તેમાંથી સાધુએ આહાર ન લેવો જોઇએ. સૂત્ર-૯-૧૬ઃ શય્યાતરના સદ્યોગથી જીવનનો નિર્વાહ કરનારા જ્ઞાતીજન જો ભોજન બનાવે અથવા ખાય તો તેમાંથી સાધુને આહાર લેવો કલ્પ નહિ. સૂત્ર-૧૭–૩૬ઃ શય્યાતરની ભાગીદારીવાળી દુકાનમાં જો કોઈ પદાર્થ ભાગીદારી વિનાનો હોય તો તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. તેમજ વિભાગ થયેલા કોઈપણ પદાર્થ ભાગીદાર પાસેથી લઈ શકાય છે. સૂત્ર-૩૭-૪૦ઃ સાત સપ્તક, આઠ અષ્ટક, નવ નવક અને દશ દશક દિવસોમાં દત્તિઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરીને ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સાધુ-સાધ્વી બન્ને કરી શકે છે.
સૂત્ર-૪૧-૪૨: xxxxx મોયક(સ્વમૂત્ર) પડીમા વિષેનું છે. (નોધઃ પોતાનો કે અન્યનો કોઈ પણ મૂત્ર કોઈ પણ પ્રકારે પીવાના ઉપયોગમાં લેવો નહિં. તેનાથી સાધુ પ્રત્યે દુર્ગછા અને લોકનદા થઈ શકે છે. કોઈના પૂછવા પર સાધને માયાચાર કરી અસત્ય બોલવું કલ્પતું નથી. જખમ કે ઘાવ પર ક્યારેક લગાડી શકાય છે. રાત્રીમાં તેનાથી વડીનીતની શુદ્ધી કરી શકાય છે. સૂત્ર પાઠો પણ આગળ પાછળના સૂત્રો જોતા વિષય સાથે અસંગત જણાય છે. વાત આહારની દતિની ચાલી રહી છે. સેંકડો જીવોનું અનેક પ્રકારનું વર્ણન આગમોમાં છે, તેમાં કયાંય પણ આની પુષ્ટિ થતી નથી. કોઈ રોગમાં એ ઉપચાર તરીકે કામ પણ આવતું હોય તો એ જ્ઞાન હવે નાશ પામ્યું છે. તેથી હવે એ ઉટવૈદુંથી વિશેષ કશું નથી.) ઊંટવૈદની વાર્તા એક ઊંટના ગળામાં ગાંઠ હોવાથી તેનું ખાવાનું બંદ થઇ ગયું હતું. વૈદને બોલાવતાં તેણે તપાસ કરી અને જાણ્યું કે ઊંટના ગળામાં નાનું તરબુચ ફસાઈ ગયું છે. તેણે એક જોરદાર મુક્કો મારી તરબુચ તોડી નાખ્યું, આમ કરવાથી તરબુચ ઊંટના પેટમાં ઉતરી ગયું અને ઊંટ સાજો થઇ ગયો. ઊંટવાળાએ વૈદને અશરફીઓ આપી સનમાનીત કર્યો. આ આખું દ્રશ્ય ઊંટવાળાના નોકરે જોયું અને તેમાંથી વિવેક વગરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કોઈ સમયે તેની પાડોશમાં રહેતા ડોશીમાને કેન્સર જેવી ગાંઠ ગળામાં નીકળી. ઊંટવાળાનો નોકર આનો ઇલાજ જાણતો હોવાથી તેણે ઉપચારની ઓફર કરી. આમ ઊંટવૈદ શબ્દ પ્રચલીત થયું.
સૂત્ર-૪૩-૪૪:- એક વારમાં અખંડ ધારાથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપવામાં આવતા આહાર આદિને એક “દત્તિ કહેવામાં આવે છે. સૂત્ર-૪૫ઃ ત્રણ પ્રકારના ખાવાના પદાર્થ હોય છે (૧) સંસ્કારિત પદાર્થ (૨) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ લેપ્ય પદાર્થ–એમાંથી કોઈપણ અંગે અભિગ્રહ ધારણ કરી શકાય છે. સૂત્ર-૪૬: “પ્રગૃહિત” નામની છઠ્ઠી પિંડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) પીરસવાને માટે જતાં (૩) થાળી આદિમાં પીરસતાં. બીજી અપેક્ષાથી આહારની બે અવસ્થા પણ કહી શકાય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) થાળી આદિમાં પીરસતાં.
દશમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર૧-૨ :- યવમધ્ય ચંદ્ર પડિમા અને વજ મધ્ય ચંદ્ર પડિમાની સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંઘયણવાળા, શ્રુતસંપન્ન સાધુ આરાધના કરી શકે છે. એ પડિમા એક–એક મહિનાની હોય છે. તેમાં આહાર-પાણીની દત્તિ ક્રમશ: ઘટે–વધે છે. સાથે જ બીજા અનેક નિયમ, અભિગ્રહ કરવામાં આવે છે અને પરીષહ ઉપસર્ગોને ઘેર્યની સાથે શરીર પ્રતિ નિરપેક્ષ બનીને સહન કરવામાં આવે છે સૂત્ર-૩ : આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો અનુક્રમે–નિષ્પક્ષ ભાવથી ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ કે ઉપેક્ષાના કારણે વ્યુત્ક્રમથી ઉપયોગ ન કરવો જોઇએ. વિપરીત વ્યવહાર કરનારા વિરાધક થાય છે. સમ્યક વ્યવહાર કરનારા આરાધક થાય છે. સૂત્ર-૪-૧૦ઃ- ધર્મમાં, આચારમાં અને ગણ સમાચારમાં સ્થિર રહેનારાની કે એનો ત્યાગ કરી દેનારાની બે ચૌભંગી બને છે. સૂત્ર-૧૧ - દ્રઢધર્મી અને પ્રિયધર્મ સંબંધી એક ચૌભંગી થાય છે. સૂત્ર ૧૨–૧૫ - દીક્ષાદાતા અને વડી દીક્ષાદાતાની; મૂળ આગમના વાચનાદાતા અને અર્થ આગમના વાચનાદાતાની તથા તેના સંબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગીઓ છે અને તે ચીભંગીઓના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય(પ્રતિબોધ દાતા)નું તેમજ ધર્મઅંતેવાસીનું કથન કરવામાં આવ્યું છે. સૂત્ર-૧૬: ત્રણ પ્રકારના સ્થવિર હોય છે (૧) શ્રતથી (૨) દીક્ષા પર્યાયથી (૩) ઉમરથી; અર્થાત્ (૧) અગિયાર સૂત્ર કંઠસ્થ (ઠાણાંગ, સમવાયાંગ ના જ્ઞાતા.) (૨) વીસ વર્ષની સંયમ પર્યાય (૩) સાઠ વરસની ઉમરવાળા. સૂત્ર-૧૭: શૈક્ષની(ઉપસ્થાપના પહેલાની) ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) સાત દિન (૨) ચાર મહિના (૩) છ મહિના. સૂત્ર૧૮-૧૯ ગર્ભકાલ સહિત ૯ વર્ષની પહેલા કોઈને દીક્ષા ન દેવી, કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડી દીક્ષા ન દેવી જોઇએ
૦–૨૧: અવ્યક્ત(૧૬ સોળ વરસથી ઓછી ઉમરવાળા)ને આચારાંગનિશીથની વાંચણી ન દેવી. બીજા અધ્યયન કરાવવા. સૂત્ર-રર-૨૬: ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીમાં સાધુને ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરાવી. લેવા જોઇએ અને ક્રમશઃ ૨૦ વર્ષની સંયમ પર્યાય સુધીમાં યથાયોગ્ય શિષ્યોને સૂત્રોક્ત બધા જ આગમોની વાચણી યથાક્રમથી પૂર્ણ કરાવી લેવી જોઈએ. બુદ્ધિમાન શિષ્ય થોડા સમયમાં વધારે શ્રુત અધ્યયન કરી શકે છે, આવું અનેક આગમ પાઠોથી સ્પષ્ટ થાય છે.