________________
jainology
281
આગમસાર
૭. સાતમી સચિત્ત ત્યાગ પડિમાનો આરાધક શ્રાવક પાણી, નમક (મીઠું), ફળ, મેવા આદિ બધા સચિત્ત પદાર્થોના ઉપભોગનો ત્યાગ કરે છે. પરંતુ તે પદાર્થોને અચિત્ત બનાવવાનો ત્યાગ કરતો નથી. ૮. આઠમી આરંભત્યાગ પડિમાધારી શ્રાવક સ્વયં આરંભ કરવાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરંતુ બીજાને આદેશ આપીને સાવધ કાર્ય કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. ૯. નવમી પ્રેષ્યત્યાગ પડિકામાં શ્રાવક આરંભ કરવા અને કરાવવાનો ત્યાગી હોય છે પરંતુ સ્વતઃ કોઈ તેના માટે આહારાદિ બનાવી આપે કે તેના માટે આરંભ કરે તો તે પદાર્થનો ઉપયોગ કરી શકે છે. ૧૦. દસમી ઉદિષ્ટ ભક્ત ત્યાગ પડિમાધારી શ્રાવક બીજાના માટે બનાવેલા આહારાદિનો ઉપયોગ કરી શકે છે, પોતાના નિમિત્તે બનાવેલ આહારાદિનો ઉપયોગ કરી શકતા નથી. તેનું વ્યાવહારિક જીવન સાધુ જેવું હોતું નથી. તેથી તેને કોઈપણ સાંસારિક વાતો પૂછી શકે છે. તેથી કોઈના પૂછવા પર હું જાણું છું કે હું નથી જાણતો’ એટલો જ ઉત્તર દેવો કલ્પે છે. તેનાથી વધુ જવાબ આપવો કલ્પતો નથી. કોઈપણ વસ્તુ યથાસ્થાન પર ન મળવાથી એટલો ઉત્તર દેવાથી પણ પારિવારિક લોકોને સંતોષ થઈ શકે છે. આ પડિયામાં શ્રાવક શિરમુંડન કરાવે છે અથવા વાળ પણ રાખે છે. ૧૧. અગિયારમી શ્રમણભૂત પડિમાધારી શ્રાવક શક્ય તેટલી સંયમી જીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે પરંતુ જો લોચ ન કરી શકે તો મુંડન કરાવી શકે છે. તે ભિક્ષની સમાન ગવેષણાના બધા નિયમોનું પાલન કરે છે.
આ પડિમાની અવધિ સમાપ્ત થયા પછી તે પડિમાધારી ફરીથી સામાન્ય શ્રાવક જીવનમાં આવી શકે છે. આ કારણે પડિમાઓના આરાધના કાલમાં તે સ્વયંને ભિક્ષુ ન કહેતાં, “હું પડિમાધારી શ્રાવક છું' એ પ્રકારે કહે છે.
પારિવારિક લોકોની સાથે પ્રેમ સંબંધનો આજીવન ત્યાગ ન હોવાના કારણે તે જ્ઞાત કુલોમાં જ ગોચરી માટે જાય છે. અહીંયા જ્ઞાત કુલથી પારિવારિક અને અપારિવારિક જ્ઞાતિજનોને સૂચિત્ત ર્યા છે. ભિક્ષાને માટે ઘરમાં પ્રવેશ કરવા પર તે આ પ્રકારે જાહેર કરે છે કે “પડિમાધારી શ્રાવકને ભિક્ષા આપો.'.
શ્રાવક પડિમા સંબંધી ભ્રમનું નિવારણ : શ્રાવક પડિમાના સંબંધમાં આ એક પ્રચલિત કલ્પના છે કે પ્રથમ પડિયામાં એકાન્તર ઉપવાસ, બીજી પડિમામાં નિરંતર છઠ્ઠ, ત્રીજીમાં અટ્ટમ યાવત્ અગિયારમી પડિયામાં અગિયાર–અગિયારની તપશ્ચર્યા નિરંતર કરાય છે. પરંતુ આ વિષયમાં કોઈ આગમ પ્રમાણ ઉપલબ્ધ નથી તથા એવું માનવું સંગત પણ નથી, કારણ કે આટલી તપસ્યા તો ભિક્ષુ પડિયામાં પણ કરાતી નથી. શ્રાવકની ચોથી પડિયામાં મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. જો ઉપરોક્ત કથન અનુસાર તપસ્યા કરાય તો ચાર માસમાં ચોવિશ ચોલાની તપસ્યા કરવી આવશ્યક ગણાય. પડિમાધારી દ્વારા તપસ્યા તિવિહાર કે પૌષધ વગર કરવી ઉચિત્ત નથી. તેથી ચોવીસ ચોલા પૌષધ યુક્ત કરવા આવશ્યક નિયમ હોવાથી મહિનાના છ પૌષધનું વિધાન નિરર્થક થઈ જાય છે. જ્યારે ત્રીજી પડિમાથી ચોથી પડિમાની વિશેષતા એ છે કે મહિનામાં છ પૌષધ કરે. તેથી કલ્પિત તપસ્યાનો ક્રમ સૂત્ર-સમ્મત નથી. આનંદ આદિ શ્રાવકોના અંતિમ સાધના કાલમાં તથા પડિમાં આરાધના પછી શરીરની કૃશતાનું જે વર્ણન છે, તે વ્યક્તિગત જીવનનું વર્ણન છે. તેમાં પણ આ પ્રકારના તપનું વર્ણન નથી. પોતાની ઇચ્છાથી સાધક ગમે ત્યારે કોઈ વિશિષ્ટ તપ પણ કરી શકે છે. આનંદાદિએ પણ કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા સાધના કાળમાં કરેલ હશે, પરંતુ એવું સ્પષ્ટ વર્ણન આગમમાં નથી. જો તેઓએ કોઈપણ તપ આગળની પડિમાઓમાં કર્યું હોય તો પણ બધાને માટે વિધાન માનવું સૂત્રોક્ત પડિમા વર્ણનથી અસંગત થાય છે, એવું સમજવું જોઈએ.
પરિશિષ્ટ–૬: ભિક્ષુ પડિમા સંબંધી શંકા સમાધાન | દિશા-૭] ૧. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા થકાં યોગ્યતા પ્રાપ્ત ગીતાર્થ સાધુ કર્મોની વિશેષ નિર્જરા માટે બાર ભિક્ષુ પડિમાનો સ્વીકાર કરે છે.
સાતમી દશામાં બાર પડિમાઓના નામ આપ્યા છે. ટીકાકારે તેની વ્યાખ્યા કરતા થકાં એ સ્પષ્ટ કર્યું છે કે “દો માસિયા તિમાસિયા' આ પાઠમાં “બીજી એક માસની ત્રીજી એકમાસની’ આ પ્રકારે અર્થ કરવો જોઇએ. કારણ કે આ પડિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મકાળના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં આ પડિમાઓનું પાલન કરાતું નથી. પહેલાની પ્રતિમાઓના એક, બે માસ પણ આગળની પડિમાઓમાં જોડી દે છે. તેથી બેમાસની ત્રણ માસની” કહેવું અસંગત નથી. જો એવો અર્થ ન કરે તો પ્રથમ વર્ષમાં ત્રણ પડિમાનું પાલન કરીને છોડવી પડે, બીજા વર્ષમાં ચોથી પડિમાનું પાલન કરીને છોડવી પડશે. આ પ્રકારે વચમાં છોડવાથી પાંચ વર્ષમાં પડિમાઓનું આરાધન કરવું યોગ્ય કહી શકાતું નથી. ટીકાનુસાર ઉપરોક્ત અર્થ કરવો સંગત પ્રતીત થાય છે. તેથી બીજી પડિમાથી સાતમી પડિમા સુધીના નામ આ પ્રકારે સમજવા. ૧) એક માસની બીજી ભિક્ષ પડિમા (૨) એક માસની ત્રીજી ભિક્ષ પડિમા (૩) એક માસની ચોથી ભિક્ષ પડિમા (૪) એક માસની પાંચમી ભિક્ષુ પડિમા (૫) એક માસની છઠ્ઠી ભિક્ષુ પડિમા (૬) એક માસની સાતમી ભિક્ષુ પડિમાં
પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત દશાશ્રુતસ્કંધમાં એવી જ છાયા, અર્થનું વિવેચન ક્યું છે. આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી પ્રકાશિત આ સૂત્રમાં પણ એવું જ અર્થ_વિવેચનનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૨. પડિમાધારી ભિક્ષુને હાથ, પગ, મુખ આદિને અચિત્ત પાણીથી પણ ધોવાનું કલ્પતું નથી. અશુચિનો લેપ દૂર કરી શકે છે તથા ભોજન પછી હાથ–મોઢું ધોઈ શકે છે.
અહીંયા પ્રશ્ન એ થાય છે કે સામાન્ય સાધુને પણ ઉપર કહેલા કારણો વિના હાથ પગ આદિ ધોવાનું કલ્પતું નથી તો પડિમાધારી માટે આ નિયમમાં શું વિશેષતા છે?