________________
આગમસાર–પૂર્વાર્ધ
એનું સમાધાન એ છે કે સામાન્ય સાધુ અપવાદનું સેવન કરી શકે છે પરંતુ પ્રતિમાધારી સાધુ અપવાદનું સેવન કરી શકતા નથી. સામાન્ય સાધુ અપવાદિક સ્થિતિમાં રોગોપશાંતિને માટે ઔષધ સેવન અને અંગોપાંગ પર પાણીનું સિંચન કે તેનું પ્રક્ષાલન પણ કરી શકે છે. પરંતુ પડિમાધારી સાધુ આવું કરી શકતા નથી. આ જ તેઓની વિશેષતા છે.
૩. ત્રણ પ્રકારના રોકાવાના સ્થાન ન મળે અને સૂર્યાસ્તનો સમય થઈ જાય તો સૂર્યાસ્ત પહેલાં જ યોગ્ય સ્થાન જોઈને રોકાઈ જવું કલ્પે છે. તે સ્થાન આચ્છાદિત હોય કે ખુલ્લા આકાશવાળું હોય તોપણ સૂર્યાસ્ત પછી એક કદમ પણ ચાલવું કલ્પતું નથી.
આવી સ્થિતિમાં જો સાધુને રહેવાની આસપાસની ભૂમિ સચિત્ત હોય તો તેને નિદ્રા લેવી કલ્પતી નથી. સતત સાવધાની પૂર્વક જાગૃત રહીને સ્થિર આસને રહી રાત્રિ પસાર કરવાનું કલ્પે છે. મલસૂત્રની બાધા થાય તો યતનાપૂર્વક પૂર્વ પ્રતિલેખિત ભૂમિમાં જઈ શકે છે અને પરઠીને પુનઃ તે સ્થાન પર આવીને તેને સ્થિર થઈ જવાનું ક૨ે છે.
282
સૂત્રમાં ખુલ્લા આકાશવાળા સ્થાનને માટે (જલંસિ) શબ્દનો પ્રયોગ ક્યોં છે કારણ કે ખુલ્લા સ્થાનમાં નિરંતર સૂક્ષ્મ સ્નેહકાયની વૃષ્ટિ થાય છે એવું ભગવતી સૂત્ર શ−૧, ઉદ્દેશક-૬માં કહ્યું છે, તેથી તે શબ્દથી નદી, તળાવ આદિ જલાશય ન સમજવું. બૃહત્કલ્પસૂત્ર ઉ.૨ માં એવા સ્થાન માટે (અક્ભાવગાસિયંસિ) શબ્દનો પ્રયોગ ર્યો છે. ત્યાં એ બતાવ્યું છે કે સાધ્વીએ ખુલ્લા આકાશવાળા સ્થાનમાં કે વૃક્ષની નીચે આદિ અસુરક્ષિત સ્થાનોમાં રહેવું ન જોઇએ. સાધુ એવા અસુરક્ષિત સ્થાનમાં અને ખુલ્લા આકાશ નીચે રહી શકે છે.(દિવસે )
પિંડમાધારી સાધુ અચેલ કે સર્ચલ અથવા એક વસ્ત્ર ધારી પણ હોઈ શકે છે. ભગવતી સૂત્ર કથિત સૂક્ષ્મ સ્નેહકાય હવાથી પણ અબાધિત છે અર્થાત્ તે હવાથી પ્રેરિત થઈને અછાયાના સ્થાનથી છાયાવાળા સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતી.(એટલા માટે તો છાયાવાળા સ્થાનના કિનારા પર બેસવું, સૂવું સાધુ માટે વર્જિત ગણાતું નથી.)
પરિશિષ્ટ-૭ : નિદાન સંબંધી તર્ક—વિતર્ક
[દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ–શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં ક્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન ક્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે– કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુ:ખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ. નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ?
સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે જૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે– એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક રાહગીરે દાલ–બાટીને ચૂરમું બનાવ્યું. ખેડુતનું મન ચૂરમો આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર ર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો.
જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ–સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી.
પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુઃખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુ:ખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે.
જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઇએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે.
॥ દશાશ્રુત સ્કંધ પરિશિષ્ટ સંપૂર્ણ બૃહત્કલ્પ
પ્રથમ ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર–૧–૫ ઃ વનસ્પતિના મૂલથી લઈને બીજ પર્યંત દસ વિભાગોમાં જેટલા ખાવા યોગ્ય વિભાગો છે, તે અચિત્ત થવા પર ગ્રહણ કરી શકાય છે,
(નોંધ ઃ તાલ–પ્રલંબ શબ્દથી વનસ્પતિના બધા ભાગો ગ્રહણ થઇ જતાં હોવા છતાં, આત્માના વિવેકજ્ઞાનથી કરેલા નિર્ણયથી જૈનોના બધાજ સંપ્રદાયોમાં કંદમૂળના વપરાશનો ત્યાગ થયેલો જોવા મળે છે. આજ સમયક જ્ઞાન છે, વિવેકજ્ઞાન છે. સૂંઠ અને હળદર જે પરંપરાથી શ્રાવકને પણ અચિતજ મળે છે, તેની ગણતરી કંદમૂળમાં નથી કરવામાં આવતી તથા તેજ સૂંઠ કાચી હોય, એટલે કે આદુ અને કાચી હળદર,આંબા હળદર વગેરેને કંદમૂળ જ ગણાય છે. જયારે સુકી હળદર અને સૂંઠને પરંપરાથી કલ્પય ગણવામાં આવે
છે.)