________________
280
આગમચાર-પૂર્વાર્ધ ૪. શ્રદ્ધાળુ શિષ્યોને સંયમ ધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં સદૈવ તત્પર રહેવું. આ આચાર્યનો ચાર પ્રકારનો ‘વિક્ષેપણા વિનય છે (૪) દોષ નિર્ધાતના વિનય - શિષ્યોની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં અને વિશાલ સમૂહમાં સાધના કરવા છતાં પણ ક્યારેક કોઈ સાધક છઘસ્થ અવસ્થાના કારણે વિષય-કષાયોને વશ થઈને કોઈ દોષ વિશેષના પાત્ર થઈ શકે છે. ૧. તેઓની ક્રોધાદિ અવસ્થાઓનું સમ્યફ પ્રકારથી છેદન કરવું. ૨. રાગ-દ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિવારણ કરવું. ૩. અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન શિષ્યોની આકાંક્ષાઓને યોગ્ય ઉપાયોથી દૂર કરવી. ૪. આ વિભિન્ન દોષનું નિવારણ કરી સંયમમાં સુદઢ કરવા અને શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા થકાં પોતાના આત્માને સંયમગુણોમાં પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો.
શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન દોષોને દૂર કરવા. આ આચાર્યના ચાર પ્રકારના દોષ નિર્ધાતના વિનય છે.
સંપૂર્ણ ઐશ્વર્ય સંપન જે રાજા, પ્રજાનો પ્રતિપાલક હોય છે તે યશ-કીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે. એવી જ રીતે જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પરિપાલના કરતાં થકાં સંયમની આરાધના કરાવે છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્ર શ.૫. ઉ. માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનારા આચાર્ય, ઉપાધ્યાય તે જ ભવમાં કે બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
આચાર્યના સ્થાન પર અન્ય કોઈપણ ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગુરુ આદિ ગચ્છના પ્રમુખ સંચાલક હોય તે બધાએ ઉક્ત કર્તવ્યોનું પાલન અને ગુણોને ધારણ કરવા આવશ્યક છે, તેમ સમજવું જોઇએ.
પરિશિષ્ટ-૫ શ્રાવકની અગિયાર પડિમાઓનું વિશ્લેષણ [દશા-૬] સામાન્ય રૂપે કોઈપણ સમ્યગુ દષ્ટિ આત્મા વ્રત ધારણ કરવાથી વ્રતધારી શ્રાવક કહેવાય છે. તે એક વ્રતધારી પણ થઈ શકે છે કે બાર વ્રતધારી પણ થઈ શકે છે. પડિકાઓમાં પણ અનેક પ્રકારના વ્રત પ્રત્યાખ્યાન જ ધારણ કરવાના હોય છે પરંતુ વિશેષતા એ છે કે તેમાં જે પણ પ્રતિજ્ઞા કરાય છે, તેમાં કોઈ આગાર રહેતો નથી અને રખાતો પણ નથી. તેમાં તો નિયત સમયમાં અતિચાર રહિત નિયમોનું દઢતાની સાથે પાલન કરવાનું હોય છે.
જેવી રીતે ભિક્ષુ–પડિમા ધારણ કરનારાને વિશુદ્ધ સંયમ પર્યાય અને વિશિષ્ટ શ્રતનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી રીતે ઉપાસક પડિમા ધારણ કરનારાને પણ બાર વ્રતના પાલનનો અભ્યાસ અને કંઈક જ્ઞાન હોવું જરૂરી છે, એવું સમજવું જોઈએ.
પડિમાં ધારણ કરનારા શ્રાવકે સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, તો પણ સાતમી પડિમા સુધી અનેક નાના મોટા ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક હોતો નથી, પરંતુ પડિમાના નિયમોનું શુદ્ધ પાલન કરવું અતિ આવશ્યક હોય છે. આઠમી પડિમાથી અનેક ગૃહકાર્યના ત્યાગનો પ્રારંભ થઈ જાય છે અને અગિયારમી પડિયામાં સંપૂર્ણ ગૃહકાર્યોનો ત્યાગ કરીને તે શ્રમણ જેવા આચારનું પાલન કરે છે. અગિયાર પડિમાઓમાંથી કોઈપણ પડિયા ધારણ કરનારાને તેના પછીની પડિમાના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી. સ્વેચ્છાથી તે પાલન કરી શકે છે. અર્થાતુ પહેલી પડિયામાં સચિત્તનો ત્યાગ શ્રમણભૂત જીવન ધારણ કરવું તે ઇચ્છે તો કરી શકે છે પછીની પડિમા ધારણ કરનારાને તેના પૂર્વેની બધી પડિમાઓના બધા નિયમોનું પાલન કરવું નિયમથી જરૂરી હોય છે અર્થાત સાતમી પડિમા ધારણ કરનારાને સચિત્તનો ત્યાગ કરવાની સાથે સંપૂર્ણ બ્રહ્મચર્ય, કાયોત્સર્ગ, પૌષધ આદિ પડિમાઓનું પણ યથાર્થ રૂપથી પાલન કરવું આવશ્યક હોય છે. ૧. પહેલી ‘દર્શન પડિમાં' ધારણ કરનારા શ્રાવક ૧૨ વ્રતોનું પાલન કરે છે, પરંતુ તે દઢપ્રતિજ્ઞ સમ્યકત્વી હોય છે. મન, વચન, કાયાથી તે સમ્યકત્વમાં કોઈપણ પ્રકારનો અતિચાર લગાડતા નથી તથા દેવતા કે રાજા આદિ કોઈ પણ શક્તિથી કિંચિત્ માત્ર પણ સમ્યત્વથી વિચલિત થતા નથી. અર્થાત્ કોઈપણ આગાર વિના ત્રણ કરણ ત્રણ યોગથી એક મહિના સુધી શુદ્ધ સમ્યત્વની આરાધના કરે છે. આ પ્રકારે તે પ્રથમ દર્શન પડિમાવાળા વ્રતધારી શ્રાવક કહેવાય છે.
કેટલીક પ્રતિઓમાં (સે દંસણ સાવએ ભવઈ) એવો પાઠ પણ મળે છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે તે દર્શન પડિમાધારી વતી શ્રાવક છે. શબ્દની દષ્ટિએ જે એક પણ વ્રતધારી નથી હોતા તેને દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પડિમા ધારણ કરનારા શ્રાવક પહેલાં બાર વ્રતોના અભ્યાસી અને આરાધક તો હોય જ છે. તેથી તેને માત્ર “દર્શન શ્રાવક” તેમ કહી શકાય નહીં પરંતુ દર્શન પડિમાધારી વ્રતી શ્રાવક સમજવું, તે જ બરોબર છે. ૨. બીજી, વ્રત પડિમા ધારણ કરનારા ઇચ્છા પ્રમાણે એક કે અનેક, મોટા કે નાના કોઈ પણ નિયમો પડિમાના રૂપમાં ધારણ કરે છે. જેનું તેઓને અતિચાર રહિત પાલન કરવું જરૂરી હોય છે. ૩. ત્રીજી, સામાયિક પડિમાધારી શ્રાવક સવાર, બપોર, સાંજના નિયત સમયે સદા નિરતિચાર સામાયિક કરે છે અને દેશાવગાસિક(૧૪ નિયમ) વ્રતનું આરાધન કરે છે તથા પહેલી બીજી પડિમાના નિયમોનું પણ પૂર્ણ રીતે પાલન કરે છે. ૪. ચોથી, પૌષધ પડિમાધારી શ્રાવક પહેલાંની ત્રણે પડિમાઓના નિયમોનું પાલન કરતા થકાં મહિનામાં પર્વ તિથિઓના છ પરિપૂર્ણ પૌષધની સમ્યફ પ્રકારે આરાધના કરે છે, આ પડિમા ધારણ કરતાં પહેલાં પણ શ્રાવક પૌષધ વ્રતનું પાલન તો કરે જ છે પરંતુ પડિમાના રૂપમાં નહિ. ૫. પાંચમી કાયોત્સર્ગ પડિમાધારી શ્રાવક પહેલાની ચારે પડિમાઓનું સમ્યકુ પાલન કરતા થકાં પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કે નિયત સમય સુધી કાયોત્સર્ગ કરે છે. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પડિમાના ધારક શ્રાવક પહેલાની પડિમાઓનું પાલન કરતા થકાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, સ્નાન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે.