________________
jainology I
આગમસાર
૬. શિષ્ય પણ વિભિન્ન તર્ક, બુદ્ધિ, રુચિ આચારવાળા હોય છે. તેથી આચાર્યનું બધાના સંરક્ષણ તથા સંવર્ધનને યોગ્ય બહુમુખી બુદ્ધિ સંપન્ન’ હોવું જરૂરી છે.
279
૭. વિશાળ સમુદાયમાં અનેક પરિસ્થિતિ તથા મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. તેનું યથાસમય શીઘ્ર યોગ્ય સમાધાન કરવા માટે “ મતિસંપદા' ની સાથે જ પ્રયોગમતિ સંપદા હોવી પણ જરૂરી છે. અન્ય અનેક મતમતાંતરોનો સૈદ્ધાન્તિક વિવાદ યા શાસ્ત્રાર્થનો પ્રસંગ ઉપસ્થિત થવા પર યોગ્ય રીતે તેનો પ્રતિકાર કરવાનો હોય છે. એવા સમયમાં તર્ક, બુદ્ધિ અને શ્રુતનો પ્રયોગ ધર્મની અત્યધિક પ્રભાવના કરનારા થાય છે.
૮. ઉપરોક્ત ગુણોથી ધર્મની પ્રભાવના થવા પર સર્વત્ર યશની વૃદ્ધિ થવાથી શિષ્ય પરિવારની વૃદ્ધિ થવી તે સ્વાભાવિક છે. વિશાળ શિષ્ય સમુદાયના સંયમની યથાવિધિ આરાધના થઈ શકે તેના માટે વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારાદિની સુલભતા તથા અધ્યયન, સેવા, વિનય વ્યવહારની ‘યોગ્ય વ્યવસ્થા’ અને સંયમ સમાચારીના પાલનની દેખરેખ સારણા–વારણા પણ સુવ્યવસ્થિત હોવી અતિ આવશ્યક છે.
આ રીતે આઠે સંપદા પરસ્પર એકબીજાની પૂરક તથા સ્વતઃ મહત્ત્વશીલ છે. એવા ગુણોથી યુક્ત આચાર્યનું હોવું પ્રત્યેક ગણ(ગચ્છ સમુદાય) માટે અનિવાર્ય છે. જેમ કુશળ નાવિક વિના નૌકાના યાત્રિકોએ સમુદ્રમાં પૂર્ણ સુરક્ષાની આશા રાખવી અનુચિત્ત છે એવી રીતે આઠ સંપદાઓથી યુક્ત આચાર્યના અભાવમાં સંયમ સાધકોની સાધના હંમેશાં વિરાધના રહિત રહે અથવા તેમની સર્વ શુદ્ધ આરાધના થાય એ પણ કઠિન છે.
પ્રત્યેક સાધકનું પણ એ કર્તવ્ય છે કે તે જ્યાં સુધી પૂર્ણ યોગ્ય અને ગીતાર્થ—બહુશ્રુત ન બને ત્યાં સુધી ઉપરોક્ત યોગ્યતાથી સંપન્ન આચાર્યના નેતૃત્વમાં જ પોતાનું સંયમી જીવન સુરક્ષિત રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ.
કોઈ કર્મ સંયોગવશ શ્રેષ્ઠ યોગ્યતાથી રહિત ગુરુ—આચાર્ય યા ગચ્છનો સહવાસ પ્રાપ્ત થયો હોય અને તેને પોતાની સંયમ સાધના અને આત્મ સમાધિમાં સંતોષ ન હોય તો તેણે વિવેકપૂર્વક અકષાયભાવથી પોતાના ગચ્છ અને ગુરુનું પરિવર્તન કરવું કલ્પે છે. ગુરુ પરિવર્તન એટલે વિધિપૂર્વક આજ્ઞા મેળવી એક ગુરુની નિશ્રા છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. ઠાણાંગ સૂત્રમાં ગચ્છ પરિવર્તન માટે અનેક કારણોનું સ્પષ્ટીકરણ ક્યું છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં ગચ્છ અથવા ગુરુના પરિવર્તનની વિવેકશીલ વિધિનું કથન ક્યું છે.
ગુરુનું પરિવર્તન એટલે શું? એક ગુરુને વિધિપૂર્વક છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું.
આ અર્થ યથાર્થ હોય તો નીચેનું વાક્ય ઉમેર્યું છે.– તેથી ઘર છોડવાવાળા સાધકોને, તેવો સંયોગ મળી ગયો હોય તો, તેમાં દીર્ઘદષ્ટિથી હાનિ લાભ જોઈને ગંભીરતાપૂર્વક નવો નિર્ણય લેવો તે જિનાજ્ઞામાં છે. એવું ઉપરોક્ત બતાવેલ આગમ પાઠોથી સમજવું જોઇએ. ધ્યાન એ રાખવું કે આગમ દૃષ્ટિકોણની અને આગમ વિધિવિધાનોની અવહેલના ન થવી જોઇએ અને વચન વ્યવહારથી ગુરુ રત્નાધિકની અન્ય કોઈપણ આશાતના ન થવી જોઇએ.
પરિશિષ્ટ-૪ : આચાર્ય આદિ પ્રમુખોના કર્તવ્ય
[દશા–૪] આઠ સંપદાઓથી સંપન્ન ભિક્ષુ(સાધુ) ને જ્યારે આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરાય છે ત્યારે તે સંપૂર્ણ સંઘના ધર્મશાસ્તા(આચાર્ય) થઈ જાય છે. ત્યારે તેને સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી સંભાળવી પડે છે. તેમાં પ્રમુખ જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય (૨) શ્રુત વિનય (૩) વિક્ષેપણા વિનય (૪) દોષ નિર્ધાતના વિનય. (૧) આચાર વિનય :- આચાર્ય(ગણી)નું મુખ્ય કર્તવ્ય છે કે સૌથી પહેલા શિષ્યોને આચાર સંબંધી શિક્ષાઓથી સુરક્ષિત કરે, તે આચાર સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે— ૧. સંયમની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ–નિષેધોનું જ્ઞાન કરાવવું. યતિ ધર્મ, પરિષહજય આદિનો યથાર્થ બોધ દેવો. ૨. અનેક પ્રકારની તપશ્ચર્યાઓના ભેદ–પ્રભેદોનું જ્ઞાન કરાવવું. તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવો. નિરંતર તપશ્ચર્યા કરવાની શક્તિ પ્રાપ્ત કરવાને માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની અને પારણામાં પરિમિત પથ્ય આહારાદિના સેવનની વિધિનું જ્ઞાન કરાવવું. ૩. ગીતાર્થ અગીતાર્થ ભદ્રિક પરિણામી આદિ બધાની સંયમ સાધના નિર્વિઘ્ન સંપન્ન થવા માટે આચાર શાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે બનાવેલ ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમો(સમાચારી)નું સભ્યજ્ઞાન કરાવવું. ૪. ગણની સામૂહિક ચર્યાનો ત્યાગ કરી એકલા વિહાર કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાલમાં સાવધાનીઓ રાખવાનું જ્ઞાન કરાવવું અને એકલા વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન કરાવવું કારણ કે સાધુનો બીજો મનોરથ એ છે કે ક્યારે હું ગચ્છના સામૂહિક જીવનથી અને સંઘીય કર્તવ્યોથી મુક્ત થઈને એકાકી વિહાર ચર્ચા ધારણ કરું ?'
આચારાંગ સૂત્ર થ્રુ. ૧ અ. ૫ અને ૬માં ક્રમશ પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારે એકાકી વિહારચર્યાના લક્ષણ બતાવ્યા છે. તેમાંથી અપ્રશસ્ત એકલ વિહાર ચર્યાના વર્ણનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં એકલ વિહાર ચર્ચાના નિષેધની પરંપરા પ્રચલિત છે. (૨) શ્રુત વિનય :– ૧–૨. આચાર ધર્મનું પ્રશિક્ષણ દેવાની સાથેસાથે આચાર્યનું બીજુ કર્તવ્ય છે– આજ્ઞાધીન શિષ્યોને સૂત્ર વાચના અને અર્થની વાચના દઈને શ્રુત સંપન્ન બનાવવા. ૩. તે સૂત્રાર્થના જ્ઞાનથી તપ સંયમની વૃદ્ધિના ઉપાયોનું જ્ઞાન કરાવવું અર્થાત્ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવું અથવા સમયે– સમયે તેઓને હિત શિક્ષા આપવી. ૪. સૂત્ર રુચિવાળા શિષ્યોને પ્રમાણ,નયની ચર્ચા દ્વારા અર્થ–પરમાર્થ સમજાવવો. છેદ સૂત્ર આદિ બધા આગમોની ક્રમશઃ વાચના દેવી. વાચનાના સમયે આવવાવાળા વિઘ્નોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આ આચાર્યનો ચાર પ્રકારનો ‘શ્રુતવિનય’ છે.
(૩) વિક્ષેપણા વિનય :– ૧. જે ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેઓને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવું. અથવા જે અણગાર ધર્મના પ્રત્યે ઉત્સુક નથી, તેઓને અણગાર ધર્મ સ્વીકાર કરવા માટે ઉત્સાહિત કરવા
૨. સંયમ ધર્મના યથાર્થ જ્ઞાતાને જ્ઞાનાદિમાં પોતાના સમાન બનાવવો.
૩. કોઈ અપ્રિય પ્રસંગથી કોઈ સાધુની સંયમ ધર્મથી અરુચિ થઈ જાય તો તેને વિવેકપૂર્વક ફરીથી સ્થિર કરવા.