________________
jainology
આગમસાર સ્વીકાર ક્યું અને શ્રાવકની અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રની એ સ્વતંત્રરૂપે વિશેષતા છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ અનેકાનેક માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે. પ્રાપ્ત કરશે. ઉપલબ્ધ આ સૂત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે.
પ્રથમ અધ્યયન આનંદઃ પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજયગ્રામ નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે લિછવિઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામના શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સમ્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણ હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એક વાર તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પર્યાયા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભક્તિપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા.
ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ, મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંમય ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ ક્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા. શ્રદ્ધાવિત બન્યા અને કેટલાય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર ર્યો તેમજ વીતરાગ ધર્મની ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી.
આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. આગાઢ શ્રદ્ધા ભક્તિ પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યક્તિઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો:(૧ થી ૩) પૂલ- હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. ૪. શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. ૫. પરિગ્રહ પરિમાણમાં (૧) ચાર કરોડ સોનૈયા નિધાનમાં (૨) ચાર કરોડ વેપારમાં (૩) ચાર કરોડ ચલ–અચલ સંપતિમાં
(ઘર વખરીમાં) એ સિવાય પરિગ્રહનો ત્યાગ, ૪ ગોકુળ ઉપરાંત પશુઓનો ત્યાગ. આવાગમન સંબંધી ક્ષેત્ર સીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો એવા ૫૦૦ હલવા અર્થાતુ. ૨૫૦૦ માઈલ ૪000 કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે. (૧) સુગંધિત લાલ રંગના ટુવાલ ઉપરાંત અન્ય બધાનો ત્યાગ. (૨) જેઠીમધ ના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. (૩) દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ.(૪) શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. (૫) એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ.() આઠ નાના ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. (૭) પહેરવાના સુતરાઉ એક પ્રકારનાં કપડાની જોડી સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. (૮) ચંદન, કમકમ, અગર અને કેસર સિવાય તિલક માટેના લેપનો ત્યાગ (૯) કમલ અને માલતીનાં ફૂલોની માળા સિવાય ફૂલનો ત્યાગ. (૧૦)કાનનાં કુંડલ અને નામવાળી અંગુઠી વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. (૧૧) અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ.(૧૨) એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્ય પેય પદાર્થનો. ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ.(૧૩) ઘેવર તથા સાટા સિવાય અન્ય મીઠાઈઓનો ત્યાગ. (૧૪) એક જાતીના ચોખા સિવાય ઓદનનો ત્યાગ.(૧૫) ચણા, મગ અને અડદની દાળ અતિરિક્ત દાળનો ત્યાગ. (૧૬) શરદઋતુના ગાયના દૂધના તાજા ઘી સિવાય ત્યાગ. (૧૭) દૂધી, સુવા, પાલકનો અને ભીંડા સિવાય લીલી શાકભાજીનો ત્યાગ. (૧૮) પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરના પેયનો ત્યાગ. (૧૯) દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. (૨૦) વરસાદનું પાણી અથવા ઘરમાં એકઠું થયેલું વરસાદનું પાણી, એ સિવાય ત્યાગ. (૨૧) એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ.
(૨૨) એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, ચાર જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ. ૮. ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ. ૯. વિશેષ સામાયિક આદિની સંખ્યા પરિમાણ આદિનું વર્ણન નથી. આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બધાં વ્રતોનાં ૯૯ અતિચાર સમજાવ્યાં. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશક્ય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વ્રતી અને ધર્મની અવહેલના થાય છે. અને વ્રતમાં પણ દોષ લાગે છે અથવા પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે.
- ૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે આજથી આરંભી મારે અન્ય તીર્થકોને, અન્ય તીર્થકોના(કહેવાતા) દેવોને, અન્ય તીર્થકોએ ગ્રહણ કરેલા અરિહંતના સાધુઓને, વંદન નમસ્કાર કરવા તથા