________________
jainology
259
આગમસાર સ્વરૂપ, ૩. ભવ ભ્રમણ સ્વરૂપ, ૪. કષાય સ્વરૂપ, ૫. સિદ્ધ સ્વરૂપ, ૬. સ્વદોષ દર્શન, ૭. પરગુણ દર્શન, ૮. સ્વદષ્ટિ પોષણ, ૯. પરદષ્ટિ ત્યાગ, ૧૦. પુદ્ગલાસક્તિ ત્યાગ, ૧૧. એકલાપણાનું ચિંતન- એકવાનુપ્રેક્ષા, તે સિવાય અનિત્યત્વ, અશરણત્વ, અન્યત્વ આદિ ચિંતન તથા જિનભાષિત કોઈ પણ તત્ત્વનું સ્વરૂપ કે જિનાજ્ઞા સ્વરૂપનું ચિંતન.
વિષયની પસંદગીમાં એ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તેમાં શારીરિક, ઇહલૌકિક, સુખસંયોગ, દુઃખવિયોગ, પરના અહિતરૂપ વગેરે અશુભ વિષયો ન હોવા જોઇએ. સાર:- ૧. શુભ ધ્યાન આત્મા માટે હિતકર છે મહાન કર્મ નિર્જરાનું કારણ છે. ૨. અશુભ ધ્યાન કર્મબંધનો હેતુ છે. ૩. ચિત્તની ચંચળ અવસ્થારૂપ "અધ્યાન" પણ અનેક કર્મોની વૃદ્ધિ કરનાર છે. ૪. મનની શાંત-સુખ કે અવ્યક્ત અવસ્થા પણ અધ્યાનરૂપ છે, તેમાં આશ્રવ ઓછો થવા સાથે નિર્જરા પણ ઓછી થાય છે.
આ ચારે અવસ્થાઓમાં પહેલી અવસ્થા આત્મોન્નતિમાં વધારે ઉપયોગી છે. એમ સમજીને મહાન નિર્જરાના હેતુરૂપ શુભધ્યાન અર્થાત્ ધર્મધ્યાનમાં આત્માને જોડવાની સાધના કરવી જોઇએ.
વર્તમાનમાં પ્રચલિત અનેક પ્રણાલિકાઓથી પ્રાપ્ત અવસ્થાઓ વાસ્તવમાં અધ્યાન રૂપ આત્મ–અવસ્થાઓ છે, એમ ઉપરોકત પ્રમાણ અને વિવેચનથી સમજી શકાય છે. તે ઉપરોકત ચોથી દશા અવસ્થા અર્થાત્ અધ્યાન અવસ્થા છે. તેથી મોક્ષ પ્રાપ્તિની સાધનામાં તે વિશેષ ગતિપ્રદ સાધના બની શકતી નથી. ધ્યાનની સાથે સાચી શ્રદ્ધા – જૈન ધર્મની દષ્ટિએ ધર્મ ધ્યાનની સાધના કરનાર મુમુક્ષુ સમ્યજ્ઞાન અને સમ્યગુ શ્રદ્ધાથી યુક્ત હોવા જોઇએ. તેના વિના સંપૂર્ણ સંયમ અને તપ રાખ ઉપર લીંપણ સમાન થાય છે.
જિનવાણી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સહિત યથાશક્તિ જિનાજ્ઞાનુસાર શ્રાવકના બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મમાં અથવા સંયમ–ચારિત્ર રૂ૫ સર્વવિરતિ ધર્મમાં તેમનો પુરુષાર્થ હોવો જોઇએ. આ બંને પ્રકારના ધર્મ પ્રત્યે શ્રદ્ધા-નિષ્ઠા હોવી જોઈએ. પરંતુ “આ તો ક્રિયાકાંડ છે' આવા શબ્દો કે ભાવોથી આત્મામાં ઉપેક્ષાવૃત્તિ ન હોવી જોઇએ.
શ્રાવકોના આગમિક વિશેષણોમાં સર્વ પ્રથમ વિશેષણ “જીવાદિ પદાર્થોના જ્ઞાતા હોવું બતાવેલ છે. સમ્યકત્વના સ્વરૂપમાં પણ જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા આવશ્યક અંગ કહ્યા છે.
ધ્યાન એ તપ છે તેની પહેલાં સમ્યગુજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને યથાશક્તિ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. આ ત્રણની ઉપસ્થિતિમાં જ તપ અને ધ્યાન આદિ આત્મ-સાધનાના અંગરૂપે બનીને વિકાસ કરાવી શકે છે. તેથી તપ કે ધ્યાનની સાધનામાં અગ્રેસર થનાર સાધકોએ પોતાની સમ્યજ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યક ચારિત્રની ભૂમિકાને સુરક્ષિત રાખીને આગળ વધવું જોઇએ.
સામાન્ય જ્ઞાનવાળા છવસ્થ સાધકોની અપેક્ષા વિશિષ્ટ જ્ઞાનવાળા છવસ્થ જ્ઞાનીઓની વાત વિશેષ પ્રમાણભૂત માનવી, જોઈએ. વિશિષ્ટ જ્ઞાની છઘ0ોની અપેક્ષા સર્વજ્ઞ ભગવંતોની વાત વિશેષ મહત્ત્વની માનવી–સ્વીકારવી જોઈએ. આ નિર્ણય બુદ્ધિ રાખીને શુદ્ધ શ્રદ્ધાની સાથે જ શુદ્ધ આચરણ કરવું જોઇએ.
ચારે ધ્યાનના જે લક્ષણ છે, જે આલંબન છે, જે અનુપ્રેક્ષા છે તેમાં વર્તતા જ્યારે સ્થિર અવસ્થા આવે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. તેની પૂર્વે સાધક તે ધ્યાનના આલંબનાદિ રૂપ અવસ્થામાં રહે છે.
જ્યારે આવી સ્થિર અવસ્થા આવે છે ત્યારે જ તે શુભ યા અશુભ ધ્યાન થાય છે. તેથી શુભ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેના આલંબન આદિમાં સ્થિર પરિણામ રાખવાનો અભ્યાસ કરવો, તે જ ધર્મ ધ્યાનની સાધના છે.
શાસ્ત્રોક્ત આલંબન રહિત માત્ર શરીરના અંગ કે શ્વાસના આલંબનની સાધના કેવલ અસ્થિર ચિત્તની અસ્થિરતા ઓછી. કરવાનો ઉપાય માત્ર છે. તેનાથી આગળ વધીને ધર્મ તત્ત્વાનુપ્રેક્ષામાં એટલે કે અધ્યવસાયોને અને ચિત્તને સ્થિર રાખી ભગવદજ્ઞામાં, સંસાર કે લોક સ્વરૂપ વગેરેની ભાવનામાં એકાગ્રતા રાખવી તે ધર્મ ધ્યાનની સાધના છે. આવી રીતે સમજપૂર્વક ધર્મ ધ્યાનની સાધના કરવી જ શ્રેયસ્કર છે. અધ્યાન વિચારણા :– સંક્ષેપમાં અધ્યાનના બે પ્રકાર કહ્યા છે– શાંત, સુખ, ચિત્ત અવસ્થા તથા ચંચલચિત્ત અવસ્થા. અન્ય પરિભાષાવાળાઓના ધ્યાનનો સમાવેશ આ અધ્યાન અવસ્થામાં થાય છે. આગમ નિરપેક્ષ થઈ કોઈ તેને પાંચમું ધ્યાન કહે અથવા વાસ્તવિક ધ્યાન આ જ છે અન્ય ચારે અધ્યાન છે એમ કહે તો તેનું કથન બુદ્ધિ કલ્પિત કહેવાશે. તેને જૈનાગમ અથવા જૈનધર્મના ધ્યાનના નામે ઓળખવું– સમજવું તે ભ્રમણા છે.
જૈનધર્મનું ધ્યાન જ્ઞાનપૂર્વકનું ધ્યાન છે, તેના ચાર પ્રકાર છે જેમાં શુભ, અશુભ બન્નેનો સમાવેશ છે. આ ચારે ધ્યાન ચિત્તની સ્થિરતા ઉપર આધારિત છે. બે હેય છે તો બે ઉપાદેય છે. ચારેયના ચાર–ચાર લક્ષણ તથા પાયા છે. ધર્મ ધ્યાનના ચાર વિચય-ચિંતનના મુખ્ય વિષય છે, ચાર અનુપ્રેક્ષા(આત્મભાવનાઓ) છે, ચાર આલંબન છે અને ચાર રુચિઓ છે. આ સર્વેય ધ્યાનમાં જવા માટે ઉપયોગી ધર્મ દ્વાર છે. તેમાં પ્રવેશ કરીને કોઈપણ વિષયમાં તલ્લીન થતાં સાધકને ધ્યાન દશા પ્રાપ્ત થાય છે. ચલ–વિચલ અવસ્થામાં તે સાધક ધર્મધ્યાનના આલંબનમાં જ રહે છે, ધ્યાનની અંદર પ્રવેશતા નથી. શાસ્ત્રોક્ત તે સર્વ અવલંબન સ્વાધ્યાય રૂપ તેમજ નિર્જરા રૂપ હોય છે.
સાધુઓનું જીવન એ આત્મ સાધના માટે જ હોય છે. તેની દિનચર્ચાના વિષયમાં આગમમાં બતાવ્યું છે કે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવો અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવું. સ્વાધ્યાયના ચાર પ્રહર તથા ધ્યાનના બે પ્રહર કહ્યા છે. ગૌતમસ્વામી આદિ અણગારો આગમોક્ત દિનચર્ચાનું પાલન કરતા હતા. આ પ્રમાણે જૈનાગમ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાનું કહે છે. જ્યારે વર્તમાન ધ્યાન પદ્ધતિવાળાઓ ખાવું– પીવું, સૂવું ઈત્યાદિક શારીરિક કાર્યનો નિષેધ ન કરતાં આગમ સ્વાધ્યાયનો નિષેધ કરે છે. આ આગમ નિરપેક્ષ માનસ વૃત્તિ છે. જ્ઞાનથી ધ્યાનની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. કષાયોથી ધ્યાનની વિકૃતિ થાય છે. કષાય બાહ્ય વૃત્તિથી થાય છે. જ્ઞાન અંતર્મુખ જાગૃતિનું કારણ બને છે, તે ધ્યાનનો સહયોગી છે. સ્વાધ્યાયને રાગ-દ્વેષનું મૂળ નથી કહેવાતું. વ્યક્તિગત કોઈના માટે