________________
આગમચાર-પૂર્વાર્ધ
258
ધ્યાન સ્વરૂપ વિચારણા પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિન મત કા સાર – જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર | કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, ગાથા-૧૦ માં કહ્યું છે કે અજ્ઞાની પોતાના હિત અને અહિતને કેવી રીતે સમજી શકે?
ગ્રામાંતર જવું હોય તો તે ગામનો માર્ગ ક્યો છે? સાથે સાથે બીજા ગામના પણ માર્ગ વચ્ચે-વચ્ચે ક્યા આવે છે? તે પણ જાણકારી કરવી આવશ્યક છે.
ગમન કરવા માટે સાચો રાહ પણ હોય છે અને વિપરીત પણ. કોઈ પણ કાર્ય કરવાની સાચી વિધિ પણ હોય છે અને ખોટી વિધિ પણ હોય છે. ખાવાના પદાર્થ સારા પણ હોય છે અને નઠારા પણ હોય છે. બરાબર એ જ પ્રમાણે ધ્યાન પણ બે પ્રકારના છે– ૧. શુભભાવ અને ૨. અશુભભાવ. અશુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનના બે પ્રકાર છે- ૧. ધર્મ ધ્યાન ૨. શુક્લ ધ્યાન.
આત્માના પરિણામ- અધ્યવસાય પણ બે પ્રકારના હોય છે– ૧. શુભ અધ્યવસાય ૨. અશુભ અધ્યવસાય. આગમમાં કહ્યું છે કે સધ્યાનમાં રહેવાવાળાની શદ્ધિ થાય છે અથવા "ધર્મ ધ્યાનમાં જે રત રહે છે તે ભિક્ષ છે.દિશ. અ. ૮ી ધ્યાનની પરિભાષા:- જો ધર્મ ધ્યાન કે શુભ ધ્યાન હોય છે તો પ્રતિપક્ષી અશુભ ધ્યાન કે અધર્મ ધ્યાનનું અસ્તિત્વ પણ હોય જ છે એ સ્પષ્ટ છે. તેથી ધ્યાનની પરિભાષા તે જ શુદ્ધ હોઈ શકે છે જેમાં અશુભ ધ્યાન અને શુભ ધ્યાન બંનેનો સમાવેશ હોઈ શકે છે અન્યથા તે ધ્યાનની પરિભાષા ન કહી શકાય.
જૈન આગમો અને અન્ય ગ્રંથોમાં જ્યાં પણ ધ્યાનના ભેદ બતાવ્યા છે કે ધ્યાનની પરિભાષા આપી છે તેમાં આ અપૂર્ણતા નથી અર્થાત્ તે પરિભાષામાં અને ભેદોમાં શુભ અને અશુભ બંને ધ્યાનોનો પૂર્ણ સમાવેશ હોય છે. કોઈ પણ વસ્તુની પરિભાષા તે પદાર્થના સંપૂર્ણ અવયવોને ગ્રહણ ન કરે તો તેને સાચી પરિભાષા ન કહી શકાય.
જેનાગમાનુસાર ધ્યાનના ચાર પ્રકાર છે તેમાં બે આત્મા માટે અહિત કર છે, ત્યાજ્ય છે અને બે હિતકર છે, ગ્રાહ્ય છે. પ્રત્યેક ધ્યાનના આલંબન અને લક્ષણાદિ પણ આગમોમાં બતાવેલા છે.
બધા પ્રકારના ધ્યાન અને અધ્યાનના સ્વરૂપને બતાવનારી ધ્યાનની પરિભાષા આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે છે–
કોઈ પણ ગાઢ આલંબનમાં લાગેલ અને અકંપમાનસ્થિર ચિત્ત “ધ્યાન' કહેવાય છે. શેષ જે ચિત્તની અવસ્થાઓ છે તે ધ્યાન સ્વરૂપ નથી જેમ કે- ૧. આલંબન રહિત શાંત ચિત્ત ૨. અવ્યક્ત ચિત્ત ૩. ભટકતું ચિત્ત. ધ્યાન
જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે અને જે ચલ–અસ્થિર અધ્યવસાય છે તે ચિત્ત છે. જો કે ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા સ્વરૂપ અને અન્ય કોઈ ચિંતા સ્વરૂપ પણ ધ્યાન હોઈ શકે છે.
જ આ બંને ગાથાઓમાં કહેલી પરિભાષાઓમાં શુભ અને અશુભ બંને પ્રકારના ધ્યાનોનો સમાવેશ થઈ જાય છે તથા ધ્યાન સાથે અધ્યાન અવસ્થાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. સાર:- શુભ કે અશુભ જે પણ સ્થિર અધ્યવસાય અવસ્થા છે તે ધ્યાન છે અને જે અસ્થિર–ચંચળ અધ્યવસાય છે તે અધ્યાન અવસ્થા છે. ગાઢ આલંબનયુક્ત અવસ્થા અર્થાત્ કોઈ પણ એક વિષયમાં તલ્લીન અવસ્થા હોય તો ધ્યાન હોઈ શકે છે અને આલંબન રહિત યા મંદ સુસ્ત–શાંત પરિણામ છે, અવ્યક્ત પરિણામ (નિદ્રા આદિના) તથા ભટકતા વિચાર આદિ છે તે કોઈ પણ ધ્યાન નથી, તે આત્માની અધ્યાન અવસ્થા કહેવાય છે. અન્ય અનેક અવસ્થાઓ જે પણ છે તે અધ્યાન રૂપ છે. તેમ આવશ્યક નિયુક્તિ ગાથા ૧૪૮૧–૧૪૮૨માં બતાવ્યું છે. અધ્યાન :- પ્રચલા-ઝબકી જવાની અવસ્થા, ગાઢ નિદ્રાવસ્થા, જાગૃત અવસ્થામાં પણ અવ્યાપારિત(અપ્રવૃત્ત, શાંત, સુસ) ચિત્ત, જન્મતા સમયની અપયોપ્તાવસ્થા, અસંજ્ઞી જીવોના અવ્યક્ત ચિત્ત, મૂચ્છિત અવસ્થા, નશામાં બેભાન અવસ્થા; આ બધી અધ્યાન અવસ્થાઓ છે, આ અવસ્થાઓમાં આત્માનું શુભ કે અશુભ કોઈ પણ ધ્યાન નથી હોતું, શુભાશુભ અધ્યવસાય હોય છે. સંક્ષેપમાંકોઈ પણ વિષયમાં તલ્લીન થવું અને સ્થિર થવું તે જ ધ્યાન છે. ચાર ધ્યાન:- ૧. સુખ-દુઃખના સંયોગ-વિયોગ આદિ વિષયોમાં તલ્લીન અને સ્થિર ચિત્ત આર્તધ્યાન છે. ૨. અન્યનું અહિત કરવા આદિમાં તલ્લીન અને સ્થિર ચિત્ત રીદ્ર ધ્યાન છે. આ બંને આત્મોન્નતિના ધ્યાન નથી. તેથી ધર્મ ધ્યાનની સાધનામાં તેનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવામાં આવે છે. ૩. તેના સિવાય આત્મ લક્ષ્યના કોઈ પણ વિષયમાં ચિત્તને તલ્લીન-એકાગ્ર કરવું એ ધર્મ ધ્યાન છે. ૪. તેનાથી આગળ વધીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિષયમાં કેન્દ્રિત થવા પર શુક્લ ધ્યાનની પ્રાથમિક અવસ્થા આવે છે. શુક્લ ધ્યાનની આગળની અવસ્થા કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયે અને કેવળજ્ઞાન થયા પછી જ હોય છે. તે મોક્ષ પ્રાપ્તિની અમુક ક્ષણો પહેલા હોય છે. તે યોગ નિરોધ અવસ્થા અંતિમ ધ્યાનસ્વરૂપ છે. છદ્મસ્થ અને કેવલીના ધ્યાનનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. બે પ્રકારે ધ્યાન–માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈ પણ એક વસ્તુના વિચારમાં ચિત્ત સ્થિર થઈ જાય તે છઘસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધ કરતી વખતે અને યોગ નિરોધ થઈ ગયા બાદ જે આત્મ–અવસ્થા હોય છે તે કેવલીઓનું ધ્યાન છે. અંતર્મુહૂર્ત બાદ છદ્મસ્થોમાં વિચાર યા ધ્યાન બદલી જાય છે. વિચલિત થઈ જાય છે. ઘણી વસ્તુઓના આલંબનની અપેક્ષાએ વિષયાંતરની અપેક્ષાએ ધ્યાન લાંબા સમય સુધી પણ રહી શકે છે.-ધ્યાન શતક, ગાથા-૪)
છઘસ્થોનું ધ્યાન શુભ-અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે અને અધ્યાન અવસ્થા પણ ઘણા સમય સુધી રહે છે. કેવલીઓની યોગ નિરોધ અવસ્થામાં શુક્લ ધ્યાન હોય છે. બાકી લાંબી ઉમર સુધી અધ્યાન અવસ્થા હોય.
આ પ્રકારે ધ્યાનને સમજીને આત્માને અશુભમાંથી શુભ ધ્યાનમાં તલ્લીન, સ્થિર કરવાથી ધર્મ ધ્યાનની સાધના કરી શકાય છે. આત્માને ધર્મ ધ્યાનમાં તલ્લીન-સ્થિર કરવા માટે આલંબન ભૂત વિષય આ પ્રમાણે સમજવા- ૧. આત્મ સ્વરૂપ, ૨. કર્મ