________________
257
jainology
આગમસાર ગુણસ્થાનમાં આરૂઢ થવા માટે બાદર મન, વચન, કાયાના યોગને નિરોધવા. ૪. સૂક્ષ્મ મન, વચન, કાય યોગનો પણ વિરોધ કરવો, નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં મેરુપર્વતની જેમ સર્વથા અચલ અડોલ થવું,આત્મપ્રદેશોનું પણ ઉત્કલન ન રહેવું,સ્થિર થઈ જવું શક્ત ધ્યાનના ચાર લક્ષણ – ૧. પ્રખર–પરમ અશાતા કારક, પ્રખર વેદનીય કર્મોદય તથા મરણ આવવા છતાં ય પણ વ્યથિત ન થવું. ૨. પ્રબળ, ચરમ મોહકારક અપ્સરાદિના વિલાસ, કટાક્ષ, આમંત્રણ, આલિંગન આદિમાં પણ મોહ પ્રાપ્ત ન કરવો. ૩. જીવ અને શરીરમાં પૃથક્કરણનો અનુભવ કરવો. ૪. પૃથક્કરણ અનુભવ અનુસાર વિવેકભાવ પ્રાપ્ત કરવો, જાગૃત રહેવું, શરીર મમત્વ આદિનો ત્યાગ કરવો, પૌદ્ગલિક સુખ–દુઃખના સંયોગમાં અખંડ નિર્વેદ ભાવમાં રહેવું. શરીર અને ઉપધિમાં આસક્તિભાવનું વ્યુત્સર્જન થવું. શક્ત ધ્યાનના ચાર આલંબન - ૧. ક્રોધ ઉદીરણા માટે બળવાન કારણ ઉપસ્થિત થવા છતાં પણ અપૂર્વ ક્ષમા ધારણ કરવી. સોમિલ બ્રાહ્મણના પ્રસંગમાં “ગજસુકુમાર'ની સમાન. ૨. લોભ ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થતાં પણ અપૂર્વ “ લોભ-મુક્ત' થવું. ભવનપતિ દેવો દ્વારા નિદાન કરવાની પ્રાર્થના કરવા છતાં પણ લોભ મુક્ત “તામલી તાપસ વત્. ૩. માયા ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ સરલતા', નિષ્કપટતા, એકરૂપતા આ ત્રણે યોગ અપનાવવા. મહાબલ દ્વારા માયા કરવા છતાં પણ સરળ મનવાળા છએ મિત્ર રાજર્ષિ સમાન. ૪. માન ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ “નમ્ર, વિનીત, કોમળ, લઘુ” બનીને રહેવું, ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સ્તુતિ કરાવ છતાંય નમ્ર સંયતિ રાજર્ષિવતું. શુક્લ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા:- ૧. પ્રત્યેક જીવ બધી યોનિમાં અનંતીવાર પરિભ્રમણ કરી ચૂક્યો છે છતાં પણ મોહના કારણે વિરામની ભાવના નથી આવી. ૨. વિશ્વના બધા પુદ્ગલ પદાર્થ સ્વભાવથી કે પ્રયોગથી શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં પરિણત થતા રહે છે તો પછી તેમાં એકાંત રાગ કે એકાંત દ્વેષ શા માટે રાખવો? વીતરાગતાના ભાવમાં જ રહેવું. ૩. આ સંસારના સમસ્ત પ્રવર્તનોમાં દુઃખનો જ અનુભવ કરવો. જેમ કે–(અહો દુષ્પો હુ સંસારો)અર્થાત્ “આ સારો ય સંસાર દુઃખમય છે” એમ ચિંતન કરીને વિરક્ત રહેવું. ૪. દુઃખના મૂળ કારણનું ચિંતન કરવું. જેમ કે સંસાર પરિભ્રમણ અર્થાત્ જન્મ-મરણાદિ દુઃખના મૂળ છે, જન્મમરણનું મૂળ કર્મબંધ છે અને કર્મબંધનું મૂળ વિષયેચ્છા, ભોગેચ્છા, તૃષ્ણા છે તથા તેના મૂળ રાગ, દ્વેષ અર્થાત્ મોહ છે. તેથી મોહ, રાગ, દ્વેષ, ભોગેચ્છા, કર્મબંધ, જન્મ-મરણ આદિ દુ:ખોથી વિરાગી થઈ આત્માનું મોક્ષમાર્ગ તથા મોક્ષ સન્મુખ થવું. આ પ્રમાણે (૧+૨+૪+૪) ઊ (૧૨ ૪૪) ઊ ૪૮ ભેદ-પ્રભેદોથી ચાર ધ્યાનનું વર્ણન થાય છે.
આધ્યાત્મિક ધ્યાન ધ્યાન - ચિત્તની અવસ્થાઓનું કોઈ વિષય ઉપર કેન્દ્રિત થવું એ ધ્યાન છે. જૈન પરંપરાઓમાં ધ્યાનના ચાર પ્રકાર છે– ૧. આ ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન અને ૪. શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન મનની દૂષિત પ્રવૃત્તિઓ છે. સ્વાધ્યાય અને તપની દષ્ટિએ તેનું કોઈ મૂલ નથી. એ બંને ધ્યાન ત્યાજ્ય છે. આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. તેની વિચારણા આ પ્રમાણે છે. ધર્મ ધ્યાન:- આનો અર્થ છે ચિત્ત વિશુદ્ધિનો પ્રારંભિક અભ્યાસ. ધર્મ ધ્યાન માટે ચાર વાતો આવશ્યક છે– ૧. આગમ જ્ઞાન ૨. અનાસક્તિ ૩. આત્મ સંયમ અને ૪. મુમુક્ષભાવ. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે
(૧) આજ્ઞા વિચય– આગમ અનુસાર તત્ત્વ સ્વરૂપ અને કર્તવ્યોનું ચિંતન કરવું. (૨) અપાય વિચય- હેય-ત્યાગવા યોગ્ય શું છે? તેનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય- હેયના પરિણામોનું ચિંતન કરવું.(૪) સંસ્થાન વિચય- લોક કે પદાર્થોની આકૃતિઓ, સ્વરૂપોનું ચિંતન કરવું. સંસ્થાન વિજય ધર્મધ્યાન પુનઃ ચાર વિભાગમાં વિભાજિત છે અર્થાત્ સંસ્થાન વિચયના ચાર ભેદ છે. જેમ કે –
(અ) પિંડસ્થ ધ્યાન- આ ધ્યાન કોઈ તત્ત્વ વિશેષના સ્વરૂપના ચિંતન ઉપર આધારિત છે. તેની આ પાંચ ધારણાઓ માનવામાં આવી છે– (૧) પાર્થિવી (૨) આગ્નેયી (૩) મારુતી (૪) વારુણી અને (૫) તત્ત્વભૂ. (બ) પદસ્થ ધ્યાન- આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થ ધ્યાન- રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અહંત પ્રભુનું ધ્યાન કરવું. (ડ) રૂપાતીત ધ્યાન- નિરાકાર, ચૈતન્યસ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. શુક્લ ધ્યાન – આ ધર્મ ધ્યાન પછીની સ્થિતિ છે. શુક્લ ધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પકંપ કરી શકાય છે. તેની અંતિમ પરિણતિ મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર છે(૧) પથકત્વ વિતર્ક સવિચાર- આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થન ચિંતન કરતાં કરતાં શબ્દ અને શબ્દનું ચિંતન કરતાં કરતાં અર્થન ચિંતન કરવા લાગી જાય છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થયા કરવા છતાં પણ ધ્યેય દ્રવ્ય એક જ રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચારી– અર્થ, વ્યંજન અને યોગના સંક્રમણ રહિત એક પર્યાય વિષયક ધ્યાન " એકત્વશ્રુત અવિચાર" ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી- મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થાય અને શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે તે સમયે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ ક્રિયાના પ્રારંભથી અંત સુધી આ ધ્યાન અવસ્થા છે. (૪) સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ- જ્યારે મન, વચન, કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, છેલ્લે શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય અને કોઈ પણ સૂક્ષ્મ ક્રિયા બાકી રહેતી નથી; તે અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા શુક્લ ધ્યાન કહે છે. આ પ્રમાણે શુક્લ ધ્યાનની પ્રથમ અવસ્થાથી ક્રમશઃ આગળ વધતાં વધતાં અંતિમ અવસ્થામાં સાધક(!) અલ્પ સમયમાં જ કાયિક, વાચિક અને માનસિક બધી પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.