________________
256
Pવ. બળ
આગમચાર-પૂર્વાર્ધ આર્ત ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ):- ૧. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ થતાં મનથી શોક કરવો, અરતિ, ગ્લાનિ, ઉદાસીનતા થવી ઉદ્વિગ્ન બનવું, સંતપ્ત, પરિતપ્ત થવું. ૨. વચનથી રુદન કરવું, વિલાપ કરવો, દીન-હીન વચન કહેવા, આક્રંદ કરવું આદિ. ૩. કાયાથી છાતી, માથું, હાથ આદિ કૂટવા, હાથ-પગ પછાડવા, માથું ઝુકાવી, માથે હાથ દઈને બેસવું, મોઢું ઢાંકવું. ૪. આંખોથી અશ્રુપાત કરવો, આંખો ભીની રહેવી, નાકથી નિઃશ્વાસ નાંખવો, મુખેથી જીભ બહાર કાઢવી આદિ.
નિષ્ટ વિયોગ. ઈષ્ટ સંયોગ આદિ થતાં મનથી પ્રસન્ન થવું. રતિભાવ આવવો. મનમાં ગલગલિયાં થવાં, ખશીમાં કુલd. તૃત–પરિતૃપ્ત થવું, ૨. વચનથી ગીત ગાવું, હાસ્ય-અટ્ટહાસ્ય કરવું, બંસરી, સીટી વગાડવી, ખિલખિલાટ કરવું આદિ. ૩. કાયાથી મૂછો પર તાવ દેવો, તાલી વગાડવી, પગેથી નાચવું, હાથ-પગ ઉછાળવા, કૂદવું, ભુજા આદિ ફટકારવા, અભિનય કરવો, આંખો વિકસિત થવી, હર્ષના અશ્રુ આવવા, નાકથી શ્વાસની ગતિ ધીમી થવી, જીભનું હોઠ ઉપર ફરવું આદિ. રૌદ્ર ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. પોતાના ઈષ્ટ સંયોગો આદિ માટે નિર્દોષ, નિર્બળને દબાવવા, પીડિત કરવા, દંડ લેવો-દેવો, હત્યા કરવી, યુદ્ધ કરવું. ૨. જૂઠું બોલવું, વિશ્વાસઘાત કરવો, ખોટા કલંક, દોષારોપણ કરવું, ખોટી સાક્ષી પૂરવી. ૩. મોટી ચોરી કરવી, લૂટવું, ચોરવું, તેના માટે પ્રેરણા-સહાયતા કરવી, ચોરીનો માલ સસ્તામાં લેવો, ન્યાયોચિત્ત કર(ટેક્સ)ની ચોરી કરવી, ચોરી કરીને પ્રસન્ન થવું. ૪. નિર્દોષને કારાવાસમાં રાખવા કન્યા, પરસ્ત્રી યા વિધવાનું અપહ શરાફ શ્રેષ્ઠી બનીને લૂટી લેવું; સ્વામી ઉપકારીનો દ્રોહ કરવો આદિ. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) – ૧. સ્વજન કે પરજનના અજાણપણામાં કરેલા નાના ગુન્હા માટે ખૂબ કોપ(ગુસ્સો) કરવો, ખૂબ દૂર દંડ દેવો. ૨. વારંવાર વિવિધ પ્રકારે દંડ દેવો. ૩. આરોપી દ્વારા નિર્દોષતા પ્રમાણિત કરવા છતાં પણ તેને જાણવાની, સમજવાની તૈયારી ન રાખવી, સમજમાં આવ્યા છતાંયે સ્વીકાર કરવા તૈયાર ન થવું. ૪. આરોપી દ્વારા ક્ષમા માગી લીધા પછી પણ અને જીવનમાં સુધારો લાવ્યા બાદ પણ જીવે ત્યાં સુધી તેના તરફ શત્રતા રાખવી. (આલંબન અને અનુપ્રેક્ષા ની પ્રેરણા ફક્ત સુધ્યાન માટે જ હોય છે.) ધર્મ ધ્યાનના ભેદ(પાયા) - ૧. તીર્થકર દેવોની આજ્ઞાનું, સંવર-નિર્જરા ધર્મ આદરવાનું ધ્યાન કરે, અનાજ્ઞાનું, આશ્રવને અટકાવવા(વિરમણ)નું ધ્યાન કરે. ૨. આજ્ઞા પાલનથી આ ભવના સુખ–શાંતિ, આદર આદિનો લાભ તથા ધર્મ, કર્મ નિર્જરાના લાભનું ચિંતન કરે, આજ્ઞા-પાલન ન કરવાથી આ લોકના દુઃખ, અશાંતિ, અનાદર આદિનું તથા કર્મબંધ અને કર્મ–ગુરુતાનું ધ્યાન કરે. ૩. આજ્ઞા પાલનથી પરભવના પુણ્ય ફળ તથા નિર્જરાનું ચિંતન કરે, તથા આજ્ઞા વિરાધનાથી પરભવના પાપ-ફળ તથા કર્મબંધનું ચિંતન કરે. ૪. આજ્ઞા પાલનથી લોકાગ્ર, લોક મસ્તક, સિદ્ધશિલા પર સિદ્ધત્વ પ્રાપ્તિ અને અનુત્તર, અવ્યાબાધ સુખનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી ચૌદ રાજ પરિમાણ ઉર્ધ્વ, અધો. તિર્યક લોકમાં ચાર ગતિ ચોવીસ દંડક ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ, દારુણ દુઃખ, દુઃખ પરંપરા અનુબંધનો વિચાર કરે. ધર્મ ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) – ૧.દેવ, ગુરુ, શાસ્ત્રની આજ્ઞા, આદેશ, અનુશાસનમાં તથા તદ્દનુસાર ક્રિયામાં રુચિ, ૨. વિધિ, ઉપદેશ, બોધ, સમજણ તથા તેનાથી ક્રિયા ધર્મમાં રુચિ, ૩. સૂત્ર સિદ્ધાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન અને કંઠસ્થ કરવું, સ્વાધ્યાય આદિમાં રુચિ. ૪. નિસર્ગ રુચિ–ઉપરના ત્રણે કારણો વિના ક્ષયોપશમ સ્વભાવથી જ દશ્ય પદાર્થની અનુપ્રેક્ષા, જાતિસ્મરણ જ્ઞાન કે અવધિજ્ઞાનથી રુચિ. ધર્મ ધ્યાનના ચાર આલંબન – ૧. ગુરુ-શિષ્ય કે સાધર્મિક સાથે વાચના લેવી-દેવી, સાંભળવી-સંભળાવવી; શીખવું-શીખવાડવું. ૨. જિજ્ઞાસા, સ્પષ્ટતા, પરીક્ષા આદિ હેતુથી પ્રશ્ન પૂછવા, ઉત્તર દેવા, વાદ-સંવાદ કરવો અને પ્રશ્નોત્તર, સંવાદ સાંભળવો. ૩. સ્વાધ્યાય કરવો, કરાવવો, સાંભળવો, પુનરાવંતન કરવું, પાઠ પાકા કરવા. ૪. ધર્મકથા કહેવી, સાંભળવી, શિક્ષા, બોધ, ઉપદેશ, આજ્ઞા કરવી કે સાંભળવી. ધર્મ ધ્યાનની ચાર અનપેક્ષા :- (૧)એકત્વની અનુપ્રેક્ષા– સંસારમાં જીવ, કુટુંબ જાતિ સમાજ આદિમાં અનેકરૂપે હોવા છતાંયજીવ એકલો જ છે, એકલો જ પૂર્વ ભવથી આવ્યો છે, આગામી ભવમાં એકલો જ જવાનો છે. કર્મ બાંધવામાં, સંચિત્ત કરવામાં, ઉદીરણા કરવામાં, ભોગવવામાં, નિર્જરામાં આત્મા એકલો જ મુખ્ય કારક છે, બીજા બધા ઉપકારક યા સહકારક છે.
(૨) અનિત્ય ભાવના– જીવથી જીવનો, પુદ્ગલથી પુગલનો, જીવથી પુદ્ગલનો સંયોગ-સંબંધ અનિત્ય છે, કારણ કે વિયોગ અવયંભાવી છે. જેમ જીવ અને શરીરનો જન્મ-સંયોગ છે તો મૃત્યુ—વિયોગ નિશ્ચિત છે. લગ્ન પછી વૈધવ્ય-વિધુરત્વ અનિવાર્ય છે. સંઘાતથી સ્કંધ બન્યા બાદ ભેદથી પરમાણુ દશા અવશ્ય આવે છે.
(૩) અશરણ ભાવના– જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી શરીર, પરિવાર, ધન આદિ શરણતભૂત દેખાય છે પરંતુ નિકાચિત્ત પાપોદય થતાં દારુણ કર્મવિપાકને ભોગવવા જ પડે છે. કોઈ પણ તેનાથી બચાવવા સમર્થ નથી. તેને કોઈ લઈ પણ શકતા નથી, તેનો અંશ પણ લઈ શકતા નથી, તેને ઓછાં પણ કરી શકતા નથી, અરે ‘ઓછા થઈ જશે' એવું આશ્વાસન પણ આપી શકતા નથી. (૪) સંસાર ભાવના- જે આજે માતા છે તે પુત્રી, પત્ની, ભગિની, પુત્રવધૂ બની જાય છે, જે આજે પિતા છે તે પુત્ર, ભાઈ, પતિ, જમાઈ બની જાય છે. આ રીતે અનુકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે તથા શત્રુ, શોષક, હત્યારા, વિશ્વાસઘાતી પણ બની જાય છે, આ પ્રતિકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે. અનુકૂળ પ્રતિકૂળમાં તથા પ્રતિકૂળ અનુકૂળમાં આમ પણ પરિવર્તન ચાલુ રહે છે. કોઈ આગામી ભવમાં તો કોઈ આ જ ભવમાં પરિવર્તિત થઈ જાય છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. ધર્મ ધ્યાનની સૂક્ષ્મતા વધારતાં– વધારતાં શ્રુતજ્ઞાનના શબ્દથી અર્થમાં ચા અર્થથી શબ્દમાં સંક્રાંત થવું, શ્રત નિર્દિષ્ટ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં, પર્યાયથી દ્રવ્યમાં કોઈ પણ વિકલ્પથી સંક્રાંત થવું પરંતુ અન્ય વિષયોમાં ન જવું, તે જ વિષયોમાં એકાગ્ર થવું. ૨. શ્રુતજ્ઞાનના શબ્દ યા અર્થમાં, દ્રવ્ય ગુણ યા પર્યાયમાં સંક્રાંત થયા વિના કોઈ એકમાં જ એકાગ્ર થવું. આ જ રીતે મન, વચન, કાયાથી પણ સંક્રાંત થયા વિના એકાગ્ર થવું. ૩. તેરમાં ગુણસ્થાનથી ચૌદમાં