________________
25.
jainology
આગમસાર ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે. નિરંતર માસખમણની તપશ્ચર્યા કરવાવાળા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. (સૂય. અ. ૨. ઉ. ૧)કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યક્તિ ચક્ષહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે–મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ... ઉત્ત.અ.૧૯માં વિષયભોગને
કિંપાગ ફળની ઉપમા આપી છે. જે ખાતાં તો મીઠાં લાગે છે પણ પછી પ્રાણ હરી લે છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામ ભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે.
ઓગણીસ અધ્યયનોનું હાર્દ (૧) સંસાર ભ્રમણના દુઃખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો.
જોઇએ. દા.ત. ભગવાન મહાવીરે મેઘમુનિને સ્થિર ક્ય. કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુક્તિમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો. જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઠંડા પ્રત્યે હતી તેવી. ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રેસર થવું. ગંભીર કાચબા સમાન. ચંચળ અને કૂતુહલવૃત્તિનો ત્યાગ કરવો. માર્ગભૂલેલા સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક.
ઔષધ પ્રયોગમાં અત્યધિક સાવધાની રાખવી. (૬) કર્મ આત્માને લેપયુક્ત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે તેથી પાપનો
ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું. (૭) આત્મગુણોનો દિનપ્રતિદિન વિકાસ કરતા રહેવું. ધના સાર્થવાહની ચોથી પુત્રવધૂ રોહિણીની જેમ. (૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવું જોઇએ. માયા મિથ્યાત્વની જનની છે. સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું
અપાવે છે. (૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે સાવધાની પૂર્વક
વિકાસ ઉન્મુખ બનવું જોઈએ. ચંદ્રમાની કળાની જેમ. (૧૧) પોતાના કે પરાયા દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની
જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ. (૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. તેની પ્રત્યે ધૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ. (૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ
યોનિમાં જાય છે. ત્યાં પણ સંયોગ મળતાં જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુઃખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેતલપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા
ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ ક્યારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧૬) મુનિને અભક્તિ-અશ્રદ્ધાથી દાન ન દેવું - નાગેશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્વ ધર્મરુચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિયના વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આકીર્ણ ઘોડાની જેમ. (૧૮)અનાસક્ત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુક્ત જીવનમાં વૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસક્ત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીકા
દ્વિતીય શ્રુતસ્કંધ – કાલીદેવી: રાજગૃહી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ પગ આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી. ત્યારપછી ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન–નમસ્કાર કરવાનો નિશ્ચય ક્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિક્રવણા કરવાનો આદેશ ક્ય. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી. પાછી ગઈ. કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછ્યો – 'ભંતે! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો. આમલકલ્પા નગરીના કાલ નામના ગાથા પતિની એક પુત્રી હતી. તેની માતાનું નામ કાલશ્રી હતું. પુત્રીનું નામ કાલી હતું. તે બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ. એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આર્યાજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આર્યાજીએ અગિયાર અંગનું અધ્યયન ક્યું અને યથાશક્તિ તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી.