________________
24
મોહ ન
આગમસાર–પૂર્વાર્ધ (ખાધા વિના આંખે અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છે કારણોથી શ્રમણ – નિગ્રંથ આહાર કરે છે. સાચું જ કહ્યું છે કે – જીવન ભોજન માટે નથી પણ ભોજન જીવન માટે છે. "સુખી થવું છે? તો કમ ખા, ગમ ખા, નમ જા."
અધ્યયન – ૧૯ પુંડરીક અને કંડરીક મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપા રાજાના બે દીકરા હતા – પુંડરીક અને કંડરીક. એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપઘરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી. મોક્ષે પધાર્યા. ફરીને સ્થવિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી. કંડરીક મુનિને દેશ-દેશાંતરમાં વિચરતાં, લખો–સુકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકિણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ વિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું નિવેદન ક્યું. તે માટે યાન શાળામાં પધારવા વિનંતિ કરી. સ્થવિર યાનશાળામાં પધાર્યા. ઉચિત્ત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહ્યા. વિહાર કરવાનું નામ ન લીધું. રાજા પુંડરીક તેની આસક્તિ તથા શિથિલતાને જાણી ચૂક્યા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું – "દેવાનુપ્રિય! આપને ધન્ય છે! આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને!!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો
છટયો
હું સંસારમાં ફસાયેલો છે!" કંડરીક મુનિને આ વચન ચિકર તો ન લાગ્યું છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર ક્ય; પણ સંયમ પ્રત્યે સભાવ નહોતો. વિરક્ત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન ર્યો. ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુક્તિ કામ ન આવી. કંડરીક ચુપચાપ બેઠા રહ્યા. 'આપ ભોગને ઇચ્છો છો?' કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી.
યમ ઉપકરણ લઈ પુંડરીક રાજા દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર ક્ય પછી જ આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ આ પુંડરિકિણી નગરીનો ત્યાગ ક્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું. કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રેરણા - શિક્ષાઃ (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શક્તિવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક
વિવેક રાખવો. ક્યારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શેલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિત્સિા જ કારણભૂત છે. કયારેક સાધુ દવાની માત્રામાં યા પરેજી
પાળવામાં અવિવેક રાખે છે તેથી તેનું પરિણામ નવા રોગોની ઉત્પત્તિ અને જીવન વિનાશ થાય છે. (૨) વિગય નં વિપલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સસાધ્ય છે એટલે કે વિગયોત્પન વિકારનું તપ
દ્વારા ઉપશમન થઈ શકે છે પણ ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે. કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શૈલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદ શાંત ન થયો. ત્રણ(અઢી) દિવસના ક્ષણિક – નશ્વર જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ
આત્મદેવાળું ફૂંકવાનું દષ્ટાંત પૂરું પાડે છે. (૩) અલ્પકાળની આસક્તિ જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે. જ્યારે અલ્પકાળનો વૈરાગ્ય ઉત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે
પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું. ત્રણ દિવસ તો શું એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી નાખે છે. અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે. પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ ક્ય.... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ . પ્રથમ છટ્ટના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ - રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂખા આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત્ત અનશન ગ્રહણ ક્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. કિંડરીક પ્રબળ ઈચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયાં. વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરવાવાળા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. હૃષ્ટ–પુષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી, દેનાર વિષ છે. જ્યારે અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં અંધ બની નિરપરાધ નાના
(૪)